દેશ-વિદેશ

લોકસભામાં મહાસંગ્રામ: રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવા ભાજપનો 'માસ્ટર પ્લાન'

12 ફેબ્રુઆરી, 2026•
GVGujaratvandan team
લોકસભામાં મહાસંગ્રામ: રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવા ભાજપનો 'માસ્ટર પ્લાન'

Notice against Rahul Gandhi: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપે આક્રમક રણનીતિ અપનાવી છે. ભાજપના ઝારખંડના ગોડ્ડાથી સાંસદ નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને રાહુલ ગાંધી સામે 'સબસ્ટેન્ટિવ મોશન' લાવવા અંગે નોટિસ પાઠવી છે. દુબેનો આરોપ છે કે રાહુલ ગાંધી દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને તેમના સંબંધો ભારત વિરોધી તત્વો સાથે છે.

નિશિકાંત દુબેના આક્ષેપો
નોટિસ આપ્યા બાદ નિશિકાંત દુબેએ મીડિયાને જણાવ્યું કે રાહુલ ગાંધીની કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સાંઠગાંઠ છે. તેમણે જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન, ફોર્ડ ફાઉન્ડેશન અને USAID જેવી સંસ્થાઓના નામ ઉલ્લેખતા દાવો કર્યો કે આ માધ્યમોથી ભારત વિરોધી એજન્ડા ચલાવવામાં આવી રહ્યો છે. દુબેએ રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસો પર પણ સવાલો ઉઠાવ્યા. તેમના મુજબ, ગાંધી થાઈલેન્ડ, કંબોડિયા, વિયેતનામ અને અમેરિકા જેવી જગ્યાઓએ જઈ ભારત વિરોધી શક્તિઓ સાથે સંપર્કમાં રહે છે. દુબેએ માંગણી કરી છે કે રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ કરવામાં આવે અને તેમના પર ચૂંટણી લડવા માટે આજીવન પ્રતિબંધ મૂકવામાં આવે.

રાજકીય ઘર્ષણનું કારણ
બજેટ સત્ર દરમિયાન રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર આક્રમક પ્રહારો કરી રહ્યા છે. ખાસ કરીને ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે તેમણે સરકાર પર 'દેશ વેચી દેવાનો' ગંભીર આરોપ લગાવ્યો હતો. આ નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ટકરાવ વધુ તેજ બન્યો છે.

શું છે 'સબસ્ટેન્ટિવ મોશન'?
સંસદીય પ્રક્રિયામાં 'સબસ્ટેન્ટિવ મોશન' એક સ્વતંત્ર અને ગંભીર પ્રસ્તાવ ગણાય છે. તેનો ઉપયોગ મહત્ત્વપૂર્ણ અને ગંભીર મુદ્દાઓ માટે થાય છે, જેમ કે રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ, મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની કાર્યવાહી અથવા કોઈ સાંસદનું સભ્યપદ રદ કરવાનો પ્રસ્તાવ. આ મોશન સ્વીકારવો કે નહીં તે અંગેનો અંતિમ નિર્ણય લોકસભા સ્પીકર લે છે. જો સ્પીકર મંજૂરી આપે, તો ગૃહમાં ચર્ચા અને મતદાન થઈ શકે છે. સંખ્યાબળને જોતા ભાજપ પાસે ગૃહમાં બહુમતી છે, પરંતુ અંતિમ પરિણામ પ્રક્રિયા અને ચર્ચા પર નિર્ભર રહેશે.

શા માટે 'સબસ્ટેન્ટિવ મોશન'?
નિશિકાંત દુબે માત્ર સસ્પેન્શન સુધી મર્યાદિત રહેવા માંગતા નથી, પરંતુ તેઓ કાયમી રીતે સભ્યપદ રદ કરી આજીવન પ્રતિબંધની માંગ કરી રહ્યા છે. પ્રિવિલેજ મોશનમાં આવી કડક જોગવાઈઓ મુશ્કેલ હોવાથી તેમણે વધુ અસરકારક ગણાતા 'સબસ્ટેન્ટિવ મોશન'નો માર્ગ અપનાવ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમે સંસદની અંદર રાજકીય તણાવ વધુ વધાર્યો છે. હવે નજર લોકસભા સ્પીકરના નિર્ણય અને ગૃહની આગામી કાર્યવાહી પર રહેશે.

Tags:
Votebank Politicsવોટબેંક રાજકારણGovernmentસરકારIndia
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026