દેશ-વિદેશ

દિલ્હીમાં TMC સાંસદોએ અમિત શાહની ઓફિસ બહાર કર્યા સૂત્રોચ્ચાર, મહુઆ મોઇત્રા અને ડેરેક ઓ' બ્રાયનની અટકાયત

9 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
દિલ્હીમાં TMC સાંસદોએ અમિત શાહની ઓફિસ બહાર કર્યા સૂત્રોચ્ચાર, મહુઆ મોઇત્રા અને ડેરેક ઓ' બ્રાયનની અટકાયત

TMC MPs protest Amit Shah office: પશ્ચિમ બંગાળમાં EDની કાર્યવાહી મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે શુક્રવારે TMCના સાંસદો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના દિલ્હી સ્થિત કાર્યાલય બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા. ત્યાં પહોંચેલી પોલીસે સૌને ત્યાંથી હટાવ્યા. આ દરમિયાન મહુઆ મોઇત્રા અને ડેરેક ઓ' બ્રાયનને અટકાયતમાં લેવામાં આવ્યા.

EDની દરોડા કાર્યવાહી સામે સૂત્રોચ્ચાર
આ પ્રદર્શનમાં ડેરેક ઓ' બ્રાયન, શતાબ્દી રોય, મહુઆ મોઇત્રા અને કીર્તિ આઝાદ જેવા અગત્યના સાંસદો સામેલ હતા. TMCના સાંસદો કોલકાતામાં I-PACના કાર્યાલયો અને તેના સહ-સ્થાપક પ્રતીક જૈનના નિવાસસ્થાને થયેલી EDની દરોડા કાર્યવાહી સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. ત્યાં પહોંચેલી પોલીસે પ્રદર્શનકારીઓને હટાવ્યા અને મહુઆ મોઇત્રા તથા ડેરેક ઓ' બ્રાયનને અટકાયતમાં લીધા.

પોલીસે પ્રદર્શનકારીઓને હટાવ્યા
TMC સાંસદ ડેરેક ઓ'બ્રાયન અને મહુઆ મોઇત્રાને દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરતી વખતે પોલીસે અટકાયતમાં લીધા. TMC સાંસદ કીર્તિ આઝાદે કહ્યું, "EDએ ખોટી રીતે દરોડા પાડ્યા છે અને આ બિનલોકશાહી રીતે ચૂંટણી જીતવાના પ્રયત્નો છે. ભાજપ આ રીતે ચૂંટણી જીતી શકશે નહીં..."

માત્ર ચૂંટણી સમયે ED
TMC સાંસદ શતાબ્દી રોયે કહ્યું કે, "ગઇકાલે EDની ટીમ મોકલવામાં આવી હતી અને તેમને ચૂંટણી સમયે જ બધું યાદ આવે છે. તેઓ માત્ર જીતવા માટે ચૂંટણી દરમિયાન ED અને CBIની ટીમો મોકલે છે, પરંતુ તેઓ ચૂંટણી નહીં જીતી શકે..." ઉલ્લેખનીય છે કે EDએ ગુરુવારે કોલસાની દાણચોરી અને મની લોન્ડરિંગ કેસમાં બંગાળ અને દિલ્હીના 10 સ્થળોએ વ્યાપક દરોડા પાડ્યા હતા. આ દરમિયાન EDએ આરોપ લગાવ્યો છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ચૂંટણી સલાહકાર IPACના વડા પ્રતીક જૈનના ઘરે દરોડા દરમિયાન એક લેપટોપ, ફોન અને અનેક દસ્તાવેજો પોતાની સાથે લઈ ગયા હતા.

મમતા બેનર્જીનો દાવો
મમતા બેનર્જીનો દાવો છે કે, આ દરોડા રાજકીય હેતુથી કરવામાં આવ્યા હતા, જ્યારે EDએ આ આરોપોને નકારી કાઢતાં કહ્યું છે કે, આ કોઈ પણ રાજકીય સંગઠનને નિશાન બનાવીને કરવામાં આવ્યા નથી. હવે EDએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર તપાસમાં અડચણ ઊભી કરવાનો અને મહત્વના પુરાવા જબરદસ્તી લઈ જવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ વચ્ચે આજે TMCના સાંસદોએ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહની ઓફિસ બહાર પ્રદર્શન શરૂ કર્યું છે.

Tags:
Political Turmoilરાજકીય ગરમાવોCurrent Affairsવર્તમાન પ્રવાહોBreaking News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026