દેશ-વિદેશ

આર્મી જવાનનું ચલણ કાપવું પડ્યું ભારે! ડ્યૂટી પરથી દૂર કરાયા ટ્રાફિક ઇન્સ્પેક્ટર, તંત્રએ માંગી માફી

20 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
આર્મી જવાનનું ચલણ કાપવું પડ્યું ભારે! ડ્યૂટી પરથી દૂર કરાયા ટ્રાફિક ઇન્સ્પેક્ટર, તંત્રએ માંગી માફી

Traffic inspector removed from duty army jawan challan: આસામમાં માર્ગ સુરક્ષા અભિયાન હેઠળ સીટ બેલ્ટ ન પહેરવા પર સેનાના એક ડ્રાઇવરનું ચલણ કાપનાર મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટરને ફરજ પરથી હટાવી દેવામાં આવ્યા છે. જોરહાટ જિલ્લા વહીવટી તંત્રએ ગુરૂવારે આ વાત પર દુઃખ વ્યક્ત કર્યું અને આ ઘટનાના કારણે સેનાને 'અજાણતા શર્મિંદગી' નો ભોગ બનવું પડ્યું.

શું હતી ઘટના?
આ ઘટના બુધવારે જોરહાટ શહેરનાં વ્યસ્ત AT રોડ પર, ઇન્ટર-સ્ટેટ બસ ટર્મિનલ (ISBT) સામે થઈ હતી. તે સમયે 'ઝીરો ફેટેલિટી' માર્ગ સુરક્ષા કાર્યક્રમ હેઠળ એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. અધિકારીઓના જણાવ્યાનુસાર, ડ્રાઇવર લિબુચારી સ્થિત જોરહાટ મિલિટ્રિ સ્ટેશનના '41 સબ-એરિયા' સાથે જોડાયેલો હતો અને સેનાએ એક અન્ય જુનિયર જવાન સાથે સત્તાવાર ડ્યૂટી પર હતો. MVI સમીમ સુલ્તાનાએ સીટ બેલ્ટ ન લગાવવાના કારણે ડ્રાઇવરનું ચલણ કાપ્યું હતું. તેમણે ચલણ બાદ અધિકારીઓને સેનાની જિપ્સી લામે ઊભા રાખીને ફોટો પણ ક્લિક કર્યો હતો. ડ્રાઇવર પર યોગ્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવાનો કોઈ આરોપ નહતો અને ન તો તેના માટે કોઈ દંડ કરવામાં આવ્યો હતો.

સેનાના જવાન સાથે અયોગ્ય વ્યવહાર
અધિકારી વધુમાં કહ્યું કે, 'સેનાના જવાન સેનાના ડ્રાઇવિંગ લાઇસન્સનો ઉપયોગ કરવા માટે સૈન્ય વાહન તો ચલાવી શકે છે, પરંતુ સિવિલિયન વાહનોને ચલાવવા માટે તેનો ઉપયોગ ન કરી શકાય. ડ્રાઇવર સાથે પૂછપરછ દરમિયાન MVI નો વ્યવહાર થોડો અયોગ્ય હતો અને તેથી તેમને એક-બે દિવસ માટે ડ્યૂટી પરથી દૂર કરવામાં આવ્યા છે.'

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કથિત રીતે MVI સમીમ સુલ્તાના અને સેનાના ડ્રાઇવર વચ્ચે તીખી દલીલ જોવા મળી રહી છે. જિલ્લા વહીવટી તંત્રએ એક નિવેદનમાં કહ્યું કે, પાડોશી ગોલાઘાટ જિલ્લામાં 13 નવેમ્બરે થયેલો એક અકસ્માત જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યો હતો, ત્યારબાદથી રાજ્ય સરકારે તમામ જિલ્લામાં માર્ગ સુરક્ષાના નિયમોના પાલન પર કડકાઇ કરવાનો નિર્દેશ જાહેર કર્યો હતો. જોરહાટમાં આ પ્રકારેની નિયમિત તપાસ દરમિયાન એક વાહન સાથે જોડાયેલી ઘટના સામે આવી છે. જેમાં કથિત રીતે ડ્રાઇવરે સીટ બેલ્ટ નહતો પહેર્યો, જેના કારણે અસહજ સ્થિતિ ઊભી થઈ અને થોડી ગેરસમજણ પણ થઈ હતી.

અસુવિધા બદલ માંગી માફી
નોંધનીય છે કે, તંત્રએ સેનાના જવાનને અજાણતા થયેલી આ શર્મિંદગી અને અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે. આ સાથે જ તેમણે કહ્યું છે કે, તેમનો હેતું સશસ્ત્ર દળોની ભાવનાને ઠેસ પહોંચાડવાનો કે અનાદર કરવાનો જરાય નહતો. અધિકારી દ્વારા સોંપવામાં આવેલા અહેવાલના આધારે પરિસ્થિતિઓની તપાસ કરવામાં આવી છે. ત્યારબાદ લિબુચાર સ્થિત હેડક્વાર્ટર 41 સબ-એરિયાના જનરલ ઓફિસર કમાન્ડર (GOC) ની અધ્યક્ષતામાં સંયુક્ત બેઠક થઈ, જેમાં આ મામલે ચર્ચા પણ કરવામાં આવી હતી. બેઠકમાં આવું માનવામાં આવ્યું કે, આ ઘટનાને લઈને અમુક ગેરસમજણ ઊભી થઈ અને ખોટી જાણકારી ફેલાઈ ગઈ હતી. આ સિવાય એવી સલાહ પણ આપવામાં આવી છે કે, સેના, ઇમરજન્સી સેવાઓ અને એમ્બ્યુલન્સ સાથે જોડાયેલા મામલે સાવધાની, સંવેદનશીલતા અને વિવેકથી કામ લેવું. આ વાહનોની વિશેષ જવાબદારી અને તેમની જરૂરિયાતો પર પણ ધ્યાન રાખવું જોઈએ.

Tags:
national news Gujarati todaytraffic police action army soldier challan viral newsadministration apologizes to Indian Army jawan traffic finetraffic inspector removed from duty army jawan challan#GujaratiNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026