દેશ-વિદેશ

ટ્રેન મોડી પડતાં કપલની કનેક્ટિંગ ફ્લાઇટ છૂટી: રેલવેને ચૂકવવા પડ્યા 63 હજાર

24 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
ટ્રેન મોડી પડતાં કપલની કનેક્ટિંગ ફ્લાઇટ છૂટી: રેલવેને ચૂકવવા પડ્યા 63 હજાર

Indian Railway: જમ્મુની એક ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર કોર્ટે નોર્ધન રેલવે અને યુનિયન ઑફ ઈન્ડિયાને એક દંપતીને રૂ. 38,199 ચૂકવવાનો આદેશ કર્યો છે. કોર્ટે જણાવ્યું કે ,આ રકમ ટ્રેન મોડી ચાલવાને કારણે દિલ્હીથી ગુવાહાટીની કનેક્ટિંગ ફ્લાઇટ છૂટી જતાં દંપતીએ ભોગવવો પડેલો ખર્ચ સરભર કરવા માટે છે. કન્ઝ્યુમર કમિશને સેવામાં ખામી બદલ રેલવેને જવાબદાર ઠેરવ્યું છે અને માનસિક પરેશાની તથા અસુવિધા માટે રૂ. 20,000 નું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.

કપલની દિલ્હી-ગુવાહાટીની ફ્લાઇટ છૂટી
ફરિયાદી મોહિત સિંહ ભાઉ અને તેમના પત્ની દામિની બિલોરિયાએ 19 ડિસેમ્બર 2022ના રોજ જમ્મુથી દિલ્હીના પ્રવાસ માટે 'દિલ્હી દુરંતો એક્સપ્રેસ' માં ટિકિટ બુક કરાવી હતી. ટ્રેન 20 ડિસેમ્બરે સવારે 3:55 વાગ્યે દિલ્હી પહોંચવાની હતી અને તેમણે તે જ દિવસે સવારે 7:15 વાગ્યે દિલ્હીથી ગુવાહાટી જવાની ફ્લાઇટની ટિકિટ પણ બુક કરાવી હતી.

3 કલાક 55 મિનિટ મોડી પહોંચી ટ્રેન
નોંધનીય છે કે, ટ્રેન 3 કલાક 55 મિનિટ મોડી પડીને સવારે 7:50 વાગ્યે દિલ્હી પહોંચી, જેના કારણે તેમની ફ્લાઇટ છૂટી ગઈ હતી. દંપતીએ ફ્લાઇટની નવી ટિકિટ બુક કરાવવા પાછળ રૂ. 35,699 અને હોટલમાં રોકાવા માટે રૂ. 22,500 ખર્ચ કરવા પડ્યા હતા. દંપતીએ કમિશનમાં ફરિયાદ નોંધાવીને આર્થિક નુકસાન પેટે રૂ. 60,000 અસુવિધા અને માનસિક પરેશાની માટે રૂ. 50,000 તેમજ કાનૂની ખર્ચ પેટે રૂ. 30,000ની માંગણી કરી હતી.

'ટ્રેન મોડી પડવા માટે રેલવે જવાબદાર નથી': રેલવેની દલીલ
રેલવેએ દલીલ કરી હતી કે 'ઈન્ડિયન રેલવે કોન્ફરન્સ એસોસિએશન કોચિંગ ટેરિફ' ના નિયમ 115 હેઠળ ટ્રેન મોડી પહોંચવા માટે તેમને જવાબદાર ઠેરવી શકાય નહીં. રેલવેના વકીલે એવો દાવો પણ કર્યો હતો કે ટ્રેન મોડી પડવાનું કારણ ધુમ્મસ હતું.

રેલવે કારણ અને પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ
સમગ્ર મામલે આયોગે નોંધ્યું કે, ટિકિટો અને અન્ય દસ્તાવેજો પરથી સાબિત થાય છે કે ટ્રેન મોડી પહોંચી હતી અને દંપતીની ફ્લાઇટ છૂટી ગઈ હતી. રેલવે નિર્ધારિત સમયમાં લેખિત જવાબ દાખલ કરવામાં નિષ્ફળ રહ્યું અને ટ્રેન મોડી પડવાનું કારણ દર્શાવવા માટે કોઈ પુરાવો પણ રજૂ કરી શક્યું નહીં.

દંપતીએ ધુમ્મસના દાવાને પડકાર્યો
દંપતીએ ધુમ્મસના દાવા પર સવાલ ઉઠાવ્યા હતા અને રેલવે એવો કોઈ પુરાવો રજૂ કરી શક્યું નહીં કે જેનાથી સાબિત થાય કે વિલંબ ધુમ્મસને કારણે થયો હતો. તેથી રેલવે દ્વારા કરવામાં આવેલી ધુમ્મસની દલીલ ફગાવી દેવામાં આવી હતી. કમિશને ટકોર કરી હતી કે, "જ્યાં સુધી વિલંબનું કારણ દર્શાવતા પુરાવા રજૂ ન થાય અને એ સાબિત ન થાય કે વિલંબ તેમના નિયંત્રણ બહારના કારણસર કે વાજબી કારણસર થયો હતો, ત્યાં સુધી ટ્રેનો મોડી ચાલવા અને મોડી પહોંચવા માટે વળતર ચૂકવવા રેલવે જવાબદાર છે."

અંતિમ ચુકાદો શું છે?
4 નવેમ્બર, 2026ના દિવસે આપવામાં આવેલા અંતિમ ચુકાદામાં દંપતીની ફરિયાદ સ્વીકારીને નવી ફ્લાઇટ ટિકિટ અને હોટલ ખર્ચ પેટે રૂ. 38,199 ની રકમ 13 ફેબ્રુઆરી, 2023થી વસૂલાત થાય ત્યાં સુધી 7.5 ટકા વાર્ષિક વ્યાજ સાથે ચૂકવવી પડશે. માનસિક પરેશાની અને તકલીફ બદલ રૂ. 20,000 નું વળતર અને મુકદ્દમાના ખર્ચ પેટે રૂ. 5,000 ચૂકવવાનો આદેશ અપાયો છે. આદેશ મળ્યાના 6 અઠવાડિયાની અંદર સમગ્ર રકમ જમા કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

Tags:
consumer news Gujarati todaypassenger rights train delay flight missed refundNorthern Railway consumer court compensation Jammu Delhi Guwahati flighttrain delay couple missed connecting flight railway pay 63 thousand#GujaratiNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026