એન્ટરટેઇનમેન્ટ

ગણેશ ચતુર્થી પર રણબીર કપૂરની ‘રામાયણ’નું પહેલું ભક્તિગીત રિલીઝ, અરિજિત અને શ્રેયાના અવાજમાં ગૂંજ્યું ‘જય જય રામ’

14 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ગણેશ ચતુર્થી પર રણબીર કપૂરની ‘રામાયણ’નું પહેલું ભક્તિગીત રિલીઝ, અરિજિત અને શ્રેયાના અવાજમાં ગૂંજ્યું ‘જય જય રામ’

Ramayana Movie Song Jai Jai Ram: પાન-ઈન્ડિયા અને પૌરાણિક ફિલ્મ ‘રામાયણ’ને લઈને દર્શકોમાં લાંબા સમયથી ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ ભવ્ય ફિલ્મનો મ્યુઝિકલ પ્રમોશનલ કેમ્પેઇન ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર પર શરૂ કરવામાં આવ્યો છે. 14 સપ્ટેમ્બરના રોજ સવારે 7:30 વાગ્યે ફિલ્મનું પ્રથમ ‘સિયા રામ’ પોસ્ટર જારી કરવામાં આવ્યું હતું. તેના થોડા જ સમય બાદ ફિલ્મનું પ્રથમ ગીત ‘જય જય રામ’ રિલીઝ કરવામાં આવ્યું છે. મેકર્સના જણાવ્યા અનુસાર, કોઈપણ શુભ કાર્યની જેમ આ ફિલ્મનું મ્યૂઝિક કેમ્પેઈન પણ ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ સાથે શરૂ કરવામાં આવી છે.

એ.આર. રહેમાનનું સંગીત અને અરિજિત-શ્રેયાની સુરીલી જુગલબંધી
ફિલ્મના આ પ્રથમ ભક્તિ ગીત ‘જય જય રામ’ને સંગીત ક્ષેત્રના દિગ્ગજો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ઓસ્કર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાને આ ગીતનું કમ્પોઝિશન કર્યું છે, જ્યારે તેના ભક્તિમય શબ્દો જાણીતા કવિ ડૉ. કુમાર વિશ્વાસે લખ્યા છે. આ ભાવપૂર્ણ ગીતને દેશના લોકપ્રિય ગાયકો અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલ દ્વારા અવાજ આપવામાં આવ્યો છે. અગાઉ પણ અનેક ભાવનાત્મક અને હિટ ગીતો આપી ચૂકેલી આ જોડીની જુગલબંધીએ આ ગીતમાં એક ખાસ ઊર્જા અને દિવ્યતા ભરી દીધી છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ગીતની પ્રશંસા થઈ રહી છે.

રણબીર કપૂર, સાઈ પલ્લવીથી લઈને યશ સુધીની ભવ્ય સ્ટારકાસ્ટ
નિતેશ તિવારીની આ ફિલ્મને બે પાર્ટમાં રિલીઝ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવી રહ્યો છે જ્યારે સાઉથ ઈન્ડસ્ટ્રીની એક્ટ્રેસ સાઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં નજરે પડશે. આ સિવાય સાઉથ સુપરસ્ટાર યશ રાવણનું દમદાર પાત્ર ભજવશે. અન્ય કલાકારોમાં રવિ દુબે લક્ષ્મણના રોલમાં અને સની દેઓલ ભગવાન હનુમાનની ભૂમિકામાં જોવા મળશે. આ વિશાળ અને વૈવિધ્યસભર સ્ટારકાસ્ટને કારણે ફિલ્મ અગાઉથી જ દેશભરમાં ભારે ચર્ચામાં છે.

એ.આર. રહેમાન અને હોલીવુડના હંસ ઝિમરનો આંતરરાષ્ટ્રીય સહયોગ
‘રામાયણ’ ફિલ્મને માત્ર ભારતીય દર્શકો પૂરતી મર્યાદિત ન રાખતા ગ્લોબલ ઓડિયન્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહી છે. તેના બેકગ્રાઉન્ડ સ્કોર અને સંગીતમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું યોગદાન જોવા મળશે. એ.આર. રહેમાનની સાથે હોલીવુડના સુપ્રસિદ્ધ મ્યુઝિક કમ્પોઝર હંસ ઝિમર પણ આ પ્રોજેક્ટમાં જોડાયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરનું આ સંગીત સંયોજન ભારતીય સિનેમાના ઈતિહાસમાં એક નવો માપદંડ સ્થાપિત કરશે એવી અપેક્ષા સેવાઈ રહી છે.

રિલીઝ ડેટ અને ફિલ્મ પ્રોડક્શનનું વિશાળ કેનવાસ
નમિત મલ્હોત્રાના પ્રોડક્શન હેઠળ બની રહેલી આ ફિલ્મનો પ્રથમ ભાગ વિશ્વભરમાં 6 નવેમ્બર, 2026ના રોજ દિવાળીના સપ્તાહમાં રિલીઝ થવાનો પ્રસ્તાવ છે, જ્યારે ભારતમાં તેની રિલિઝ 8 નવેમ્બર, 2026 નક્કી કરવામાં આવી છે. આ પછી ફિલ્મનો બીજો પાર્ટ દિવાળી 2027ના રોજ થિયેટર્સમાં લાવવાની યોજના છે. 800 કરોડથી વધુના જંગી બજેટ, અદ્યતન VFX ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય સંગીત ટીમના જોડાણને કારણે ‘રામાયણ’ને ભારતીય સિનેમાનો અત્યાર સુધીનો સૌથી મોટો અને મહત્વાકાંક્ષી સિનેમેટિક પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે.

Tags:
Epic Film2026 ReleaseVFXMovie NewsViral Song
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026