દેશ-વિદેશ

દિવાળીમાં ફ્લાઈટ ટિકિટના ભાવમાં 700% વધારાની અરજી ફગાવાઈ! સુપ્રીમ કોર્ટની અરજદારને ટકોર- મુસાફરી ન કરો, આગળ વધો

3 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
દિવાળીમાં ફ્લાઈટ ટિકિટના ભાવમાં 700% વધારાની અરજી ફગાવાઈ! સુપ્રીમ કોર્ટની અરજદારને ટકોર- મુસાફરી ન કરો, આગળ વધો

Supreme Court Airfare Surge Case: દિવાળીના તહેવાર દરમિયાન વિમાનની ટિકિટના ભાવમાં 700 ટકા સુધીનો વધારો થતો હોવાના દાવા સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજીમાં ખાનગી એરલાઇન્સ દ્વારા તહેવારો અને રજાઓ દરમિયાન વસૂલવામાં આવતા ઊંચા ભાડા પર નિયંત્રણ મૂકવાની માગ કરાઈ હતી. જોકે, સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાની માગ ફગાવી દીધી હતી. જસ્ટિસ વિક્રમ નાથે અરજદારની માગ પર ટિપ્પણી કરતાં કહ્યું, 'વિમાનમાં મુસાફરી ન કરો.' ત્યારબાદ તેમણે બેન્ચ સમક્ષ આગામી કેસ રજૂ કરવા જણાવ્યું હતું.

એરલાઇન્સના ભાડા પર નિયંત્રણ મૂકવાની માગ
આ મામલે જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી. તેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તહેવારો, રજાઓ અને કટોકટીના સમયમાં ખાનગી એરલાઇન્સ મનસ્વી રીતે વિમાન ભાડામાં વધારો કરે છે. અરજદારે દલીલ કરી હતી કે હવાઈ મુસાફરી આવશ્યક સેવા બની ગઈ છે અને ટિકિટના ભાવમાં અચાનક થતો મોટો વધારો બંધારણની કલમ 14નું ઉલ્લંઘન કરે છે. કલમ 14 નાગરિકોને સમાનતાનો અધિકાર આપે છે. અરજીમાં હવાઈ ભાડા પર મર્યાદા નક્કી કરવાની માગ કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકારે નવા નિયમો અંગે કોર્ટને શું કહ્યું?
ઓક્ટોબરમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ભારતીય વાયુયાન અધિનિયમ, 2024 હેઠળ હવાઈ ભાડાનું નિયમન કરવા માટેના નવા નિયમોને વહીવટી મંજૂરી મળી ગઈ છે. આ નિયમો બે અઠવાડિયામાં જાહેર થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 16 નવેમ્બરે યોજાનારી આગામી સુનાવણી પહેલાં નવા નિયમો કોર્ટ સમક્ષ રજૂ કરવા જણાવ્યું હતું. જોકે, અરજદારે આ મામલે વહેલી સુનાવણી કરવાની માગ કરી હતી, જેને જસ્ટિસ વિક્રમ નાથે ફગાવી દીધી હતી.

ક્રૂડ ઓઇલના ભાવ વધતાં હવાઈ ભાડાં પર દબાણ
વિશ્વભરમાં હવાઈ ભાડાંમાં વધારો થવા પાછળ ઇંધણના ભાવને પણ એક મહત્ત્વપૂર્ણ કારણ ગણાવવામાં આવી રહ્યું છે. અમેરિકા અને ઇઝરાયલના ઈરાન પરના હવાઈ હુમલા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં જહાજોને નિશાન બનાવ્યાં હોવાના અહેવાલો સામે આવ્યા હતા. વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે મહત્ત્વપૂર્ણ આ દરિયાઈ માર્ગમાં વિક્ષેપની આશંકાને કારણે ક્રૂડ ઓઇલના પુરવઠા અને ભાવ પર દબાણ વધ્યું હતું. ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરને પાર પહોંચતાં એરલાઇન્સના ખર્ચમાં વધારો થવાની ચિંતા પણ વધી હતી.

ઇન્ડિગોના CEOએ હવાઈ ભાડાં અંગે શું કહ્યું?
ઇન્ડિગોના CEO વિલી વોલ્શે જણાવ્યું હતું કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવમાં થયેલા મોટા વધારાને કારણે હવાઈ ભાડાંમાં વધુ વધારો થઈ શકે છે. તેમના જણાવ્યા અનુસાર, કંપની વધતા ખર્ચનો શક્ય તેટલો હિસ્સો પોતે ભોગવવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, ઓપરેટિંગ ખર્ચમાં સતત વધારો થવાથી એરલાઇન્સની નાણાકીય સ્થિતિ પર દબાણ વધી રહ્યું છે. એરલાઇન્સના કુલ ઓપરેટિંગ ખર્ચમાં ઇંધણનો હિસ્સો આશરે 32 ટકા હોય છે. આ ઉપરાંત એરપોર્ટના ઊંચા ચાર્જ અને ટેક્સને કારણે પણ ખર્ચમાં વધારો થાય છે. વોલ્શે સરકારને ટેક્સ અને એરપોર્ટ ચાર્જ ઘટાડવાની માગ કરી હતી.

નવા નિયમોથી સરકારને ભાડા નિયંત્રણની સત્તા
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો હેઠળ અસાધારણ પરિસ્થિતિઓમાં અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને સરકાર એરલાઇન્સની ટિકિટના ભાવ નિયંત્રિત કરવા હસ્તક્ષેપ કરી શકશે. આ જોગવાઈથી તહેવારો અને કટોકટીના સમયમાં વિમાન ભાડામાં થતા અસાધારણ વધારાને નિયંત્રિત કરવાની દિશામાં સરકારને સત્તા મળી શકે છે. હવે આ નિયમોનો અમલ કેવી રીતે થાય છે અને હવાઈ ભાડાં પર તેની કેટલી અસર પડે છે તેના પર નજર રહેશે.

Tags:
GujaratVandanFlight Ticket Price IndiaATF Price HikeIndigo CEO Airfare StatementAviation Act 2024
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026