Restaurant fined 10000 for 50 paise: જયપુરમાં રેસ્ટોરન્ટના બિલમાં 50 પૈસાને રાઉન્ડઑફ કરવું ખૂબ જ ભારે પડી ગયું. આ મામલો જ્યારે કન્ઝ્યુમર કોર્ટ પહોંચ્યો તો રેસ્ટોરન્ટને 10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો. કોર્ટે રેસ્ટોરન્ટને આદેશ આપ્યો કે, તે 50 પૈસા પણ પરત કરે અને વળતર તેમજ કાનૂની ખર્ચ માટે 10,000 રૂપિયા ચૂકવે.
શું હતી આખી ઘટના?
આ આખો મામલો 14 ફેબ્રુઆરી (વેલેન્ટાઇન ડે) નો છે. 50 વર્ષીય ફરિયાદી પોતાના લગ્નની વર્ષગાંઠ ઉજવવા માટે પરિવાર સાથે રેસ્ટોરન્ટ ગયા હતા. બિલ 1646.50 રૂપિયાનું થયું હતું. પરંતુ, આરોપ છે કે, સ્ટાફે રાઉન્ડ ઑફ કરીને 1649 રૂપિયા કરી દીધું. જ્યારે તેમણે આ વિશે વિરોધ કર્યો અને કહ્યું કે, તેઓ UPI થી પેમેન્ટ કરી રહ્યા છે જેમાં ચોક્કસ રકમ ચૂકવવી શક્ય છે. પરંતુ, સ્ટાફે કથિત રૂપે કહ્યું કે, રેસ્ટોરન્ટની પોલિસી મુજબ રકમ રાઉન્ડઑફ કરવી જરૂરી છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, સ્ટાફનો વ્યવહાર ખરાબ હતો અને તેમણે આખી રકમની ચૂકવણી માટે મજબૂર કરવામાં આવ્યા.
ગ્રાહકે કરી ફરિયાદ
ગ્રાહક આ ચાર્જને 'અનફેર ટ્રેડ પ્રેક્ટિસ' અને 'સેવામાં કમી' જણાવીને ગ્રાહક આયોગ પહોંચ્યા. કારણ કે, આ વિશે પહેલાં કોઈ જાણકારી આપવામાં નહતી આવી. સુનાવણી દરમિયાન રેસ્ટોરન્ટ તરફથી કોઈ હાજર ન રહ્યું, એટલે આ મામલે સુનાવણી એકતરફી થઈ, જેનો અર્થ છે કે, રેસ્ટોરન્ટનો પક્ષ મૂકી ન શકાયો.
આયોગનો નિર્ણય
27 ઓક્ટોબરે પોતાના આદેશમાં જયપુર જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ આયોગે માન્યું કે, વધારાના 50 પૈસા વસૂલવા માટે બિલને મનમાની રૂપે રાઉન્ડઑફ કરવું સ્પષ્ટરૂપે એક 'અનફેર ટ્રેડ પ્રેક્ટિસ' છે. પોતાના આદેશને સ્પષ્ટ કરતા, આયોગે 'પારસરામપુરિયા માર્ટ vs નંદકિશોર સાહૂ' કેસમાં રાજસ્થાન રાજ્ય ગ્રાહક આયોગના એક નિર્ણયનો ઉલ્લેખ કર્યો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, વ્યવસાય કોઈપણ નક્કર આધાર વિના, મનમાની રૂપે રાઉન્ડઑફ કરીને ગ્રાહકને ચૂકવવાની રકમ પોતાની મરજીથી વધારી ન શકે. આ આદેશના આધાર પર આયોગે રેસ્ટોરન્ટને 50 પૈસા પરત કરવા અને માનસિક, શારીરિક હેરાનગતિ માટે 7000 રૂપિયાનું વળતર તેમજ કાનૂની ખર્ચના રૂપે 3000 રૂપિયા ચૂકવવાનો નિર્દેશ કર્યો.
ગ્રાહકે કઈ વાતની જાણ હોવી જોઈએ?
આ કેસ દર્શાવે છે કે, જો ગ્રાહકે રેસ્ટોરન્ટ, કરિયાણાનો સામાન અને અન્ય સેવા વગેરેના બિલને ચેક કરવા જોઈ. જો તેમને કોઈ વધારાનો ચાર્જ કે ખર્ચ દેખાય, જેના વિશે ન તો પહેલાથી જણાવવામાં આવ્યું હોય અથવા ન તો તેની ગ્રાહક પાસેથી મંજૂરી લેવામાં આવી હોય તો તેના વિશે પ્રશ્ન ઉઠાવવા જોઈએ. જો કોઈ વેપારી બિલ સાથે જોડાયેલી કોઈપણ વાજબી અથવા આવી કોઈ અન્ય સમસ્યાને લઈને આપસી સંમતિથી પતાવટનો ઇનકાર કરે, તો ગ્રાહક ફરિયાદ નિવારણ માટે બનેલા સત્તાવાર પ્લેટફોર્મ, જેવા કે 'નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન'નો સંપર્ક કરી શકે છે. તેના માટે તે 1915 પર કૉલ કરી શકે છે અથવા https://consumerhelpline.gov.in/public/ પર જઈને ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકે છે. એક નાની દેખાતી રકમ પણ ગ્રાહક અધિકાર સાથે જોડાયેલો મહત્ત્વનો મુદ્દો બની શકે છે. ગ્રાહકોને પોતાના અધિકારોની સમજ હોવી જોઈએ, તેમણે સતર્ક રહેવું જોઈએ.








