એન્ટરટેઇનમેન્ટ

'48 કલાકમાં હત્યારાઓનું એન્કાઉન્ટર નહીં થાય તો CM નિવાસ બહાર આત્મહત્યા કરીશ', અંકિત બાલિયાનની પત્નીની ચીમકી

29 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
'48 કલાકમાં હત્યારાઓનું એન્કાઉન્ટર નહીં થાય તો CM નિવાસ બહાર આત્મહત્યા કરીશ', અંકિત બાલિયાનની પત્નીની ચીમકી

Ankit Baliyan Murder Case: હરિયાણવી ગાયક અંકિત બાલિયાનની હત્યા બાદ પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંકિતની પત્ની સીમાએ પોલીસ અને સરકારની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવી આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે. વાયરલ થયેલા એક વીડિયોમાં સીમાએ પોલીસ પ્રશાસનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે અને કહ્યું છે, કે જો હત્યારાઓ સામે કડક કાર્યવાહી નહીં થાય તો તે મુખ્યમંત્રીના નિવાસસ્થાન બહાર આત્મહત્યા કરશે.

‘મારી આખી દુનિયા બરબાદ થઈ ગઈ’
અંકિતની પત્ની સીમા દિલ્હીમાં સરકારી શિક્ષિકા છે. પતિની હત્યા બાદ દુઃખ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે અંકિતની ગોળી મારીને હત્યા થતાં તેમની આખી દુનિયા બરબાદ થઈ ગઈ છે. તેમણે પોતાની તબિયતનો ઉલ્લેખ કરતાં કહ્યું, કે તેઓ દવાઓના સહારે સમય પસાર કરી રહ્યા છે. સીમાએ પોલીસ અને સરકારને સવાલ કર્યો, કે જો દિવસ દરમિયાન ચાર લોકો હથિયારો સાથે આવીને હત્યા કરીને ફરાર થઈ શકે છે, તો સામાન્ય નાગરિક કેવી રીતે સુરક્ષિત અનુભવી શકે?

‘48 કલાકમાં આરોપીઓ સામે કાર્યવાહી કરો’
સીમાએ પોલીસ પ્રશાસનને કડક ચેતવણી આપતા કહ્યું, કે અંકિતના હત્યારાઓ સામે આગામી એકથી બે દિવસમાં એન્કાઉન્ટર સહિત કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ મુખ્યમંત્રીના નિવાસસ્થાનની બહાર આત્મહત્યા કરશે. તેમણે સવાલ ઉઠાવ્યો, કે અંકિતની હત્યાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આરોપીઓ હજુ પોલીસની પકડથી બહાર કેમ છે.

‘હત્યાના દિવસે અંકિત કોઈ તણાવમાં નહોતો’
સીમાના જણાવ્યા અનુસાર, તેમણે બુધવારે સાંજે લગભગ 4:30 વાગ્યે અંકિત સાથે છેલ્લી વખત વાત કરી હતી. અંકિત તે સમયે પોતાના નવા ગીત પર કામ કરી રહ્યો હતો અને તેમની વાતચીત પણ સામાન્ય હતી. સીમાએ કહ્યું, કે અંકિતને અગાઉ વર્ષ 2023માં ફોન પર બે વખત ધમકીઓ મળી હતી. જો, કે હત્યાના દિવસે તે કોઈ તણાવમાં હોવાનું તેમને જણાયું નહોતું. તેમણે એમ પણ કહ્યું, કે અંકિતનો હાલમાં કોઈની સાથે વિવાદ ચાલતો નહોતો.

‘હરિયાણાના શૂટર્સ શામલી સુધી કેવી રીતે પહોંચ્યા?’
અંકિતની પત્નીએ આરોપીઓની હિલચાલ અને પોલીસની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું કે જો આરોપીઓ હરિયાણાથી હથિયારો સાથે શામલી સુધી પહોંચ્યા હતા, તો હરિયાણા સરહદથી લઈને શામલી સુધીની પોલીસને તેની જાણ કેમ ન થઈ? તેમણે પોલીસ પાસે આરોપીઓને ઝડપી પાડીને હત્યાનું કારણ જાહેર કરવાની માંગ કરી છે.

કાકીએ પણ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા
અંકિતની હત્યા બાદ તેમના પરિવારના એક સભ્યએ પણ પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. વાતચીતમાં તેમણે અગાઉની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, આશરે આઠ મહિના પહેલાં અંકિતની કારમાં પેટ્રોલ ભરાવતો વીડિયો સામે આવ્યા બાદ પોલીસની અનેક ગાડીઓ તેની શોધમાં પહોંચી ગઈ હતી અને તેને ઝડપી લેવામાં આવ્યો હતો. કાકીએ સવાલ કર્યો કે જ્યારે અંકિતની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, ત્યારે હવે આરોપીઓ પોલીસની પકડથી બહાર કેવી રીતે છે? તેમણે પોલીસને અગાઉ જેવી જ તત્પરતા સાથે હત્યારાઓને શોધી કાઢવાની માંગ કરી છે.

હત્યાકાંડની તપાસમાં પોલીસ સામે મોટો પડકાર
અંકિત બાલિયાનની હત્યા બાદ પોલીસ સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાના આધારે આરોપીઓની શોધખોળ કરી રહી છે. બીજી તરફ, પરિવારજનોની નારાજગી અને આરોપીઓની વહેલી ધરપકડની માંગને કારણે પોલીસ પર પણ ઝડપી કાર્યવાહીનું દબાણ વધી રહ્યું છે. હાલ હત્યાનું ચોક્કસ કારણ શું હતું અને આ હુમલા પાછળ કોણ છે તે અંગે તપાસ ચાલી રહી છે. આરોપીઓની ધરપકડ બાદ જ સમગ્ર હત્યાકાંડની કડી સ્પષ્ટ થવાની શક્યતા છે.

Tags:
શામલી ક્રાઇમ ન્યૂઝઅંકિત બાલિયાન કેસઆરોપીઓ સામે કાર્યવાહીપોલીસને 48 કલાકનું અલ્ટીમેટમહરિયાણવી સિંગરની હત્યા
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026