દેશ-વિદેશ

ટર્કિશ એરલાઇન્સનું વિમાન તોફાની ટર્બ્યુલન્સમાં ફસાયું! મુસાફરો વચ્ચે ચીસાચીસી, VIDEO વાયરલ

14 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ટર્કિશ એરલાઇન્સનું વિમાન તોફાની ટર્બ્યુલન્સમાં ફસાયું! મુસાફરો વચ્ચે ચીસાચીસી, VIDEO વાયરલ

Turkish Airlines Turbulence: ઈસ્તાંબુલથી ટ્યુનિશિયા જઈ રહેલી ટર્કિશ એરલાઇન્સની ફ્લાઇટમાં 10 સપ્ટેમ્બરે લેન્ડિંગ દરમિયાન ભયાનક સ્થિતિ સર્જાઈ હતી. ટ્યૂનિસ-કાર્થેજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરતી વખતે વિમાન અચાનક તીવ્ર તોફાન અને ખતરનાક ટર્બુલન્સની ઝપેટમાં આવી ગયું હતું. વિમાન જોરદાર રીતે હલવા લાગતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને કેબિનમાં ચીસાચીસ મચી ગઈ હતી.

લેન્ડિંગ દરમિયાન ફ્રી-ફોલ જેવો અનુભવ થયો
ફ્લાઇટમાં પોતાની માતા સાથે મુસાફરી કરી રહેલી એક પ્રવાસીએ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, ફ્લાઇટ દરમિયાન શરૂઆતમાં બધું સામાન્ય હતું, પરંતુ લેન્ડિંગ પહેલાં સ્થિતિ બગડવા લાગી હતી. પાયલટે ટ્યૂનિસ-કાર્થેજ એરપોર્ટ પર ઉતરવાના ત્રણ પ્રયાસ કર્યા હતા, પરંતુ દરેક વખતે ભારે ટર્બુલન્સના કારણે વિમાન જોરદાર રીતે હલતું હતું. ત્રીજા પ્રયાસ દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બની હતી. મુસાફરને એવું લાગ્યું કે વિમાન અચાનક ફ્રી-ફોલની જેમ નીચે જઈ રહ્યું છે. ખરાબ હવામાનને કારણે વિમાનને એરપોર્ટ વિસ્તારમાં ચક્કર લગાવવા પડ્યા હતા, જેના કારણે મુસાફરોમાં ભય વધુ વધ્યો હતો.

ફ્લાઇટને બીજા એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ
ટ્યૂનિસ-કાર્થેજ એરપોર્ટ પર લેન્ડિંગ મુશ્કેલ બનતા આખરે ફ્લાઇટને આશરે 60 માઈલ દક્ષિણમાં આવેલા એનફિધા-હમ્મામેટ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. અહીં વિમાને સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યું હતું. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી. જોકે, તીવ્ર ટર્બુલન્સ, ખરાબ હવામાન અને લેન્ડિંગના વારંવાર નિષ્ફળ પ્રયાસોને કારણે મુસાફરો માટે આ સફર ભયાનક અને ક્યારેય ન ભૂલાય તેવો અનુભવ બની ગઈ હતી.

Tags:
#GujaratiNews#TunisAirport#FlightTurbulence#TurkishAirlinesPlane Incident
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026