દેશ-વિદેશ

ટ્રમ્પનો આદેશ: 20 દેશોના નાગરિકો માટે અમેરિકાના દ્વાર બંધ

18 ડિસેમ્બર, 2025•
GVGujaratvandan team
ટ્રમ્પનો આદેશ: 20 દેશોના નાગરિકો માટે અમેરિકાના દ્વાર બંધ

Trump bans entry: અમેરિકાના રાષ્ટ્ર્પતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સલામતિના હવાલે પ્રવાસ પ્રતિબંધોની વ્યાપકતા નોંધપાત્ર રીતે વધારી છે. નવા ઘોષણાપત્ર દ્વારા વીસ નવા દેશો તેમજ પેલેસ્ટાઈન ઓથોરિટી દ્વારા જારી કરાયેલા દસ્તાવેજો ધરાવતા લોકો પર કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે જે દેશોમાં ઓળખ, સુરક્ષા ચકાસણી અને ગુપ્તચર માહિતીના આદાન-પ્રદાનની વ્યવસ્થા નબળી છે, તે દેશોના નાગરિકો અમેરિકા માટે સંભવિત જોખમ ઊભું કરે છે.

જોખમનું મૂલ્યાંકન શક્ય ન હોય
ઘોષણાપત્ર અનુસાર, એવા વિદેશી નાગરિકો અંગે જો અમેરિકા પાસે પૂરતી માહિતી ઉપલબ્ધ ન હોય અને તેમની તરફથી ઉભા થતા જોખમનું મૂલ્યાંકન શક્ય ન હોય, તો ઇમિગ્રેશન કાયદાનો અમલ કરવો મુશ્કેલ બને છે. ખાસ કરીને જ્યારે સંબંધિત દેશોની સરકારો સહયોગ આપતી નથી, ત્યારે અમેરિકાની આંતરિક સુરક્ષા પર અસર પડે છે.

સંપૂર્ણ પ્રવાસ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો
આ તર્કના આધારે અંગોલા, એન્ટીગા અને બારબુડા, બેનિન, કોટ ડી'આઈવોર, ડોમિનિકા, ગેબોન, માલાવી, મૌરિટાનિયા, નાઈજિરિયા, સેનેગલ, ટાન્ઝાનિયા, ટોંગા, ઝામ્બિયા અને ઝિમ્બાબ્વે સહિત 15 દેશો પર આંશિક પ્રવાસ પ્રતિબંધો લાગુ કરાયા છે. આ દેશોના નાગરિકો માટે ચોક્કસ પ્રકારના વિઝા અને પ્રવેશ પર મર્યાદાઓ મૂકવામાં આવી છે. આ ઉપરાંત બુર્કિના ફાસો, માલી, નાઈજર, દક્ષિણ સુદાન અને સીરિયા પર સંપૂર્ણ પ્રવાસ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે આ દેશોમાં આતંકવાદી પ્રવૃત્તિઓ, અસ્થિર રાજકીય પરિસ્થિતિ અને રાજ્ય નિયંત્રણનો અભાવ હોવાથી અમેરિકી નાગરિકોની સુરક્ષા સામે ગંભીર જોખમ ઊભું થાય છે.

લોકોની વિશ્વસનીય તપાસ શક્ય નથી
વિશેષરૂપે પેલેસ્ટાઈન ઓથોરિટી દ્વારા જારી દસ્તાવેજો પર પૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમેરિકી સરકારનું કહેવું છે કે વેસ્ટ બેન્ક અને ગાઝા પટ્ટીમાં સક્રિય અનેક અમેરિકી સૂચિબદ્ધ આતંકવાદી સંગઠનોએ અમેરિકી નાગરિકોની હત્યા કરી છે. તાજેતરના યુદ્ધના કારણે ત્યાંની ચકાસણી અને સ્ક્રીનિંગ વ્યવસ્થા વધુ નબળી પડી છે. પ્રશાસનનું માનવું છે કે પેલેસ્ટાઈન ઓથોરિટીના નિયંત્રણની મર્યાદાઓને કારણે તેના દસ્તાવેજો ધરાવનારા લોકોની વિશ્વસનીય તપાસ શક્ય નથી. લાઓસ અને સિએરા લિયોન પર અગાઉ લાગુ આંશિક પ્રતિબંધોને હવે પૂર્ણ પ્રતિબંધમાં ફેરવવામાં આવ્યા છે. જ્યારે બુરુન્ડી, ક્યુબા, ટોગો અને વેનેઝુએલા માટે આંશિક પ્રતિબંધો યથાવત રાખવામાં આવ્યા છે. અફઘાનિસ્તાન, મ્યાન્માર, ચાડ, કોંગો, સુદાન અને યમન સહિત અગાઉથી નિર્ધારિત બાર ઉચ્ચ જોખમ ધરાવતા દેશો પર પૂર્ણ પ્રતિબંધ ચાલુ રહેશે.

અમેરિકાથી નિર્વાસિત નાગરિકોને પાછા લેતા નથી
જો કે, કાયદેસર સ્થાયી નિવાસી (ગ્રીન કાર્ડ ધારકો), પહેલેથી જ માન્ય વિઝા ધરાવતા લોકો, રાજદ્વારી, ખેલાડી જેવી ખાસ શ્રેણીઓ તેમજ અમેરિકાના રાષ્ટ્રીય હિતમાં આવતી વ્યક્તિઓને છૂટ આપવામાં આવી છે. પ્રશાસનનું કહેવું છે કે અનેક દેશો અમેરિકાથી નિર્વાસિત નાગરિકોને પાછા લેતા નથી, જેના કારણે વિઝા નિયમોના ભંગ અને ઓવરસ્ટેની સમસ્યા ઊભી થાય છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અફઘાન પુનર્વસન કાર્યક્રમ હેઠળ અમેરિકા આવેલા એક વ્યક્તિએ નેશનલ ગાર્ડ પર હુમલો કર્યો હતો. આ ઘટનાના પગલે ટ્રમ્પ પ્રશાસને 19 જોખમી દેશોની ઇમિગ્રેશન અરજીઓ અટકાવી દીધી હતી, જે દેશો અગાઉ પણ પ્રવાસ પ્રતિબંધની સૂચિમાં સામેલ હતા.

Tags:
US Entry Banઅમેરિકા પ્રવેશબંધીCountriesદેશોDesh Videsh News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026