દેશ-વિદેશ

'મોદી, શાહ અને જ્ઞાનેશને ઘેરી લીધા છે...' પરીસિમનને લઈને રાહુલ ગાંધીના પ્રહાર

28 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
'મોદી, શાહ અને જ્ઞાનેશને ઘેરી લીધા છે...' પરીસિમનને લઈને રાહુલ ગાંધીના પ્રહાર

Rahul Gandhi on Delimitation Bill: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી એ આજે શનિવારે (28 નવેમ્બર) નવી દિલ્હી સ્થિત AICC મુખ્યાલય ખાતે કોંગ્રેસ પક્ષ વતી પ્રેસ બ્રીફિંગ યોજીને કેન્દ્ર સરકાર પર સીધા પ્રહારો કર્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ સીમાંકન (Delimitation), મહિલા અનામત અને ચૂંટણી પ્રક્રિયાને લઈને સરકાર પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, "એ વિચાર કે તેઓ જ્યારે ઈચ્છે અને જ્યાં ઈચ્છે ચૂંટણીમાં ગેરરીતિ કરી શકે છે, તે હવે જૂનો થઈ ગયો છે. તેઓ હજુ પણ ગેરરીતિ કરી શકે છે, પરંતુ ભારત જાણે છે કે તેઓ આવું કરી રહ્યા છે."

લોકસભાની 850 બેઠકો અને સીમાંકન પર ઉઠાવ્યા સવાલ
સીમાંકનના મુદ્દે સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકાર માને છે કે લોકસભામાં 543 ના બદલે 850 સભ્યો હોવા જોઈએ અને તેના માટે તેઓ મહિલા અનામતનું બહાનું આગળ ધરે છે. મહિલા અનામત બિલ તો પહેલાથી જ પાસ થઈ ચૂક્યું છે અને તેને આવતીકાલે જ લાગુ કરી શકાય છે, તો સવાલ એ છે કે 850 બેઠકો જ શા માટે?

ભારતનો ચૂંટણી નકશો બદલવાનો આક્ષેપ
તેમણે વધુમાં ઉમેર્યું કે, આનો જવાબ આસામ અને જમ્મુ-કાશ્મીરમાં છુપાયેલો છે, કારણ કે જ્યારે તમારી પાસે 850 બેઠકો હોય, ત્યારે તમે ભારતના ચૂંટણી નકશામાં મોટા પાયે ફેરફાર કરી શકો છો અને તેને સંપૂર્ણપણે ફરીથી તૈયાર કરી શકો છો.

'વોટ ચોરી' અને 2024 ની ચૂંટણી અંગે ગંભીર દાવા
પ્રેસ બ્રીફિંગ દરમિયાન રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને સરકારના પદાધિકારીઓ પર નિશાન સાધતા કહ્યું કે, તેમના પોલિંગ ડેટા મુજબ ભારતના 80% લોકો અને લગભગ 100% Gen Z નું માનવું છે કે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જ્ઞાનેશ કુમાર ચૂંટણી ચોરે છે અને હવે તેઓ બચવા માટે એક નવી યોજના લઈને આવ્યા છે. ખુદ ચૂંટણી પંચ (EC) એ કહ્યું છે કે, 2024 માં 14 કરોડ એવા લોકોએ મતદાન કર્યું, જેમને મત આપવો જોઈતો ન હતો કારણ કે તેઓ તેના માટે યોગ્ય ન હતા. તેમના મતે ખુદ ચૂંટણી પંચના જણાવ્યા મુજબ 2024 ની ચૂંટણી અવૈધ હતી.

જ્ઞાનેશ કુમાર અંગે ખુલાસાની ચેતવણી
કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે, જમ્મુ-કાશ્મીરમાં બેઠકોનું પુનઃનિર્ધારણ (Redrawing) કરાયું, બિહારમાં મતદારોના નામ હટાવવામાં આવ્યા, આસામમાં ભાજપના ફાયદા માટે સમગ્ર રાજ્યની સંરચના બદલી નાખવામાં આવી અને પશ્ચિમ બંગાળમાં 100 થી વધુ બેઠકો ચોરી લેવામાં આવી. પરંતુ, અમે મોદી, શાહ અને જ્ઞાનેશને ઘેરી લીધા છે. જ્ઞાનેશ કુમાર વિશે મારી પાસે ઘણી માહિતી છે, જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Tags:
national politics news Gujarati todayRahul Gandhi vote chori delimitation allegation newsRahul Gandhi press conference November 28 2026 850 Lok Sabha seats CEC Gyanesh Kumarwe have trapped Modi Shah and Gyanesh Rahul Gandhi slams government over delimitation bill#GujaratiNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026