દેશ-વિદેશ

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ટ્રમ્પના દૂતો મોસ્કો પહોંચ્યા, શાંતિ માટે નવી આશા

5 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ટ્રમ્પના દૂતો મોસ્કો પહોંચ્યા, શાંતિ માટે નવી આશા

Russia Ukraine peace talks: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષનો અંત લાવવા અમેરિકાએ ફરી રાજદ્વારી પ્રયાસો તેજ કર્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર શનિવારે મોસ્કો પહોંચ્યા છે. બંને રશિયન અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરશે અને ત્યારબાદ રવિવારે યુક્રેનની રાજધાની કિવ પહોંચવાના છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા મડાગાંઠને દૂર કરીને યુદ્ધ સમાપ્ત કરવા માટે વ્યવહારુ સમાધાન શોધવાનો પ્રયાસ આ મુલાકાતનો મુખ્ય હેતુ છે.

વાટાઘાટકાર ગણાવીને સમજૂતીની શક્યતા વ્યક્ત કરી
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે બંને દૂતો રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપવા માટે ચોક્કસ પ્રસ્તાવ લઈને ગયા છે. ટ્રમ્પે વિટકોફ અને કુશનરને ઉત્તમ વાટાઘાટકાર ગણાવીને સમજૂતીની શક્યતા વ્યક્ત કરી છે. જોકે, પ્રસ્તાવમાં યુક્રેન દ્વારા રશિયાને પોતાની જમીન સોંપવાનો મુદ્દો સામેલ છે કે નહીં, તે અંગે ટ્રમ્પે કોઈ સ્પષ્ટતા કરી નથી. આ દરમિયાન ઝેલેન્સકીએ રશિયાને અસ્થાયી યુદ્ધવિરામની દરખાસ્ત કરી છે અને દૂતોની મુલાકાત દરમિયાન હવાઈ હુમલા રોકવાની તૈયારી દર્શાવી છે.

રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ દાવો કર્યો
એક તરફ શાંતિ માટે વાટાઘાટો ચાલી રહી છે, ત્યારે બીજી તરફ રશિયા દ્વારા હુમલા ચાલુ હોવાનો યુક્રેનનો આરોપ છે. રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે કિવના બે એરપોર્ટને રાતોરાત નિશાન બનાવવામાં આવ્યા હતા. ડ્નિપ્રો વિસ્તારમાં થયેલા હુમલામાં પાંચ લોકોના મોત થયા હોવાનું પણ જણાવાયું છે. આ ઉપરાંત, દૂતોની મોસ્કો રવાના થવાના એક દિવસ પહેલાં સેન્ટ્રલ કિવમાં યુક્રેનની SBU સિક્યોરિટી સર્વિસના હેડક્વાર્ટર પર ડ્રોન હુમલો થયો હતો.

મોસ્કોની ગુપ્ત મુલાકાત લીધી હોવાનું અમેરિકન મીડિયા અહેવાલો
અમેરિકાના આ નવા રાજદ્વારી પ્રયાસ પહેલાં CIA ડિરેક્ટર જોન રેટક્લિફે પણ મોસ્કોની ગુપ્ત મુલાકાત લીધી હોવાનું અમેરિકન મીડિયા અહેવાલોમાં જણાવાયું છે. વિટકોફ અને કુશનર અગાઉ ગાઝા તથા ઈરાનમાં યુદ્ધવિરામની વાટાઘાટોમાં પણ સામેલ રહી ચૂક્યા છે. હવે બંનેની મોસ્કો અને કિવ મુલાકાતથી લાંબા સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિનો કોઈ રસ્તો ખુલે છે કે નહીં, તેના પર સમગ્ર વિશ્વની નજર છે.

Tags:
ગુજરાત વંદનGujarat VandanGlobal ConflictUrgent UpdateDiplomacy
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026