દેશ-વિદેશ

'તમે પહેલા કોર્ટ આવ્યા છો?... ફરી આવો...' માફીનામા બાદ સંજય રાઉત પર SC ની આકરી ટિપ્પણી

17 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
'તમે પહેલા કોર્ટ આવ્યા છો?... ફરી આવો...' માફીનામા બાદ સંજય રાઉત પર SC ની આકરી ટિપ્પણી

SC remark on Sanjay Raut apology: CJI અને ન્યાયપાલિકા પર ટિપ્પણી કરવાના મામલે ગુનાહિત અવમાનનાની કાર્યવાહીનો સામનો કરી રહેલા રાજ્ય સભા સાંસદ સંજય રાઉત સુપ્રીમ કોર્ટમાં હાજર થયા. આ દરમિયાન રાઉતના વકીલે કોર્ટને જણાવ્યું કે, તેઓ માફી માંગી ચૂક્યા છે અને કોર્ટમાં પણ હાજર છે. સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે કહ્યું કે, તેમણે બિનશરતી માફી માંગી લીધી છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટ પણ દૂર કરી દેવામાં આવી છે અને સંબંધિત જજની માફી માંગી છે. તેમણે સુપ્રીમ કોર્ટને રાઉતની માફી સ્વીકાર કરી રાહત આપવાની માંગ કરી છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

ફક્ત માફી માંગવી પૂરતું નથી
આ મામલે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ પ્રદીપ રાયે કહ્યું કે, ફક્ત માફી માંગવી પૂરતું નથી, ત્યારબાદના વ્યવહારને પણ જોવો જોઈએ. માફી માંગ્યા બાદ પણ સાંસદ જેવા જવાબદારીવાળા પદ પર રહીને રાઉતે સાર્વજનિક નિવેદનો આપ્યા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી.

સુપ્રીમ કોર્ટના આકરા સવાલ
સુપ્રીમ કોર્ટે આ મામલે પ્રશ્ન કર્યો કે, શું માફી માંગતું સોગંદનામું દાખલ કરવામાં આવ્યું છે? સોગંદનામું ક્યાં છે? જેમાં સંજય રાઉતના વકીલે જવાબ આપ્યો કે, તેમનો જવાબ રેકોર્ડ પર હાજર છે. જોકે, કોર્ટનું કહેવું છે કે, રેકોર્ડમાં તેમને જવાબ દેખાઇ નથી રહ્યો.

'તમે અનુભવી નેતા છો...'
જસ્ટિસ અરવિંદ કુમારે સંજય રાઉતને કહ્યું કે, તમે અનુભવી રાજનેતા છો. રાજનીતિમાં 25 વર્ષનો અનુભવ છે અને તમે મંત્રી પણ રહી ચૂક્યા છો. એવામાં તમારા પર લાગેલા આરોપોના સમર્થનમાં સોગંદનામું દાખલ કરો. આ સિવાય કોર્ટે રાઉતને પૂછ્યું કે, શું આ તમે પહેલાં અદાલતમાં હાજર રહ્યા છો? જેના પર સંજય રાઉતે જવાબ આપ્યો કે, અવમાનનાના કેસમાં પહેલાં ક્યારેય હાજર નથી થયા. ત્યારબાદ જસ્ટિસ કુમારે કહ્યું કે, આવતી વખતે ફરી અદાલતમાં આવો અને જુઓ કેસમાં શું સુધારા થયા છે.

આવતી સુનાવણીમાં આવશે ચુકાદો
નોંધનીય છે કે, સમગ્ર મામલે આવનારી સુનાવણી દરમિયાન અદાલત દ્વારા ચુકાદો આપવામાં આવશે.

Tags:
Supreme Court news todayNikhil Wagle contempt caseShiv Sena UBT Sanjay Raut court newsCJI Surya Kant Sanjay Rautapologies should come from heart not mind SC
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026