દેશ-વિદેશ

લદ્દાખમાં ફરી આંદોલનના એંધાણ! સોનમ વાંગચુકની મોટી જાહેરાત, 19 સપ્ટેમ્બરથી પદયાત્રા

14 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
લદ્દાખમાં ફરી આંદોલનના એંધાણ! સોનમ વાંગચુકની મોટી જાહેરાત, 19 સપ્ટેમ્બરથી પદયાત્રા

Ladakh March 2026: લદ્દાખના હકો અને ભવિષ્યને લઈને કેન્દ્ર સરકાર અને સ્થાનિક સંગઠનો વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ પણ કોઈ નક્કર ઉકેલ ન આવતા પર્યાવરણવિદ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે નિરાશા વ્યક્ત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ઉચ્ચસ્તરીય કમિટી, લેહ એપેક્સ બોડી (LAB) અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ (KDA) વચ્ચે લાંબી ચર્ચા થઈ હતી, પરંતુ બેઠકમાંથી સંતોષકારક પરિણામ ન આવ્યાનો વાંગચુકે દાવો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને અગાઉના જંતર-મંતરના સંઘર્ષના દિવસોને યાદ કર્યા અને લદ્દાખના લોકોમાં વધતા અસંતોષનો ઉલ્લેખ કર્યો.

આંદોલન દરમિયાન બંને જૂથો વચ્ચે સંપર્ક અને સહકારઆ દરમિયાન વાંગચુકે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના સંસ્થાપક અભિજીત દીપક અને તેમના સમર્થકોને લદ્દાખના મુદ્દે ફરીથી સહયોગ આપવા અપીલ કરી છે. તેમના જણાવ્યા અનુસાર, અગાઉના આંદોલન દરમિયાન બંને જૂથો વચ્ચે સંપર્ક અને સહકાર રહ્યો હતો. હવે લદ્દાખના હકો અને અસ્તિત્વ સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને સામૂહિક અવાજ વધુ મજબૂત કરવાની જરૂર છે. વાંગચુકે કેન્દ્ર સરકાર પર યોગ્ય નીતિગત નિર્ણય લેવા માટે દબાણ ઊભું કરવાની પણ અપીલ કરી છે.

લદ્દાખના હિતમાં સકારાત્મક પ્રતિસાદ અથવા કોઈ નક્કર આશ્વાસન આપે

સોનમ વાંગચુકે આગામી 19થી 24 સપ્ટેમ્બર દરમિયાન લદ્દાખમાં પાંચ દિવસીય વિશાળ પદયાત્રાની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે યોજાશે, પરંતુ તેનો વ્યાપ મોટો રહેશે. વાંગચુકના જણાવ્યા મુજબ, જો આ સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકાર લદ્દાખના હિતમાં સકારાત્મક પ્રતિસાદ અથવા કોઈ નક્કર આશ્વાસન આપે છે તો પદયાત્રાને લદ્દાખના શહીદોને સમર્પિત કરવામાં આવશે. જો સરકાર તરફથી કોઈ પ્રતિસાદ નહીં મળે તો આ કાર્યક્રમને વધુ મોટા જનઆંદોલનનું સ્વરૂપ આપવામાં આવી શકે છે.

“Stand with Ladakh!” લખીને પોતાનું સમર્થન વ્યક્ત કર્યું

વાંગચુકની અપીલના એક દિવસ બાદ અભિજીત દીપકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર “Stand with Ladakh!” લખીને પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે. જોકે તેઓ અથવા તેમની મુખ્ય ટીમ પદયાત્રામાં સીધી રીતે સામેલ થશે કે નહીં તે અંગે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સમગ્ર મામલાની પાછળ લદ્દાખ માટે બંધારણીય સુરક્ષા, વિધાનસભાની માંગ અને સ્થાનિક લોકોની ભાગીદારી જેવા મુદ્દાઓ મુખ્ય છે. લદ્દાખના નેતાઓનું કહેવું છે કે પ્રદેશની નાજુક પર્યાવરણીય સ્થિતિને ધ્યાનમાં રાખીને મોટા નીતિગત ફેરફારો કરતા પહેલા સ્થાનિક લોકોને વિશ્વાસમાં લેવા જરૂરી છે.

Tags:
Democratic Restorationલોકશાહી પુનઃસ્થાપનાCJPSeptember 19સપ્ટેમ્બર 19
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026