દેશ-વિદેશ

અમેરિકાએ પહેલીવાર સ્વીકાર્યું- સ્પેસમાં હથિયારો તૈનાત! કયા હથિયારો અને ક્યારે મોકલ્યા તે હજુ ગુપ્ત, શું શરૂ થશે અંતરિક્ષ યુદ્ધ?

15 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
અમેરિકાએ પહેલીવાર સ્વીકાર્યું- સ્પેસમાં હથિયારો તૈનાત! કયા હથિયારો અને ક્યારે મોકલ્યા તે હજુ ગુપ્ત, શું શરૂ થશે અંતરિક્ષ યુદ્ધ?

US Space Weapons Deployment: અમેરિકાએ પહેલીવાર સ્વીકાર્યું છે કે તેણે અંતરિક્ષમાં હથિયારો તૈનાત કર્યા છે. અમેરિકી વાયુસેનાના પ્રમુખ ટ્રોય મિન્કે સોમવારે આ માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ, અમેરિકાની પાસે ઓર્બિટમાં એવી ક્ષમતાવાળી હથિયાર પ્રણાલીઓ છે, જેનો જરૂર પડ્યે અમેરિકી સૈનિકો અને અંતરિક્ષ સિસ્ટમને દુશ્મનના હુમલાથી બચાવવા માટે ઉપયોગ થઈ શકે છે. જોકે, આ હથિયારો કયા પ્રકારના છે, તેમની સંખ્યા કેટલી છે અને તેમને ક્યારે અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા હતા તેની માહિતી હજુ ગુપ્ત રાખવામાં આવી છે.

અમેરિકાના ખુલાસાથી અંતરિક્ષમાં હથિયારોની દોડની આશંકા
અમેરિકાનો આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે રશિયા અને ચીન સાથે તેની અંતરિક્ષમાં સૈન્ય ક્ષમતા વધારવાની સ્પર્ધા અંગે સતત ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં ભારતમાં યોજાયેલી BRICS સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ હાજર રહ્યા હતા. અમેરિકાના આ પગલાથી અંતરિક્ષમાં હથિયારોની દોડ વધુ તેજ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજના યુદ્ધમાં સેટેલાઇટ અત્યંત મહત્વપૂર્ણ બની ગયા છે. સેનાઓ તેનો ઉપયોગ સંચાર, નેવિગેશન, ગુપ્ત માહિતી એકત્ર કરવા અને મિસાઇલો પર નજર રાખવા માટે કરે છે. તેથી હવે મોટી લશ્કરી શક્તિઓ સેટેલાઇટ બનાવવાની સાથે તેમને હુમલાથી બચાવવા અને જરૂર પડે ત્યારે વિરોધી દેશની અંતરિક્ષ સિસ્ટમને નિષ્ક્રિય કરવાની ક્ષમતા વિકસાવવા પર પણ ધ્યાન આપી રહી છે.

નિષ્ણાતોને ડર- રશિયા અને ચીન પણ વધારી શકે છે ક્ષમતા
અમેરિકાના આ ખુલાસા બાદ રશિયા અને ચીન પણ પોતાની અંતરિક્ષ સૈન્ય ક્ષમતા વધારવાનું કારણ મેળવી શકે છે. નિષ્ણાતોના મતે, એક દેશ પોતાની સુરક્ષા માટે હથિયાર અથવા નવી ટેકનોલોજી વિકસાવે તો બીજો દેશ તેને ખતરો માનીને પોતાની ક્ષમતા વધારી શકે છે. આ રીતે એક દેશની તૈયારી બીજા દેશને વધુ સૈન્ય તૈયારી તરફ ધકેલી શકે છે અને અંતરિક્ષમાં હથિયારોની સ્પર્ધા વધી શકે છે.

અમેરિકાનો દાવો- રશિયા અંતરિક્ષને પણ યુદ્ધક્ષેત્ર માને છે
અમેરિકી સ્પેસ ફોર્સના જણાવ્યા મુજબ, રશિયા અંતરિક્ષને ભવિષ્યના યુદ્ધનો મહત્વપૂર્ણ ભાગ માને છે. અમેરિકી અધિકારીઓએ રશિયાના કેટલાક સેટેલાઇટ અને અંતરિક્ષ ટેકનોલોજીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમના મતે, રશિયા એવી ક્ષમતાઓ વિકસાવી રહ્યું છે જેનાથી જરૂર પડ્યે અન્ય દેશોના સેટેલાઇટને નુકસાન પહોંચાડી શકાય અને પોતાના સેટેલાઇટનું રક્ષણ કરી શકાય. અમેરિકાને રશિયા દ્વારા અંતરિક્ષમાં પરમાણુ હથિયારો રાખવાની સંભવિત તૈયારી અંગે પણ ચિંતા છે. અમેરિકી અધિકારીઓને આશંકા છે કે રશિયા એવી ક્ષમતા વિકસાવી શકે છે જે એકસાથે મોટી સંખ્યામાં સેટેલાઇટને નુકસાન પહોંચાડી શકે. જોકે, રશિયાએ અંતરિક્ષમાં પરમાણુ હથિયારો વિકસાવવાના અમેરિકી આરોપોને નકારી કાઢ્યા છે.

ચીન પણ અંતરિક્ષમાં ઝડપથી વધારી રહ્યું છે પોતાની તાકાત
અમેરિકાનું કહેવું છે, કે ચીન પણ પોતાની સૈન્ય આધુનિકીકરણ યોજનાના ભાગરૂપે અંતરિક્ષમાં ક્ષમતા વધારી રહ્યું છે. ચીન એવી ટેકનોલોજી વિકસાવી રહ્યું હોવાનો અમેરિકાનો દાવો છે, જેનો ઉપયોગ અવકાશમાં રહેલા સેટેલાઇટ અને અન્ય સિસ્ટમને પ્રભાવિત કરવા માટે થઈ શકે છે. અમેરિકા ચીનની વધતી સૈન્ય અને અંતરિક્ષ ક્ષમતાને પોતાના માટે મોટો પડકાર માને છે. અમેરિકી અધિકારીઓએ ચીનની હાઇપરસોનિક મિસાઇલો અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. આ જ માહોલમાં અમેરિકાએ અંતરિક્ષમાં હથિયારો તૈનાત કર્યાની જાહેરાત કરી છે. જોકે, હથિયારોની ચોક્કસ ક્ષમતા અને સંખ્યા અંગે હજુ કોઈ વિગત જાહેર કરવામાં આવી નથી.

અંતરિક્ષમાં યુદ્ધ થયું તો પૃથ્વી પર પણ થશે અસર
જો અમેરિકા, રશિયા કે ચીન વચ્ચે અંતરિક્ષમાં સૈન્ય સંઘર્ષ થાય તો તેની અસર માત્ર સેનાઓ અને સેટેલાઇટ સુધી મર્યાદિત નહીં રહે. હવામાનની માહિતી, નેવિગેશન, સંચાર અને કુદરતી આફતો પર નજર રાખવા જેવી અનેક સેવાઓ સેટેલાઇટ પર આધારિત છે. GPS જેવી સેવાઓનો ઉપયોગ વિમાન, જહાજ અને ટ્રકને માર્ગદર્શન આપવા માટે થાય છે. બેંકિંગ અને અન્ય નાણાકીય વ્યવહારોમાં પણ ચોક્કસ સમય અને સંચાર સંબંધિત સેવાઓ માટે સેટેલાઇટ આધારિત સિસ્ટમ મહત્વપૂર્ણ છે. મોટી સંખ્યામાં સેટેલાઇટને નુકસાન પહોંચે તો મોબાઇલ અને સંચાર નેટવર્ક, નેવિગેશન તથા હવામાનની માહિતી સહિતની સેવાઓને અસર થઈ શકે છે.

1967ની આઉટર સ્પેસ ટ્રીટીની પણ થશે ચર્ચા
અમેરિકાના ખુલાસા વચ્ચે 1967ની આઉટર સ્પેસ ટ્રીટી પણ ફરી ચર્ચામાં આવી છે. અમેરિકા, સોવિયત સંઘ અને અન્ય દેશોએ લગભગ 60 વર્ષ પહેલાં આ સંધિ કરી હતી. તેનો હેતુ અંતરિક્ષને પરમાણુ હથિયારો અને સામૂહિક વિનાશના અન્ય હથિયારોની તૈનાતીથી મુક્ત રાખવાનો હતો. સંધિ હેઠળ પૃથ્વીની કક્ષામાં પરમાણુ હથિયારો અથવા અન્ય સામૂહિક વિનાશના હથિયારો રાખવા પર પ્રતિબંધ છે. જોકે, તમામ પ્રકારના પરંપરાગત હથિયારોને અંતરિક્ષમાં તૈનાત કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ નથી. તેથી અમેરિકાના વર્તમાન નિવેદન પરથી સીધું એવું કહી શકાય નહીં કે તેણે સંધિનું ઉલ્લંઘન કર્યું છે. અમેરિકાએ જેને ‘સ્પેસ કંટ્રોલ વેપન્સ’ તરીકે ઓળખાવ્યા છે તે કઈ શ્રેણીના હથિયારો છે તે સ્પષ્ટ થયા બાદ જ તેમની કાનૂની સ્થિતિ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.

ટ્રમ્પના કાર્યકાળમાં અંતરિક્ષ પર વધુ ફોકસ
ટ્રમ્પના કાર્યકાળમાં અમેરિકાએ અંતરિક્ષને રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી વધુ મહત્વ આપ્યું છે. ટ્રમ્પ અમેરિકાની અંતરિક્ષ ક્ષમતા વધારવા અને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ મજબૂત કરવા પર ભાર મૂકી રહ્યા છે. તેમની ‘ગોલ્ડન ડોમ’ મિસાઇલ ડિફેન્સ યોજના પણ આ જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. મિન્કેએ સોમવારે જણાવ્યું હતું કે અમેરિકા અંતરિક્ષમાંથી મિસાઇલોને રોકી શકે તેવી સિસ્ટમ પર પણ ઝડપથી કામ કરી રહ્યું છે. તેમના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમમાં શરૂઆતના કોન્ટ્રાક્ટથી લઈને ઉડાન માટે તૈયાર હાર્ડવેર સુધીની પ્રક્રિયા એક વર્ષથી ઓછા સમયમાં આગળ વધી છે. જો, કે આ સિસ્ટમ કેવી રીતે કામ કરશે અને તેની સંપૂર્ણ ક્ષમતા શું હશે તેની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી.

Tags:
Space TechnologyInternational RelationsBreaking NewsGeopoliticsMilitary Space
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026