એન્ટરટેઇનમેન્ટ

અમિતાભ બચ્ચન-અભિષેક બચ્ચનને મળી ધમકી, ગેંગસ્ટરની સોશિયલ મીડિયા પોસ્ટથી હોબાળો!

16 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
અમિતાભ બચ્ચન-અભિષેક બચ્ચનને મળી ધમકી, ગેંગસ્ટરની સોશિયલ મીડિયા પોસ્ટથી હોબાળો!

Amitabh Bachchan threat: બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના દીકરા અભિષેક બચ્ચનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા બંને એક્ટર્સને ખુલ્લી ધમકી આપવામાં આવી છે. આ ધમકીની પાછળ કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી ઢિલ્લોનું નામ જણાવવામાં આવી રહ્યું છે. આ સમાચાર સામે આવ્યા બાદથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને બંને એક્ટર્સના ફેન્સ વચ્ચે ચિંતા વધી ગઈ છે.

અમિતાભ અને અભિષેક બચ્ચનને મળી ધમકી!
મળતી માહિતી મુજબ, ગોલ્ડી ઢિલ્લો નામના ગેંગસ્ટરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને ધમકી આપી છે. જોકે, હાલ એ સ્પષ્ટ નથી કે, આ ધમકીની પાછળનું કારણ શું છે અને પોસ્ટમાં બંને એક્ટર્સને લઈને શું મેસેજ આપવામાં આવ્યો છે. આ મામલે સત્તાવાર રીતે ફરિયાદ, પોલીસ કાર્યવાહી કે સુરક્ષા વ્યવસ્થાને લઈને કોઈ વિસ્તૃત જાણકારી સામે નથી આવી.

ગોલ્ડી ઢિલ્લોએ આપી ધમકી?
અહેવાલો અનુસાર, ગોલ્ડી ઢિલ્લો હાલ ભારતમાં નથી. તે હાલ સ્પેનમાં છે. ગેંગસ્ટર ગોલ્ડી ઢિલ્લોનું નામ પહેલાં પણ ગુનાહિત પ્રવૃત્તિ અને ગેંગસ્ટર નેટવર્ક સાથે જોડાયેલી ચર્ચાઓમાં સામે આવતું રહ્યું છે. એવું પણ માનવામાં આવે છે કે, ગોલ્ડી ઢિલ્લોનો લોરેન્સ બિશ્નોઇ સાથે કોઈ સંબંધ નથી, આ બંને અલગ છે. એવામાં અમિતાભ અને અભિષેક બચ્ચનને મળેલી કથિત ધમીક બાદ આ મામલે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

અમિતાભ બચ્ચન માટે કડક સુરક્ષા
નોંધનીય છે કે, ગત મહિને મુંબઈમાં ટાઇગર શ્રોફ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક્ટરનો જીવ બચી ગયો હતો પરંતુ, તેમને કોઈ ઈજા નહતી થઈ. ટાઇગર શ્રોફ પર હુમલા બાદ અનેક કલાકારોની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. 2 અઠવાડિયા પહેલાં અમિતાભ બચ્ચને બુલેટપ્રૂફ ગ્લાસ અંદરથી ફેન્સ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમની સુરક્ષાને લઈને કડક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. જોકે, 15 સપ્ટેમ્બરે ફરી એકવાર અમિતાભ બચ્ચન તેમના ઘર 'જલસા'ની બહાર ફેન્સને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેઓ બુલેટપ્રૂફ ગ્લાસ વિના જ જોવા મળ્યા હતા. 'Big-B' ની ફેન્સ સાથે મુલાકાત દરમિયાન તેમના દીકરા અભિષેક બચ્ચન પણ તેમની સાથે જોવા મળ્યા હતા. અભિષેક બચ્ચન સંપૂર્ણ મુલાકાત દરમિયાન એક પળ માટે પણ પિતાથી દૂર નહોતા ગયા.

Tags:
Mumbai police security JalsaAmitabh Bachchan news todayBollywood security newsBishnoi gang Amitabh Bachchan
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026