એન્ટરટેઇનમેન્ટ

હોલિવૂડમાંથી દુઃખદ સમાચાર! 'બ્રેકિંગ બેડ'ના RJ Mitteનું 34 વર્ષની વયે નિધન

13 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
હોલિવૂડમાંથી દુઃખદ સમાચાર! 'બ્રેકિંગ બેડ'ના RJ Mitteનું 34 વર્ષની વયે નિધન

RJ Mitte Death News: હોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. લોકપ્રિય ટીવી સીરિઝ ‘બ્રેકિંગ બેડ’માં વોલ્ટર વ્હાઇટ જુનિયર એટલે કે ફ્લિનનું પાત્ર ભજવનાર અભિનેતા આરજે મિટ્ટી (RJ Mitte)નું 34 વર્ષની વયે નિધન થયું છે. સીરિઝમાં તેમના અભિનયને કારણે તેમને દુનિયાભરમાં ઓળખ મળી હતી. ટેક્સાસના બ્રાઉન્સવિલેમાં તેમનું નિધન થયું હતું અને મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

ટેક્સાસના બ્રાઉન્સવિલેમાં નિધન
આરજે મિટ્ટીનું નિધન ટેક્સાસના બ્રાઉન્સવિલે શહેરમાં થયું હતું. તેમનું મૃત્યુ કયા સંજોગોમાં થયું તે અંગે સ્પષ્ટ માહિતી સામે આવી નથી. સ્થાનિક પોલીસ દ્વારા મામલાની તપાસ હજુ ચાલુ છે. આરજે મિટ્ટીને જન્મથી સેરેબ્રલ પાલ્સી હતી. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન દિવ્યાંગ લોકોના અધિકારો અને તેમની સામેના સામાજિક પડકારો અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું હતું.

મેનેજરે શોક વ્યક્ત કર્યો
દિવંગત અભિનેતાના મેનેજર શૉન રિલેએ તેમના નિધનની જાણકારી આપતા જણાવ્યું કે, આરજે મિટ્ટી માત્ર અભિનેતા જ નહીં, પરંતુ સમાજસેવક અને દિવ્યાંગોના અધિકારો માટે અવાજ ઉઠાવનાર વ્યક્તિ પણ હતા. તેમના નિધનના સમાચારથી ચાહકો અને મનોરંજન જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.

‘બ્રેકિંગ બેડ’થી મળી હતી વૈશ્વિક ઓળખ
આરજે મિટ્ટીએ વર્ષ 2008માં શરૂ થયેલી લોકપ્રિય ટીવી સીરિઝ ‘બ્રેકિંગ બેડ’માં વોલ્ટર વ્હાઇટ જુનિયરનું પાત્ર ભજવ્યું હતું. આ સીરિઝ 2013 સુધી ચાલી હતી અને વિશ્વભરમાં લોકપ્રિય બની હતી. સીરિઝમાં તેમનું પાત્ર મુખ્ય પાત્ર વોલ્ટર વ્હાઇટના પુત્ર ફ્લિન તરીકે ઓળખાતું હતું. આરજે મિટ્ટીએ પોતાના અંગત અનુભવોને અભિનયમાં વણી લઈને સેરેબ્રલ પાલ્સી ધરાવતા લોકોના જીવન અને પડકારો અંગે જાગૃતિ ફેલાવવામાં યોગદાન આપ્યું હતું.

દિવ્યાંગોના અધિકારો માટે પણ કર્યું કામ
અભિનય ઉપરાંત આરજે મિટ્ટી સામાજિક કાર્યોમાં પણ સક્રિય હતા. તેઓ નોન-પ્રોફિટ હોસ્પિટલ નેટવર્ક ‘શ્રાઇનર્સ ચિલ્ડ્રન’ના બ્રાન્ડ એમ્બેસેડર રહ્યા હતા અને ‘મિટ્ટી ફાઉન્ડેશન’ના પ્રમુખ તરીકે પણ જોડાયેલા હતા. તેમણે દિવ્યાંગ લોકોના અધિકારો, સમાન તકો અને સમાજમાં સ્વીકાર વધારવા માટે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કર્યા હતા.

Tags:
Trending Newsગુજરાતી સમાચારબોલિવૂડ સમાચારentertainmentRJ Mitte cause of death
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026