દેશ-વિદેશ

ટ્રમ્પનો વધુ એક વિવાદિત દાવો: 250% ટેરિફની ધમકીથી ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવ્યું હોવાનું નિવેદન

24 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
ટ્રમ્પનો વધુ એક વિવાદિત દાવો: 250% ટેરિફની ધમકીથી ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવ્યું હોવાનું નિવેદન

Trump Claims 250% Tariff Threat: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડામાં યોજાયેલી એક ચૂંટણી રેલી દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને લઈને ફરી એકવાર વિવાદાસ્પદ અને ચોંકાવનારો દાવો કર્યો છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું સંભવિત યુદ્ધ અટકાવવા માટે બંને દેશોને 250 ટકા સુધીનું ભારેખમ ટેરિફ (આયાત શુક્ર) લાદવાની ચેતવણી આપી હતી. ટ્રમ્પનું કહેવું છે કે આ કડક વેપારી દબાણને કારણે જ બંને દેશોએ લડાઈ રોકવાની ફરજ પડી હતી.

'વેપાર બંધ કરવાની ચેતવણી આપતા બંને દેશોમાં મચી ગયો હતો હડકંપ'
ચૂંટણી રેલીમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ શસ્ત્રો ધરાવતા શક્તિશાળી દેશો છે. તેમણે બંને દેશોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો તેઓ સશસ્ત્ર સંઘર્ષ ચાલુ રાખશે, તો અમેરિકા તેમની સાથેનો તમામ વેપાર હંમેશા માટે બંધ કરી દેશે. ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે બંને દેશો પર 250% ટેરિફ નાખવાની વાત કરી હતી, જેના કારણે તેઓ અસંતુષ્ટ અને ગુસ્સે થયા હતા, પરંતુ અંતે તેમણે ગોળીબાર બંધ કરી દીધો હતો અને યુદ્ધનો અંત આવ્યો હતો.

11 વિમાનો પાડવાનો દાવો અને નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવાની ખંત
આ ભાષણ દરમિયાન ટ્રમ્પે જૂની વાતો યાદ કરતા એવો પણ દાવો કર્યો હતો કે આ તણાવપૂર્ણ યુદ્ધ દરમિયાન 11 જેટલા લડાકુ વિમાનો પણ પાડી દેવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો કે આ પ્રકારના મોટા સશસ્ત્ર સંઘર્ષોને અટકાવવા અને શાંતિ સ્થાપિત કરવી એ તેમના માટે હંમેશા ગર્વની બાબત રહી છે. આ સાથે જ, આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના કથિત રાજદ્વારી અને શાંતિના પ્રયાસો માટે તેમને હજુ સુધી 'નોબેલ શાંતિ પુરસ્કાર' ન મળ્યાનો અસંતોષ પણ તેમણે જાહેરમાં વ્યક્ત કર્યો હતો.

ભારત દ્વારા ત્રીજા પક્ષની મધ્યસ્થતા અને ટ્રમ્પના દાવાઓનું સદંતર ખંડન
અમેરિકી નેતા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા આ પ્રકારના દાવાઓને ભારતે અગાઉ પણ અનેકવાર સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. ભારતની વિદેશ નીતિ હંમેશાથી સ્પષ્ટ રહી છે કે કાશ્મીર કે અન્ય કોઈપણ દ્વિપક્ષીય મુદ્દા પર કોઈપણ ત્રીજા દેશ કે પક્ષની મધ્યસ્થતા ભારત સ્વીકારતું નથી. ભારતના મતે, પાકિસ્તાન સાથેના કોઈપણ સૈન્ય સંઘર્ષ કે કાર્યવાહીને રોકવાનો નિર્ણય સંપૂર્ણપણે દ્વિપક્ષીય હતો અને પાકિસ્તાની સૈન્ય અધિકારીઓની વિનંતી બાદ જ સ્થિતિ પર વિરામ મૂકવામાં આવ્યો હતો.

પહલગામ હુમલાના જવાબમાં શરૂ કરાયું હતું 'ઓપરેશન સિંદૂર'
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે એપ્રિલ મહિનામાં પહલગામ ખાતે થયેલા ભયાનક આતંકવાદી હુમલાના વિરોધ અને જવાબરૂપે ભારતે 7 મેના રોજ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય પાકિસ્તાન અને પીઓકે (PoK) માં ધમધમતા આતંકવાદી ઠેકાણાઓ અને લોન્ચ પેડ્સનો સફાયો કરવાનો હતો. ભારતીય સેનાના આ આક્રમક અભિયાન બાદ પાકિસ્તાન દબાણમાં આવી ગયું હતું અને 10 મેના રોજ પાકિસ્તાન તરફથી સત્તાવાર વિનંતી કરવામાં આવ્યા બાદ ભારતે આ સૈન્ય કાર્યવાહીને સ્થગિત કરી હતી.

Tags:
#યુદ્ધઅટકાવ્યું#Diplomacy#WorldPolitics#TrumpStatement#ઇમરાનખાન
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026