Akshay Kumar: અક્ષય કુમાર ફરી એકવાર નાના પડદા પર પણ જોવા મળશે. ખેલાડી કુમાર એક રિયાલિટી શૉ સાથે ટીવી પર પાછા ફરી રહ્યો છે . તે એમી એવોર્ડ વિજેતા ટીવી ગેમ શો "વ્હીલ ઓફ ફોર્ચ્યુન' ભારતમાં લાવી રહ્યા છે. અક્ષય કુમાર આ શૉ હોસ્ટ કરશે.
આ શૉ આ ચેનલ પર પ્રસારિત થશે
અમેરિકાનો ટેલિવિઝન ગેમ શો "વ્હીલ ઓફ ફોર્ચ્યુન', જેણે આઠ એમી એવોર્ડ જીત્યા છે, તે હવે ભારતમાં સોની ટીવી અને સોની લિવ પર પ્રસારિત થવા માટે તૈયાર છે. અક્ષય કુમાર આ શોમાં હોસ્ટ તરીકે જોડાશે. સોની ટીવી તરફથી ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી જાહેર કારવમાં આવ્યું હતું, અને પોસ્ટમાં લખ્યું હતું કે "દુનિયાના સૌથી મોટા ટેલિવિઝન ગેમ શૉએ ભારતને નમસ્તે કહ્યું છે.' આ સાથે, નિર્માતાઓએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે અક્ષય કુમાર આ શોને હોસ્ટ કરશે. જોકે, શૉની રિલીઝ ડેટ અને કન્ટેસ્ટન્ટના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.
અક્ષય કુમારે આ ગેમ શો સાથે જોડાવા બદલ ખુશી વ્યક્ત કરી
અભિનેતા અક્ષય કુમારે આ ગેમ શૉ સાથે જોડાવા બદલ ખુશી વ્યક્ત કરી. અભિનેતાએ કહ્યું કે, "વ્હીલ ઓફ ફોર્ચ્યુન' વિશ્વભરના લાખો લોકોનો પ્રિય શો રહ્યો છે. હું અહીં દર્શકો સમક્ષ તેનું ઇંડિયન વર્જન રજૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. પેઢી દર પેઢી શૉની લોકપ્રિયતા અને પહેલિયા ઉકેલવાના રોમાંચને કારણે તે વૈશ્વિક સ્તરે લોકપ્રિય બન્યો છે. મને વિશ્વાસ છે કે ભારતીય દર્શકોને પણ તેનો ભરપૂર આનંદ મણશે.' સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન અને સોની લિવ દ્વારા, "વ્હીલ ઓફ ફોર્ચ્યુન' વિવિધ પ્લેટફોર્મ પર ભારતીય દર્શકો સાથે સારી રીતે જોડાશે.
શૉ દ્વારા અક્ષય ટેલિવિઝન પર પાછો ફરશે
અક્ષય કુમારે અગાઉ "ખતરોં કે ખિલાડી' શૉ ની પહેલી, બીજી અને ચોથી સીઝન હોસ્ટ કરી છે. ચોથી સીઝન 2011 માં પ્રસારિત થઈ હતી. તેણે એક કોમેડી શો પણ કો-હોસ્ટ કર્યો હતો, જે લાંબો સમય ચાલ્યો નહીં. તાજેતરમાં, અક્ષય કરણ જોહર સાથે "પિચ ટુ ગેટ રિચ' માં દેખાયો હતો. હવે, અક્ષય વિશ્વના સૌથી લોકપ્રિય શૉ દ્વારા ટીવી પર પાછો ફરશે.








