એન્ટરટેઇનમેન્ટ

મુંબઈમાં અજય દેવગણના બંગલાનો ભાગ તોડ્યાનો દાવો: નોટિસ છતાં ગેરકાયદે બાંધકામ પર BMCની કાર્યવાહી; પીઆર ટીમ દ્વારા અહેવાલોનું ખંડન

17 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
મુંબઈમાં અજય દેવગણના બંગલાનો ભાગ તોડ્યાનો દાવો: નોટિસ છતાં ગેરકાયદે બાંધકામ પર BMCની કાર્યવાહી; પીઆર ટીમ દ્વારા અહેવાલોનું ખંડન

Ajay Devgn Juhu Bungalow BMC Action Illegal Construction: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બોલિવૂડના ફેમસ એક્ટર અજય દેવગણના જુહુ સ્થિત બંગલામાં કથિત રીતે કોઈ જ મંજૂરી વગર કરવામાં આવેલા બાંધકામ અને આંતરિક ફેરફારો સામે સખત કાર્યવાહી કરવામાં આવી છે. અહેવાલો મુજબ, નગર નિગમે બંગલામાં થયેલા અનધિકૃત ભાગને તોડી પાડ્યો છે. આરોપ લગાવવામાં આવ્યો હતો કે, BMC દ્વારા કામ રોકવા માટે અગાઉ નોટિસ જારી કરવામાં આવી હોવા છતાં સ્થળ પર ગેરકાયદેસર બાંધકામનું કામ અટક્યું નહોતું, જેના પગલે આ પગલું ભરવામાં આવ્યું છે.

અજય દેવગણની પીઆર ટીમ દ્વારા તમામ ખબરોનું સખત ખંડન
આ સમગ્ર વિવાદ અને મીડિયા અહેવાલો વચ્ચે અજય દેવગણના પ્રતિનિધિ પરાગ દેસાઈએ સ્પષ્ટપણે આ ખબરોનું ખંડન કર્યું છે. તેમનું કહેવું છે કે, અજય દેવગણના મુખ્ય નિવાસસ્થાને BMCની કોઈ ટીમ આવી નથી અને આ અહેવાલો સંપૂર્ણપણે પાયાવિહોણા છે. જે પ્રોપર્ટીને લઈને ચર્ચા થઈ રહી છે તે અજય દેવગણની જ છે અને તેમના ઘરથી થોડે દૂર આવેલી છે, જેને હાલમાં ભાડે આપવામાં આવી છે. સંભવ છે કે, તે ભાડાવાળી પ્રોપર્ટીમાં કોઈ અનિયમિતતાઓ સામે આવી હોય, જેના કારણે તંત્રએ કાર્યવાહી કરી હોય.

કથિત આંતરિક ફેરફારો, પાર્ટીશનની દીવાલો અને નોટિસનો મામલો
પ્રાપ્ત માહિતી અનુસાર, અજય દેવગણનો આ બંગલો મુંબઈના જુહુ વિસ્તારની ફેમસ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં અંદાજે 7802 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. એવું કહેવાઈ રહ્યું છે કે, બંગલાની અંદર પાર્ટિશનની દીવાલો, બારીઓ અને અન્ય માળખાકીય ફેરફારો કોઈપણ કાનૂની પરવાનગી વગર કરવામાં આવી રહ્યા હતા. આ મામલે BMCએ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ 354-એ હેઠળ નોટિસ ફારી કરીને તાત્કાલિક કામ અટકાવવા અને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા આદેશ આપ્યો હતો.

બંગલાને કોમર્શિયલ ઉપયોગ માટે લીઝ પર આપવાને લઈને સ્થાનિક વિરોધ
આ વિવાદની પાછળનું મુખ્ય કારણ બંગલાનો વ્યવસાયિક ઉપયોગ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. દેવગણ પરિવારે ૧૦ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ આ બંગલો ‘ફ્લોરિયન હુરેલ સલૂન્સ પ્રાઈવેટ લિમિટેડ'ને 5 વર્ષ માટે લીઝ પર આપ્યો હતો. જેની કિંમત આશરે 10 કરોડ 61 લાખમાં થઈ હતી. આ જગ્યા પર સેલૂન અને સ્પા ખોલવાની યોજના હતી, જેના કારણે સોસાયટીના રહેવાસીઓએ ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા સર્જાવાની આશંકાએ વિરોધ નોંધાવ્યો હતો. સોસાયટીએ જરૂરી મંજૂરીઓ ન મળવા પર 8 સપ્ટેમ્બરે BMCમાં ફરિયાદ કરી હતી.

અજય દેવગણનું શાનદાર ફિલ્મી કરિયર અને બિઝનેસ સામ્રાજ્ય
વ્યક્તિગત પ્રોપર્ટી વિવાદો વચ્ચે અજય દેવગણ પોતાની તાજેતરની ફિલ્મ 'દૃશ્યમ-3'ની અપાર સફળતાને કારણે પણ ચર્ચામાં છે. 2 ઓક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરીને વર્ષ 2026ની બીજી સૌથી મોટી કમાણી કરનાર ફિલ્મનું સ્થાન મેળવ્યું છે. સિનેમા જગતમાં 35 વર્ષથી સફળ સફર ખેડનાર અજય દેવગણ માત્ર એક અભિનેતા જ નહીં, પરંતુ 'અજય દેવગણ ફિલ્મ્સ' પ્રોડક્શન હાઉસ, ભારતના પ્રથમ VFX સ્ટુડિયો અને NY સિનેમા થિયેટર ચેઈન (65થી વધુ સ્ક્રીન્સ) ના સફળ ઉદ્યોગપતિ પણ છે.

Tags:
#IndiaNews#MumbaiNews#Juhu#જુહૂ#NYVFX
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026