દેશ-વિદેશ

હોર્મુઝ મુદ્દે અમેરિકા-ઈરાન આમનેસામને, પેઝેશ્કિયાનની ચેતવણીથી ગલ્ફ તણાવ વધ્યો

12 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
હોર્મુઝ મુદ્દે અમેરિકા-ઈરાન આમનેસામને, પેઝેશ્કિયાનની ચેતવણીથી ગલ્ફ તણાવ વધ્યો

Trumps big statement: ભારતમાં યોજાઈ રહેલા BRICS શિખર સંમેલન દરમિયાન મિડલ ઈસ્ટ અને ગલ્ફ ક્ષેત્રની સ્થિતિને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે નિવેદનબાજી વધુ તેજ બની છે. નવી દિલ્હીમાં ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ સાથેની મુલાકાત દરમિયાન અમેરિકાને નિશાન બનાવીને કહ્યું કે મિડલ ઈસ્ટને કોઈ બાહ્ય ‘રિજનલ પોલીસમેન’ની જરૂર નથી. બીજી તરફ, ડબલિનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ, ઈરાન અને તેલ પુરવઠા અંગે આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે સ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે અને યુદ્ધ પણ જલ્દી સમાપ્ત થઈ શકે છે.

‘રિજનલ પોલીસમેન’ની આ ક્ષેત્રને જરૂર નથી
પેઝેશ્કિયાને શનિવારે નવી દિલ્હીમાં જણાવ્યું કે મિડલ ઈસ્ટની સુરક્ષા અને તેની સીમાઓનું રક્ષણ આ વિસ્તારના સ્થાનિક દેશો અને મુખ્ય પક્ષકારો દ્વારા જ થવું જોઈએ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમેરિકા જેવા કોઈ બાહ્ય ‘રિજનલ પોલીસમેન’ની આ ક્ષેત્રને જરૂર નથી. ઈરાની રાષ્ટ્રપ્રમુખે એવો પણ દાવો કર્યો કે અમેરિકા અને તેના સાથી દેશોએ ઈરાની સરકારને નબળી પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી નથી. તેમના મતે, આ પરિસ્થિતિએ ઈરાનના લોકોને વધુ એકજૂથ કર્યા છે. બીજી તરફ, હોર્મુઝમાં ઈરાનની નાકાબંધીથી કોમર્શિયલ જહાજોની અવરજવર અને તેલ પુરવઠા પર અસર પડી હોવાની વાત સામે આવી છે.

ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટની સ્થિતિ અંગે કહ્યું કે બધું ટૂંક સમયમાં ઠીક થઈ જશે
દરમિયાન, આયર્લેન્ડના રાષ્ટ્રપતિ કૈથરીન કોનોલી સાથે મુલાકાત બાદ ડબલિનમાં ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટની સ્થિતિ અંગે કહ્યું કે બધું ટૂંક સમયમાં ઠીક થઈ જશે. તેમણે દાવો કર્યો કે યુદ્ધ ખૂબ જલ્દી સમાપ્ત થશે અને ત્યારબાદ ક્રૂડ ઓઈલના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે. સાઉદી અરેબિયાની એક મહત્વપૂર્ણ પાઈપલાઈન પર થયેલા હુમલા અંગે ટ્રમ્પે આશંકા વ્યક્ત કરી હતી કે તેની પાછળ ઈરાનનો હાથ હોઈ શકે છે. હોર્મુઝ સંકટ વચ્ચે સાઉદી અરેબિયાએ ઈરાક તરફથી થયેલા ડ્રોન હુમલા બાદ શુક્રવારે પોતાની એક મુખ્ય પાઈપલાઈન બંધ કરી હોવાનું પણ જણાવાયું છે.

બાબ-અલ-મંદેબ માર્ગ પર વર્ચસ્વ વધારવાનો દાવો કર્યો
હોર્મુઝ સાથે હવે બાબ-અલ-મંદેબ રૂટને લઈને પણ ચિંતા વધી રહી છે. ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ યમનના રાતા સમુદ્રના કાંઠે પોતાની પકડ મજબૂત કરીને બાબ-અલ-મંદેબ માર્ગ પર વર્ચસ્વ વધારવાનો દાવો કર્યો છે. હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ બંને વૈશ્વિક વેપાર અને ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો હોવાથી અહીં વધતા તણાવથી આંતરરાષ્ટ્રીય શિપિંગ અને વૈશ્વિક તેલ સપ્લાય અંગે ચિંતા વધી છે. હવે અમેરિકા-ઈરાન વચ્ચેની નિવેદનબાજી અને ગલ્ફ વિસ્તારમાં વધતી લશ્કરી-ભૂરાજકીય ગતિવિધિઓ પર સમગ્ર વિશ્વની નજર છે.

Tags:
Gujarat Vandanગુજરાત વંદન#WorldNews#Geopolitics#InternationalAffairs
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026