દેશ-વિદેશ

સરકારી કોલેજમાં ભણવાથી સીધી નોકરી નહીં મળે: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

10 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
સરકારી કોલેજમાં ભણવાથી સીધી નોકરી નહીં મળે: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Supreme court overturns HC order: સરકારી નોકરી માટેની ભરતી પ્રક્રિયા સંદર્ભે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે માત્ર સરકારી શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરવાથી અથવા ત્યાંથી ડિગ્રી મેળવવાથી કોઈ ઉમેદવારને સરકારી નોકરીમાં સીધી નિમણૂક મેળવવાનો કાયદેસરનો અધિકાર મળતો નથી. આ ચુકાદાથી દેશમાં સરકારી ભરતી પ્રક્રિયા અંગે મહત્વની કાનૂની સ્પષ્ટતા ઉભી થઈ છે. ન્યાયાધીશ રાજેશ બિંદલ અને મનમોહન સિંહની બેન્ચે આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટના અગાઉના આદેશને રદ કરી દીધો છે. હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને સરકારી આયુર્વેદિક નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને સીધી નોકરી આપવા આદેશ કર્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે અયોગ્ય ગણાવ્યો છે.

શું હતો સમગ્ર વિવાદ?
આ કેસ ઉત્તર પ્રદેશમાં આયુર્વેદિક નર્સિંગ તાલીમ અભ્યાસક્રમ સાથે સંકળાયેલો છે. વર્ષો સુધી એવી પ્રથા ચાલી આવતી હતી કે સરકારી સંસ્થામાં આ અભ્યાસક્રમમાં દાખલ થયેલા તમામ વિદ્યાર્થીઓને (મર્યાદિત 20 બેઠકો) અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સીધી સ્ટાફ નર્સ તરીકે સરકારી નોકરી મળી જતી હતી. તે સમયગાળા દરમિયાન ખાનગી સંસ્થાઓમાં આ અભ્યાસક્રમ ઉપલબ્ધ ન હોવાથી લાયક ઉમેદવારોની સંખ્યા પણ ઓછી હતી.

વિદ્યાર્થીને સીધી નોકરી આપવી શક્ય
પરંતુ વર્ષ 2011 બાદ ઉત્તર પ્રદેશ સરકારે પોતાની નીતિમાં ફેરફાર કર્યો અને ખાનગી સંસ્થાઓને પણ આયુર્વેદિક નર્સિંગ અભ્યાસક્રમ શરૂ કરવાની મંજૂરી આપી. પરિણામે લાયક ઉમેદવારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો અને સ્પર્ધા વધી. આવી સ્થિતિમાં સરકાર માટે જૂની પ્રથા મુજબ દરેક સરકારી સંસ્થાના વિદ્યાર્થીને સીધી નોકરી આપવી શક્ય રહી ન હતી. આ બદલાવ સામે ભાવના મિશ્રા સહિત કેટલાક વિદ્યાર્થીઓએ દલીલ કરી હતી કે તેઓએ ‘જૂની પ્રથા’ના આધારે સરકારી કોલેજમાં પ્રવેશ લીધો હતો અને તેથી તેમને સીધી નોકરી મળવી જોઈએ. આ દલીલ સ્વીકારી અલ્હાબાદ હાઈકોર્ટે વિદ્યાર્થીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ અભિપ્રાય
યુપી સરકાર દ્વારા કરવામાં આવેલી અપીલ પર સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને ઉલટાવી દીધો. કોર્ટે જણાવ્યું કે, “સરકારી સંસ્થામાં દાખલ થવાથી સરકારી નોકરીની ગેરંટી મળતી નથી, ખાસ કરીને જ્યારે ભરતી નીતિમાં વાજબી અને નીતિગત ફેરફાર કરવામાં આવ્યો હોય.” કોર્ટે વધુમાં નોંધ્યું કે અગાઉ માત્ર 20 બેઠકો હોવાથી સીધી ભરતી શક્ય હતી, પરંતુ હવે જ્યારે હજારો ઉમેદવારો લાયક બની ગયા છે, ત્યારે સરકાર જૂની પ્રથા જાળવી રાખવા બંધાયેલી નથી. ખાનગી સંસ્થાઓના પ્રવેશ બાદ સ્પર્ધા વધી છે અને આવી સ્થિતિમાં તમામ માટે સમાન અને પારદર્શક ભરતી પ્રક્રિયા અપનાવવી અનિવાર્ય છે.

ભરતી પ્રક્રિયામાં સમાનતા સર્વોપરી
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે સરકારી સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓને પણ અન્ય ઉમેદવારોની જેમ સામાન્ય ભરતી પ્રક્રિયા અથવા સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે. કોઈપણ ઉમેદવાર માત્ર શૈક્ષણિક સંસ્થાના આધારે નોકરીનો દાવો કરી શકશે નહીં. આ ચુકાદો સરકારી નોકરી માટે લાયકાત, પારદર્શિતા અને સમાન તકના સિદ્ધાંતને મજબૂત બનાવે છે અને ભવિષ્યમાં આવી માંગણીઓ સામે મહત્વપૂર્ણ ન્યાયિક માર્ગદર્શિકા પૂરું પાડશે.

Tags:
#Job#નોકરી#Education#શિક્ષણ#SupremeCourt
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026