દેશ-વિદેશ

શશિ થરૂરની બેવડી નીતિથી કોંગ્રેસમાં નારાજગી: PM મોદીના કાર્યક્રમમાં હાજર રહ્યા, પરંતુ પાર્ટીની વ્યૂહાત્મક બેઠકોમાંથી દૂર રહ્યા

1 ડિસેમ્બર, 2025•
GVGujaratvandan team
શશિ થરૂરની બેવડી નીતિથી કોંગ્રેસમાં નારાજગી: PM મોદીના કાર્યક્રમમાં હાજર રહ્યા, પરંતુ પાર્ટીની વ્યૂહાત્મક બેઠકોમાંથી દૂર રહ્યા

Veteran leader Shashi Tharoor: કાંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભાના સભ્ય શશિ થરૂર છેલ્લા કેટલાક સમયમાં પાર્ટીથી અંતર જાળવી રહ્યા હોવાની અટકળો ફરીથી તીવ્ર બની છે. થરૂર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની કેટલીક નીતિઓની ખુલ્લેઆમ પ્રશંસા કરવી અને સાથે સાથે મહત્વપૂર્ણ આંતરિક બેઠકોથી ગેરહાજર રહેવું, આ બંને મુદ્દાઓ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો કેન્દ્ર બન્યા છે. ખાસ કરીને, તેઓ તાજેતરમાં જ વડાપ્રધાન મોદીના એક કાર્યક્રમમાં હાજર રહ્યા, પરંતુ તેના બીજા જ દિવસે બોલાવવામાં આવેલી કોંગ્રેસની વ્યૂહાત્મક બેઠકમાં ગેરહાજર રહ્યા હતા, જેને કારણે પ્રશ્નો વધુ ઘેરા બન્યા છે.

બેઠકોમાં ગેરહાજરીને કારણે ઉઠેલા પ્રશ્નો
તાજા ઘટનાક્રમની વાત કરીએ તો, કોંગ્રેસ દ્વારા SIR (મતદાર યાદી સુધારણા)ના વિરોધ માટે વ્યૂહરચના ઘડવા બોલાવવામાં આવેલી બેઠકમાં થરૂર આરોગ્ય સંબંધિત કારણોસર હાજર રહી શક્યા નહોતા. ત્યાર બાદ, સંસદના શિયાળુ સત્રને ધ્યાનમાં રાખીને આયોજિત બીજી મહત્વપૂર્ણ બેઠકમાં પણ તેઓ ગેરહાજર રહ્યા. આ ગેરહાજરીને વધારે વિવાદાસ્પદ એ બનાવે છે કે બેઠકના એક દિવસ અગાઉ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહેલા એક જાહેર કાર્યક્રમમાં હાજર રહી ચૂક્યા હતા અને સોશ્યલ મીડિયામાં PMના ભાષણની પ્રશંસા પણ કરી હતી.

દિલ્હી સ્થિત બેઠકમાં પહોચી શક્યા નહોતા
થરૂરનાં આ વર્તન અંગે પાર્ટીના અનેક નેતાઓએ ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો છે. જોકે, થરૂરે પોતાની સામેના આરોપોને નકારી કાઢતા જણાવ્યું છે કે તેઓ તે સમયે કેરળમાં પોતાની 90 વર્ષીય માતાની સંભાળ રાખવા માટે હાજર હતા અને એ કારણે દિલ્હી સ્થિત બેઠકમાં પહોચી શક્યા નહોતા. ઉલ્લેખનીય છે કે, આ જ બેઠકમાંથી કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલ પણ સ્થાનિક ચૂંટણી પ્રચારને કારણે ગેરહાજર રહ્યા હતા.

PM મોદીનાં ભાષણ અંગે થયેલી પ્રશંસાની ચર્ચા
થરૂરે મોદીનાં ભાષણની પ્રશંસા કર્યા બાદ કોંગ્રેસની અંદર નારાજગી વધુ ઉગ્ર બનતી જોવા મળી છે. કોંગ્રેસના સીનિયર પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, 'PMના ભાષણમાં ખાસ કંઇ પ્રશંસનીય નહોતું, છતાં થરૂરે તેને સરાહ્યું. કોંગ્રેસ પર થયેલી ટીકા તેમને કેવી રીતે ગમી એ સમજાતું નથી.' એક અન્ય નેતાએ તો કટાક્ષ કર્યો કે જો ભાજપની નીતિઓ તેમને આટલી જ ગમે છે, તો તેઓ હજુ કોંગ્રેસમાં શા માટે છે?

ભાજપમાં સામેલ થવાનું વિચારી રહ્યા છે?
સોશિયલ મીડિયામાં પણ થરૂરના અભિગમને લઈને તેજ ચર્ચાઓ શરૂ થઈ છે. ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે શું તેઓ નજીકના ભવિષ્યમાં ભાજપમાં સામેલ થવાનું વિચારી રહ્યા છે? ખાસ કરીને તે ભાષણ, જેના વખાણ થરૂરે કર્યા, તે જ ભાષણમાં વડાપ્રધાન મોદીએ 'ગુલામીની માનસિકતા'નો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર સીધી ટીકા કરી હતી, જેને કારણે વિવાદ વધુ તીવ્ર બન્યો છે.

ભવિષ્યની રાજકીય દિશા અંગે અટકળો
થરૂરનું વર્તમાન રાજકીય વર્તન માત્ર ચર્ચાનો મુદ્દો નથી, પરંતુ તેમની ભવિષ્યની રાજકીય દિશા અંગે નવા પ્રશ્નો પણ ઉભા કરી રહ્યું છે. કોંગ્રેસ સાથે તેમના સંબંધો કેટલા મજબૂત છે અને તેઓ આગળ પણ પાર્ટીમાં સક્રિય ભૂમિકા નિભાવશે કે નહીં, આ બાબતો આગામી સમયમાં જ સ્પષ્ટ થશે. પરંતુ હાલની પરિસ્થિતિએ એક વાત ચોક્કસ કરી છે કે કાંગ્રેસની અંદર તેમનાને લઈને સર્જાયેલા મતભેદો અને રાજકીય અસમંજસો ટૂંક સમયમાં ગાયબ તો થવાના નથી.

Tags:
રાજકારણPMમોદીકોંગ્રેસશશિથરૂરControversy
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026