દેશ-વિદેશ

કચરાના પહાડ દૂર કરવામાં સરકાર નિષ્ફળ? દેશમાં 1200 સ્થળોએ કચરાના ઢગલા યથાવત્

12 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
કચરાના પહાડ દૂર કરવામાં સરકાર નિષ્ફળ? દેશમાં 1200 સ્થળોએ કચરાના ઢગલા યથાવત્

Swachh Bharat Mission 2027: દેશનાં શહેરોમાં વર્ષોથી એકઠા થયેલા કચરાના ડુંગરો દૂર કરવાના કેન્દ્ર સરકારના લક્ષ્યાંકમાં ફરી વિલંબ થયો છે. સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0 હેઠળ તમામ જૂની લેન્ડફિલ સાઇટ્સ એટલે કે કચરાના ડમ્પિંગ ગ્રાઉન્ડ દૂર કરવાની સમયમર્યાદા ઓક્ટોબર 2026 નક્કી કરવામાં આવી હતી. જોકે, નિર્ધારિત સમયમાં કામગીરી પૂર્ણ ન થતાં હવે આ સમયમર્યાદા ડિસેમ્બર 2027 સુધી લંબાવવામાં આવી છે. દેશનાં વિવિધ શહેરોમાં હજુ પણ 1,139 લાખ ટન જૂનો કચરો 4,632 એકર વિસ્તારમાં ફેલાયેલો છે.

2,607 ડમ્પસાઇટમાંથી માત્ર 1,402ની સફાઈ પૂર્ણ
સ્વચ્છ ભારત મિશનના ડેશબોર્ડના આંકડા અનુસાર, દેશમાં કુલ 2,607 જૂની ડમ્પસાઇટ્સ આવેલી છે. તેમાંથી અત્યાર સુધીમાં 1,402 સ્થળોએ કચરો દૂર કરવાની કામગીરી સંપૂર્ણ થઈ ગઈ છે. જ્યારે 1,057 સ્થળોએ સફાઈની કામગીરી હજુ ચાલુ છે. બીજી તરફ, બાકીની 148 સાઇટ્સ પર કોઈ પ્રગતિ નોંધાઈ નથી. દેશભરની જૂની ડમ્પસાઇટ્સ પર શરૂઆતમાં કુલ 3,135 લાખ ટન કચરો 15,545.05 એકર વિસ્તારમાં ફેલાયેલો હતો. તેમાંથી અત્યાર સુધીમાં 64 ટકા કચરાનું નિરાકરણ કરવામાં આવ્યું છે. જ્યારે કુલ જમીનમાંથી 70 ટકા વિસ્તાર ફરી ઉપયોગમાં લઈ શકાય તે માટે મુક્ત કરાવવામાં આવ્યો છે.

હજુ પણ 1,139 લાખ ટન કચરો યથાવત્
સફાઈની કામગીરીમાં પ્રગતિ છતાં દેશનાં શહેરોમાં હજુ પણ 1,139 લાખ ટન જૂનો કચરો 4,632 એકર વિસ્તારમાં પડ્યો છે. આ કચરાના નિકાલનું કામ સરકાર માટે મોટો પડકાર બની રહ્યું છે. વર્ષોથી એકઠા થયેલા કચરાના આ ઢગલાઓને દૂર કરવા માટે હવે વધુ સમયની જરૂર પડશે.

સ્વચ્છ ભારત મિશનની સમયમર્યાદા કેમ લંબાવાઈ?
સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0ની શરૂઆત વર્ષ 2021માં કરવામાં આવી હતી. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે પાંચ વર્ષના સમયગાળામાં દેશનાં તમામ શહેરોમાં જૂના કચરાના ડમ્પિંગ ગ્રાઉન્ડ દૂર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. આ મિશનની મૂળ સમયમર્યાદા 1 ઓક્ટોબર 2026 સુધીની હતી. જોકે, નિર્ધારિત સમયમાં તમામ સ્થળોની સફાઈ પૂર્ણ થઈ શકી નથી. પરિણામે મિશનનો સમયગાળો માર્ચ 2027 સુધી લંબાવવામાં આવ્યો છે.

હવે ડિસેમ્બર 2027 સુધીમાં તમામ સાઇટ્સ સાફ કરવાનો લક્ષ્યાંક
અધિકારીઓના જણાવ્યા અનુસાર, બાકી રહેલી મોટાભાગની જૂની ડમ્પસાઇટ્સ માર્ચ 2027 સુધીમાં સાફ થઈ જશે. જોકે, કેટલીક જગ્યાએ કામગીરી પૂર્ણ કરવામાં વધુ સમય લાગી શકે છે. આથી દેશની તમામ જૂની લેન્ડફિલ સાઇટ્સ દૂર કરવાની નવી સમયમર્યાદા ડિસેમ્બર 2027 નક્કી કરવામાં આવી છે. આમ, સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરોમાં વર્ષોથી એકઠા થયેલા કચરાના ડુંગરો દૂર કરવાના લક્ષ્યાંક માટે સરકારને હવે નિર્ધારિત સમય કરતાં એક વર્ષથી વધુનો વધારાનો સમય લાગશે.

Tags:
GujaratVandanWaste Management IndiaOld Dumping SitesIndia Landfill WasteSwachh Bharat Mission Urban 2.0
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026