દેશ-વિદેશ

મધ્યપ્રદેશમાં હચમચાવતી ઘટના: બે સગી બહેનોનાં બાળકો સહિત 6નાં મોત, અલગ-અલગ કૂવામાંથી મળ્યા મૃતદેહ

29 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
મધ્યપ્રદેશમાં હચમચાવતી ઘટના: બે સગી બહેનોનાં બાળકો સહિત 6નાં મોત, અલગ-અલગ કૂવામાંથી મળ્યા મૃતદેહ

Madhya Pradesh Suicide case: મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં એક જ દિવસમાં બનેલી બે કરુણ ઘટનાઓએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. બે સગી બહેનોનાં તેમના ચાર બાળકો સાથે મોત થયાં છે. બંને બહેનોએ અલગ-અલગ સ્થળે કૂવામાં ઝંપલાવ્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પ્રથમ ઘટનામાં આઠ મહિનાની ગર્ભવતી મહિલાનું તેના છ વર્ષના પુત્ર સાથે મોત થયું હતું. તેના થોડા કલાકો બાદ તેની મોટી બહેનનાં પણ ત્રણ બાળકો સાથે મોત થયાં હતાં. બંને બનાવોમાં કુલ છ લોકોનાં મોત થયાં છે, જ્યારે ગર્ભમાં રહેલા શિશુનું પણ મૃત્યુ થયું છે. પોલીસ બંને ઘટનાઓ પાછળનાં કારણોની તપાસ કરી રહી છે.

પતિના મોત બાદ આઘાતમાં હતી અંજલિ
પ્રથમ ઘટના બુધવારે બપોરે બૈરાડ પોલીસ સ્ટેશન વિસ્તારના ગૂંગરગાંવમાં બની હતી. અહીં રહેતી 35 વર્ષીય અંજલિ રાવત આઠ મહિનાની ગર્ભવતી હતી. તેણે પોતાના છ વર્ષના પુત્ર પ્રશાંત સાથે ખેતરમાં આવેલા કૂવામાં ઝંપલાવ્યું હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનામાં અંજલિ અને તેના પુત્રનું મોત થયું હતું. તેના ગર્ભમાં રહેલા શિશુનું પણ મૃત્યુ થયું હતું. પરિવારજનોના જણાવ્યા અનુસાર, અંજલિના પતિ ધરમવીરનું આશરે એક મહિના પહેલાં માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. પતિના અચાનક અવસાન બાદ અંજલિ ઊંડા આઘાતમાં હતી. જોકે, આ ઘટનાનું ચોક્કસ કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે.

મોટી દીકરીએ પરિવારને જાણ કરી
અહેવાલો અનુસાર, ઘટનાના સમયે અંજલિ પોતાની દીકરીને પણ કૂવા પાસે લઈ ગઈ હતી. જોકે, દીકરી માતાનો હાથ છોડાવીને ત્યાંથી ભાગી ઘરે પહોંચી હતી અને પરિવારજનોને જાણ કરી હતી. પરિવારના સભ્યો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં અંજલિ અને તેના પુત્રનાં મોત થઈ ચૂક્યાં હતાં.

થોડા કલાકોમાં મોટી બહેનનું પણ ત્રણ બાળકો સાથે મોત
પ્રથમ ઘટનાના થોડા કલાકો બાદ અંજલિની મોટી બહેન સીતા રાવતનું પણ તેના ત્રણ બાળકો સાથે મોત થયું હતું. 40 વર્ષીય સીતા કોલારસ પોલીસ સ્ટેશન વિસ્તારના સેસઈ ગામમાં રહેતી હતી. મળતી માહિતી મુજબ, બુધવારે બપોરે સીતા પોતાનાં બાળકો રાખી (14), પ્રિયંકા (11) અને શ્લોક (6) સાથે ખોંખર ગામના ખેતરમાં ગઈ હતી. સાંજે આશરે 6 વાગ્યા સુધી તેઓ ઘરે પરત ન ફરતાં પરિવારજનોને ચિંતા થઈ હતી અને તેમણે શોધખોળ શરૂ કરી હતી. પરિવારના સભ્યો ખેતરમાં પહોંચ્યા ત્યારે કૂવા પાસે સીતા અને બાળકોનાં ચંપલ મળી આવ્યાં હતાં. કૂવામાં તપાસ કરતાં એક બાળકનો મૃતદેહ પાણીમાં દેખાયો હતો. ત્યારબાદ પોલીસ અને ગ્રામજનોની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ સીતા અને તેના ત્રણેય બાળકોના મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

બંને ગામોમાં શોકનો માહોલ
એક જ દિવસમાં બે બહેનો અને ચાર બાળકોનાં મોતથી બંને ગામોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે બંને બનાવોમાં મર્ગ નોંધ્યા છે અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પ્રાથમિક માહિતીમાં અંજલિના પતિના અવસાન બાદ તે આઘાતમાં હોવાની વાત સામે આવી છે. જોકે, બંને બહેનોએ આ પગલું શા માટે ભર્યું અને બંને ઘટનાઓ વચ્ચે કોઈ અન્ય કારણ કે પરિબળ સંકળાયેલું છે કે નહીં, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનાં કારણો અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.

Tags:
#SocialIssue#PublicConcern#SadNews#LatestUpdates#IndiaCrime
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026