એન્ટરટેઇનમેન્ટ

ટાઇગર શ્રોફ પહેલાં આમિર ખાન હતો નિશાના પર? લોરેન્સ ગેંગની ખુલ્લી ધમકી, કહ્યું- ‘શ્વાસ દબાવી દઈશું’

26 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
ટાઇગર શ્રોફ પહેલાં આમિર ખાન હતો નિશાના પર? લોરેન્સ ગેંગની ખુલ્લી ધમકી, કહ્યું- ‘શ્વાસ દબાવી દઈશું’

Aamir Khan Threat: બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર થયેલી ફાયરિંગ મામલે હવે એક નવો વળાંક સામે આવ્યો છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે બોલિવૂડના 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' એટલે કે આમિર ખાનને ખુલ્લી ધમકી આપી છે. ગૌરી સ્પ્રેટ સાથેના ત્રીજા લગ્ન મામલે લોરેન્સ ગેંગે કહ્યું છે કે, 'લવ જેહાદના નામે આ જે અમારી સંસ્કૃતિની વિરુદ્ધ, અમારા દેશમાં આમિર ખાન જેવા લોકો પ્રોત્સાહન આપી રહ્યા છે. અમે આ કૃત્યને જરાય સહન નહીં કરીએ અને તેનો બહુ જલ્દી જવાબ આપીશું.'

એક મહિના સુધી આમિરના ઘરની રેકી કરી
અહેવાલ મુજબ, બિશ્નોઈ ગેંગના શૂટર્સ એક મહિના સુધી મુંબઈમાં હતા. તેઓ આમિર ખાનને નિશાનો બનાવવા માંગતા હતા. તેમણે એક મહિનો મુંબઈમાં રહીને સુપરસ્ટારના ઘરની રેકી કરી હતી. રેકી દરમિયાન આરોપીઓને જાણવા મળ્યું કે, આમિર ખાન મોટાભાગનો સમય કાં તો ફિલ્મોની શૂટિંગ માટે સેટ પર રહેતો હોય છે, કાં તો પોતાના ઘરથી બહાર નીકળતો જ નથી. આમિર ખાનની ઘરની બહાર ન નીકળવાની આ એક ટેવના કારણે તે શૂટર્સના નિશાનથી બચી ગયો.

સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ
ટાઇસન બિશ્નોઈ અને આરઝુ બિશ્નોઈના નામથી બનેલા એક સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લખવામાં આવ્યું છે, 'હું આરઝુ બિશ્નોઈ અને ટાયસન બિશ્નોઈ (લોરેન્સ ગેંગ ગ્રુપ) આ જે અમારી સંસ્કૃતિની વિરુદ્ધ અમારા દેશમાં લવ જેહાદના નામ પર આમિર ખાન જેવા લોકો આને પ્રોત્સાહન આપી રહ્યા છે. અમે આ કૃત્યને સહન નહીં કરીએ અને આનો જવાબ બહુ જલ્દી તેને આપી દેવામાં આવશે. આ વસ્તુ અમારા સનાતન ધર્મમાં અને દેશની વિરુદ્ધ છે. અમારું અમારા ભાઈ-બહેનો અને દેશ વાસીઓને વચન છે કે જે પણ આ ઘટિયા હરકતોને પ્રોત્સાહન આપશે, તેને અમે પોતાની રીતે જવાબ આપીશું. આ જે સ્ટારડમના નામ પર વસ્તુઓને પ્રોત્સાહન આપી રહ્યા છે, તેના અમે શ્વાસ દબાવી દઈશું.'

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી લોરેન્સ ગેંગની કથિત પોસ્ટ.

જુલાઈમાં પણ મળી હતી કથિત ધમકી
જુલાઈ મહિનામાં આમિર ખાનના ગૌરી સ્પ્રેટ સાથેના લગ્ન બાદ પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગે એક્ટરને ધમકી આપી હતી. 'આજ તક'ના રિપોર્ટ અનુસાર, લોરેન્સ ગેંગ તરફથી એક પત્ર અને ઓડિયો નોટ જાહેર કરવામાં આવ્યો હતો. પત્ર આરઝુ બિશ્નોઈ અને ટાયસન બિશ્નોઈના નામથી આપવામાં આવ્યો હતો. પત્રમાં લખવામાં આવ્યું હતું કે, 'જેઓ આપણા દેશની સંસ્કૃતિ વિરુદ્ધ, આપણા દેશમાં લવ જેહાદના નામે આમિર ખાન જેવા લોકોને પ્રોત્સાહન આપી રહ્યા છે, અમે તેમને સહન નહીં કરીએ.' ગેંગ તરફથી લખવામાં આવ્યું છે કે, 'જલદી જ તેનો જવાબ આપવામાં આવશે. આ દેશ અને સંસ્કૃતિ વિરુદ્ધ છે, જે કોઈ પણ તેનું સમર્થન કરશે, તેને જલદી જ ગેંગ તરફથી જવાબ મળશે.'

Tags:
GujaratVandanMumbai Police InvestigationBollywood NewsAamir Khan News 2026Lawrence Bishnoi Gang Alleged Threat
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026