દેશ-વિદેશ

દિલ્હી પોલીસે યુથ કોંગ્રેસના પ્રમુખને 'શર્ટલેસ' વિરોધ પ્રદર્શનના માસ્ટરમાઇન્ડ ગણાવ્યાં, માંગી 7 દિવસની કસ્ટડી

24 ફેબ્રુઆરી, 2026•
GVGujaratvandan team
દિલ્હી પોલીસે યુથ કોંગ્રેસના પ્રમુખને 'શર્ટલેસ' વિરોધ પ્રદર્શનના માસ્ટરમાઇન્ડ ગણાવ્યાં, માંગી 7 દિવસની કસ્ટડી

Uday Bhanu Chib arrest Youth Congress president: દિલ્હી પોલીસે ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ દરમિયાન થયેલા 'શર્ટલેસ' વિરોધ પ્રદર્શન મામલે ઇન્ડિયન યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ ચિબની ધરપકડ કરી છે. પોલીસે તેમને માસ્ટરમાઇન્ડ ગણાવીને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યા અને 7 દિવસના પોલીસ રિમાન્ડની માંગ કરી છે.

પ્રદર્શનકારીઓને એકત્રિત કરવામાં ચિબની મુખ્ય ભૂમિકા: દિલ્હી પોલીસ
દિલ્હી પોલીસે મંગળવારે અદાલતમાં દલીલ કરી કે, AI સમિટ દરમિયાન વિવિધ રાજ્યોમાંથી આવેલા પ્રદર્શનકારીઓને એકત્રિત કરવામાં ચિબની મુખ્ય ભૂમિકા હતી. આ મામલાની તપાસ માટે આરોપીને દેશના અલગ-અલગ વિસ્તારોમાં લઈ જવાની જરૂર છે. પોલીસે જણાવ્યું કે, જ્યારે આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સમિટમાં હાજર હતા, ત્યારે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ધરપકડ પ્રદર્શનકારીઓની ઓળખ અને પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયાનો ભાગ છે.

ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી
દિલ્હી પોલીસે કોર્ટમાં કહ્યું કે, AI સમિટ દરમિયાન અનેક દેશોના પ્રતિનિધિઓ હાજર હતા. એ જ સમયે વિવિધ રાજ્યોમાંથી લોકો ભેગા થયા અને વિરોધ કર્યો. પોલીસનું માનવું છે કે, આ સમગ્ર ષડયંત્ર પાછળ ઉદય ભાનુ ચિબનો હાથ છે. તપાસ એજન્સી મુજબ આરોપીને તે સ્થળોએ લઈ જવું જરૂરી છે, જ્યાંથી અન્ય લોકો આ પ્રદર્શન માટે આવ્યા હતા. પોલીસે ભારપૂર્વક કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમ દરમિયાન બનેલી આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી છે.

કસ્ટડીની માંગ હાસ્યાસ્પદ
ઉદય ભાનુ ચિબના વકીલે પોલીસ કસ્ટડીની માંગનો કડક વિરોધ કર્યો છે. તેમણે કસ્ટડીની માંગને હાસ્યાસ્પદ ગણાવી છે. તેમના મુજબ ચિબ રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને ઘટના સ્થળે હાજર ન હતા. વકીલના કહેવા મુજબ ચિબે હંમેશા તપાસમાં સહકાર આપ્યો છે અને જ્યારે પણ બોલાવવામાં આવ્યા ત્યારે હાજર રહ્યા છે. બચાવ પક્ષે દલીલ કરી કે પોલીસ માત્ર એક ટી-શર્ટ જપ્ત કરવા માટે રિમાન્ડ માંગે છે, જે યોગ્ય નથી. તેમણે આ પણ જણાવ્યું કે ચિબ કોઈના સંપર્કમાં ન હતા અને તેમણે કોઈ સૂચના આપી ન હતી.

15-20 કલાક લાંબી પૂછપરછ
આ મામલે દિલ્હી પોલીસે સોમવારે યુથ કોંગ્રેસ અધ્યક્ષને સમન્સ મોકલી પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું. તેઓ તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યા, જ્યાં લગભગ 15-20 કલાકની પૂછપરછ બાદ વહેલી સવારે લગભગ 4:30 વાગ્યે તેમની ધરપકડ કરવામાં આવી. પોલીસનું કહેવું છે કે ચિબે પૂછપરછ દરમિયાન સહકાર આપ્યો ન હતો અને તપાસને ભટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

શું છે સમગ્ર મામલો?
હકીકતમાં, વિવિધ રાજ્યોમાંથી દિલ્હી આવેલા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ 20 ફેબ્રુઆરીએ દિલ્હીના ભારત મંડપમમાં યોજાયેલા ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ દરમિયાન શર્ટલેસ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઉગ્ર નારા લગાવ્યા અને રાજકીય સંદેશાવાળી ટી-શર્ટ દર્શાવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે પ્રદર્શનકારીઓએ QR કોડ દ્વારા રજીસ્ટ્રેશન કરીને પ્રવેશ મેળવ્યો હતો. આ મામલે દિલ્હી પોલીસે યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કાર્યકર્તાઓ સહિત કુલ 8 આરોપીઓને ધરપકડ કરી છે. જેમાંથી 4 આરોપીઓને 5 દિવસની પોલીસ કસ્ટડી મળી ગઈ છે.

Tags:
Youth Politicsયુવા રાજકારણBreaking Newsતાજા સમાચારCongress
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026