દેશ-વિદેશ

ટ્રમ્પનો માસ્ટરપ્લાન: ઈરાન સામે ડાર્ક ઈગલ મિસાઈલ અને નૌસેનાના જહાજો સજ્જ

1 મે, 2026•
GVGujaratvandan team
ટ્રમ્પનો માસ્ટરપ્લાન: ઈરાન સામે ડાર્ક ઈગલ મિસાઈલ અને નૌસેનાના જહાજો સજ્જ

US deploys navy to middle east: યુનાઇટેડ સ્ટેટ્સ સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરીને ચાલી રહેલા ઓપરેશન અંગે માહિતી આપી છે. અહેવાલ મુજબ અમેરિકા મધ્ય પૂર્વ વિસ્તારમાં પોતાના નૌસેનાના જહાજોને તહેનાત કરવાની તૈયારી કરી રહ્યું છે. આ જહાજો લાંબા સમય સુધી સમુદ્રમાં રહી મિશન ચાલુ રાખી શકે તે માટે તેમાં ઈંધણ, ખાદ્ય સામગ્રી, આધુનિક હથિયારો અને જરૂરી સાધનો ભરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને USS ડેલ્બર્ટ ડી. બ્લેક પર વિશાળ પ્રમાણમાં સપ્લાય લોડ કરવાની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે, જેથી તે દરેક સંજોગોમાં તૈયાર રહે.

ટ્રમ્પ સમક્ષ ઈરાન સામે હુમલાના વિકલ્પો
માહિતી મુજબ, સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપરએ વ્હાઇટ હાઉસના સિચ્યુએશન રૂમમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન ઈરાન સામે સંભવિત સૈન્ય કાર્યવાહી માટે વિવિધ વિકલ્પો રજૂ કરવામાં આવ્યા હતા. જો હુમલાનો નિર્ણય લેવાશે તો ઈરાનની સૈન્ય ક્ષમતા, નેતૃત્વ અને મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર નિશાન સાધીને ચોક્કસ અને શક્તિશાળી હુમલો થઈ શકે છે. આ અભિયાનમાં ડાર્ક ઇગલ હાઇપરસોનિક મિસાઇલ જેવી આધુનિક હાઈપરસોનિક મિસાઈલનો ઉપયોગ કરવાની ચર્ચા પણ ચાલી રહી છે.

સીઝફાયર દરમિયાન ઈરાનની તૈયારી અંગે દાવો
અમેરિકન મીડિયા અહેવાલો મુજબ, ઈરાન સીઝફાયરનો ઉપયોગ કરીને અગાઉના હુમલાઓ દરમિયાન નુકસાન પામેલા અથવા જમીન હેઠળ દટાયેલા હથિયારોને ફરી સક્રિય કરવાની કોશિશ કરી રહ્યું છે. અમેરિકન અધિકારીઓ માને છે કે જો ફરી સંઘર્ષ શરૂ થશે તો ઈરાન પોતાની ડ્રોન અને મિસાઈલ ક્ષમતાનો ઉપયોગ કરીને મધ્ય પૂર્વના દેશોને નિશાન બનાવી શકે છે.

તેહરાનમાં એર ડિફેન્સ સક્રિય
ગુરુવારની રાત્રે તહેરાનમાં એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થવાના અહેવાલો સામે આવ્યા હતા. ઈરાની મીડિયા અનુસાર નાના ડ્રોન અથવા સંભવિત જાસૂસી વિમાનોને નિષ્ક્રિય કરવા માટે આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી હતી. જોકે આ કાર્યવાહી લશ્કરી કવાયતનો ભાગ હતી કે વાસ્તવિક ખતરા સામે પ્રતિસાદ, તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.

Tags:
#Hypersonic#WorldAffairs#DonaldTrump#IranConflict#DefenseNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026