દેશ-વિદેશ

'સ્ત્રી સિલિન્ડર ન ઉપાડી શકે' કહી નોકરી ન આપનાર IOCLને સુપ્રીમ કોર્ટે દંડ ફટકાર્યો, મહિલાને નિવૃત્તિની ઉંમરે મળ્યો ન્યાય

18 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
'સ્ત્રી સિલિન્ડર ન ઉપાડી શકે' કહી નોકરી ન આપનાર IOCLને સુપ્રીમ કોર્ટે દંડ ફટકાર્યો, મહિલાને નિવૃત્તિની ઉંમરે મળ્યો ન્યાય

Supreme Court Fines Indian Oil ₹12 Lakh: આપણા સમાજમાં મહિલા સશક્તિકરણ અને 'નારી તું નારાયણી'ના પોકળ દાવાઓ સરકારી કચેરીઓની વાસ્તવિકતા સામે કેવી રીતે કડડભૂસ થઈ જાય છે, તેનો જીવંત અને કરૂણ પુરાવો સુપ્રીમ કોર્ટના તાજેતરના ઐતિહાસિક ચુકાદાએ પૂરો પાડ્યો છે. દેશની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત પેટ્રોકેમિકલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) દ્વારા 38 વર્ષ અગાઉ એક યોગ્ય મહિલા ઉમેદવારને માત્ર એવા પછાત તર્ક સાથે નોકરી આપવાનો ઇનકાર કરાયો હતો કે, 'મહિલા સિલિન્ડર ઉપાડી ન શકે'. સુપ્રીમ કોર્ટે હવે કંપનીને 12 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે, પરંતુ સૌથી કડવી વાસ્તવિકતા એ છે કે આ ન્યાય મેળવતાં-મેળવતાં અરજદાર મહિલા સુમિત્રા પોતાના ઉંમરના એ પડાવે પહોંચી ગયા છે, જ્યાં સામાન્ય સરકારી કર્મચારીઓ નિવૃત્ત થઈ જાય છે.

'શું સ્ત્રીઓ ઘરમાં સિલિન્ડર નથી ઉપાડતી?'
જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની ખંડપીઠ સમક્ષ ઇન્ડિયન ઓઇલના વકીલે બચાવ કરતાં દલીલ કરી હતી કે, આ કામમાં ભારે સિલિન્ડર ઉપાડવાના હતા અને નાઇટ શિફ્ટ પણ સામેલ હતી, જેથી અધિકારીઓએ મહિલાને અયોગ્ય માની હોઈ શકે. અદાલતે આ દલીલનો કડક જવાબ આપતાં પૂછ્યું હતું કે, શું ભારતીય મહિલાઓ રોજિંદા જીવનમાં ઘરોમાં ગેસ સિલિન્ડર નથી ઉપાડતી? કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી હતી કે, ભારત જેવા દેશમાં જ્યાં આપણે મહિલાઓને દેવી સમાન ગણીએ છીએ, ત્યાં કેન્દ્ર સરકારની અગ્રણી પબ્લિક સેક્ટર કંપની દ્વારા માત્ર લિંગના આધારે આવો ભેદભાવ કરવો એ સમગ્ર નારીત્વ અને મહિલાઓની ગરિમાનું ઘોર અપમાન છે.

ડેપ્યુટી કમિશનરની ભલામણ છતાં માત્ર મહિલા હોવાના કારણે પેનલમાંથી બહાર
આ વિવાદની શરૂઆત વર્ષ 1988માં થઈ હતી, જ્યારે હરિયાણાના ગુઢા ગામની રહેવાસી સુમિત્રાનું નામ ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતાવાળી સમિતિ દ્વારા તૈયાર કરાયેલા 49 યોગ્ય ઉમેદવારોની સત્તાવાર યાદીમાં સામેલ હતું. તેમણે LPG બોટલિંગ પ્લાન્ટમાં ખલાસી, પટાવાળા કે રીફિલિંગ હેલ્પર જેવા પદો માટે ઇન્ટરવ્યુ આપ્યો હતો અને શારીરિક તથા શૈક્ષણિક લાયકાત પણ ધરાવતી હતી. આમ છતાં, અન્ય તમામ પુરુષ ઉમેદવારોને નિમણૂક પત્રો આપી દેવાયા અને સુમિત્રાને કોઈ પણ યોગ્ય કારણ વગર બાકાત રખાઈ. ટ્રાયલ કોર્ટમાં પણ એક સાક્ષીના નિવેદનથી સાબિત થયું હતું કે તેમની બાદબાકી પાછળનું એકમાત્ર કારણ તેમનું સ્ત્રી હોવું જ હતું.

આર્થિક વળતર ખરા અર્થમાં નુકસાનની ભરપાઈ કરી શકે?
ટ્રાયલ કોર્ટે મહિલાના પક્ષમાં ચુકાદો આપ્યો હોવા છતાં, શક્તિશાળી સરકારી કોર્પોરેશને પોતાની ભૂલ સુધારવાને બદલે અપીલ કોર્ટ અને હાઈકોર્ટમાં કાયદાકીય લડાઈ લંબાવી હતી, જેના કારણે મામલો છેક દેશની સર્વોચ્ચ અદાલત સુધી ખેંચાયો. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે, અરજદાર મહિલા હવે રિટાયરમેન્ટની વય વટાવી ચૂકી હોવાથી તેમને પ્રત્યક્ષ નોકરી આપવી શક્ય નથી, તેથી 12 લાખ રૂપિયાનું આર્થિક વળતર મંજૂર કરવામાં આવ્યું. જોકે આ ચુકાદો કોર્પોરેટ જગતની પુરુષપ્રધાન માનસિકતા પર તમાચો છે, જે દર્શાવે છે કે બ્લુ-કોલર જોબ્સમાં મહિલાઓને શારીરિક રીતે નબળી ગણીને તકોથી વંચિત રાખવાનો સિલસિલો સદીઓ જૂનો છે અને ન્યાયતંત્ર આવા લિંગભેદને ક્યારેય સહન નહીં કરે.

Tags:
LandmarkJudgmentDiscriminationCaseCylinderJobPackerJob12LakhFine
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026