દેશ-વિદેશ

'અમને સન્માનજનક બેઠકો જોઈએ, ત્રણ ડિજિટથી ઓછી મંજૂર નહીં...', સપાને કોંગ્રેસનું અલ્ટીમેટમ

25 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
'અમને સન્માનજનક બેઠકો જોઈએ, ત્રણ ડિજિટથી ઓછી મંજૂર નહીં...', સપાને કોંગ્રેસનું અલ્ટીમેટમ

UP Election Update: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલાં સીટ શેરિંગને લઈને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. સપાએ પાંચ બેઠકો પર ઉમેદવાર ઉતારી દીધા છે. જેને લઈને કોંગ્રેસમાં નારાજગી છે. કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદ આનાથી નારાજ છે. વળી, હવે આ મામલે કોંગ્રેસ સાંસદ રાજેન્દ્ર પાલ ગૌતમનું પણ નિવેદન સામે આવ્યું છે.

સન્માનજનક બેઠકોની આશા
એક મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, સમાજવાદી પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કરવામાં ઉતાવળ કરી દીધી છે. હજુ વાતચીત ચાલી રહી હતી અને સપાએ યાદી જાહેર કરી દીધી. અમે સન્માનજનક બેઠકો ઇચ્છીએ છીએ અને ત્રણ ડિજિટથી ઓછી બેઠક મંજૂર નથી. ઇમરાન મસૂદની નારાજગીને લઈને તેમણે કહ્યું કે, તેમની નારાજગી તેમની જગ્યાએ છે. તેઓ સહારનપુરથી સાંસદ છે. જોકે, ફક્ત ઇમરાન મસૂદ જ નહીં, પરંતુ તમામને મર્યાદામાં રહેવું જોઈએ.

સપાના નિર્ણયથી કોંગ્રેસમાં નારાજગી
નોંધનીય છે કે, સમાજવાદી પાર્ટી તરફથી ઉત્તર પ્રદેશની ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કર્યા બાદ કોંગ્રેસ નેતાઓની નારાજગી વધી રહી છે. કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદ બાદ હવે અન્ય એક કોંગ્રેસી સાંસદની નારાજગી સામે આવી છે. રાકેશ રોઠોડે કહ્યું કે, 'અમને ગઠબંધનને લઈને કંઇ પૂછવામાં નથી આવી રહ્યું.'

ઇમરાન મસૂદ નારાજ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સહારનપુર જિલ્લાની બેહટ અને સહારનપુર દેહાત આ બંને વિધાનસભા બેઠક પર સમાજવાદી પાર્ટીની જાહેરાતથી કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદ નારાજ છે. તેમણે આ બે બેઠકો પર કોંગ્રેસની દાવેદારી કરી હતી.

ભીખ નથી માંગી રહ્યા: મસૂદ
મળતી માહિતી મુજબ, કોંગ્રેસે 130 બેઠકોની યાદી સપાને સોંપી હતી. જોકે, સપા તરફથી 26 બેઠકોની ઓફરની ચર્ચા થઈ રહી છે. જેને લઈને ઇમરાન મસૂદે કહ્યું કે, 'અમે સમાજવાદી પાર્ટી પાસે ભીખ નથી માંગી રહ્યા.'

વાતચીતનું નથી આવી રહ્યું પરિણામ
નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સીટ શેરિંગને લઈને સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેની વાતચીત હજુ સુધી કોઈ પરિણામ પર નથી પહોંચી. પરંતુ, વાતચીત વચ્ચે સપાએ પાંચ બેઠકો પર ઉમેદવારની જાહેરાત કરી છે. સપાના આ નિર્ણયે કોંગ્રેસને પણ ચોંકાવી દીધા છે. ચોંકાવનારી વાત એ છે કે, આ લિસ્ટમાં એ બે બેઠકો-બેહટ અને સહારનપુર સામેલ છે, જેના પર કોંગ્રેસ દાવો કરી રહી હતી.

Tags:
national political news Gujarati todayUP politics alliance news todayUP assembly elections Congress Samajwadi Party seat sharing dispute#Congress #SamajwadiParty #UPPolitics #SeatSharing #UPElections #AkhileshYadav #RahulGandhi #GujaratNews #BreakingNews #GujaratiNews we want respectable seats nothing less than three digits Congress ultimatum to SP
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026