એન્ટરટેઇનમેન્ટ

આમિર ખાનની ભાણી ઝેન મેરી પર મુંબઈ પોલીસની બર્બરતા, વીડિયો જાહેર કરીને શરીર પર વાગેલા ગંભીર ઈજાના નિશાન બતાવ્યા

12 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
આમિર ખાનની ભાણી ઝેન મેરી પર મુંબઈ પોલીસની બર્બરતા, વીડિયો જાહેર કરીને શરીર પર વાગેલા ગંભીર ઈજાના નિશાન બતાવ્યા

Zayn Marie Khan Injury Marks Mumbai Police: બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનની ભાણી અને એક્ટ્રેસ ઝેન મેરી ખાને 8 ઓક્ટોબરે મુંબઈમાં યોજાયેલા CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ પ્રદર્શન દરમિયાન મુંબઈ પોલીસે તેમની અટકાયત કરી હતી. અટકાયતમાંથી મુક્ત થયા બાદ ઝેન મેરીએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો જાહેર કરીને પોલીસ કાર્યવાહી દરમિયાન પોતાના શરીર પર પડેલા ગંભીર ઈજા અને ડાઘના નિશાન બતાવ્યા છે. આ વીડિયોમાં તેમની હાથની આંગળીઓ, બાજુઓ અને સાથળ પર કાળા અને વાદળી રંગના સોજા અને ઈજાના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ વીડિયો શેર કરતા ઝેને મક્કમ અવાજે કહ્યું કે, "અમને એટલા ન ડરાવો કે અંદરનો કોઈ ડર જ બાકી ન રહે."

પોલીસ વેનમાં 2 કલાક સુધી ફેરવ્યા અને કેબ ચાલકોને ધમકાવ્યાનો ગંભીર આક્ષેપ
ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતેથી ઝેન મેરીની સાથે તેમના ભાઈ તથા પ્રખ્યાત અભિનેતા ઇમરાન ખાન અને તેમની ગર્લફ્રેન્ડ લેખા વોશિંગ્ટનની પણ અટકાયત કરવામાં આવી હતી. લેખા વોશિંગ્ટને સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, મુક્ત કર્યા પછી પણ તેમની મુશ્કેલીઓનો અંત આવ્યો નહોતો. તેમણે આરોપ લગાવ્યો કે, મુંબઈ પોલીસ તે કેબ ચાલકોને કથિત રીતે ધમકાવી રહી હતી જેઓ તેમને ઘરે લઈ જવા તૈયાર થયા હતા. બીજી તરફ, ઇમરાન ખાને દાવો કર્યો કે અટકાયત કર્યા બાદ તેમને આશરે બે કલાક સુધી મુંબઈના રસ્તાઓ પર પોલીસ વહાનમાં ફેરવવામાં આવ્યા હતા પરંતુ અટકાયત કરવાનું કોઈ ચોક્કસ કાનૂની કારણ જણાવવામાં આવ્યું નહોતું.

ઇમરાન ખાન વિરુદ્ધ BNSની 5 વિવિધ કલમો હેઠળ કેસ નોંધાયો
મુંબઈ પોલીસે આ ઘટના અંગે કડક કાર્યવાહી કરતા રવિવારે અભિનેતા ઇમરાન ખાન વિરુદ્ધ સત્તાવાર FIR નોંધી છે. BNSની કલમ 223(સરકારી આદેશનું ઉલ્લંઘન), કલમ 126(2) (ગેરકાયદેસર રીતે અટકાવવું), અને કલમ 189(2), 189(3) તથા 189(5) (ગેરકાયદે મંડળી રચવી) હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસ કર્મચારીઓ પોતે જ ફરિયાદ પક્ષ બન્યા છે.

શા માટે થઈ રહ્યું હતું પ્રદર્શન?
કૉકરોચ જનતા પાર્ટીના કાર્યકરો અને સમર્થકો SIR કાર્યક્રમમાં થયેલી કથિત ગડબડો અને ફોર્મ-6 ના દુરુપયોગ સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. મુંબઈ ઉપરાંત દિલ્હીમાં પણ જંતર-મંતર ખાતે 4000થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી.

મંજૂરી વગર પ્રદર્શન કરવાનો પોલીસનો દાવો
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, બોમ્બે હાઈકોર્ટના નિર્દેશ મુજબ કોઈ પણ જાહેર વિરોધ પ્રદર્શન માત્ર આઝાદ મેદાન ખાતે જ યોજી શકાય છે અને ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે સભા યોજવાની કોઈ કાયદેસર પરવાનગી લેવામાં આવી નહોતી. બીજી તરફ CJP નેતાઓનો દાવો છે કે, તેમણે પરવાનગી માટે પોલીસને ઈ-મેલ મોકલ્યો હતો પરંતુ, ઈ-મેલનો કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો. હાલ આ મુદ્દો સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

Tags:
Human RightsLegal ActionSocial Media BuzzViral NewsBollywood Celebrity
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026