દેશ-વિદેશ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત! બસ ખાડામાં ખાબકતાં 8નાં મોત, અનેક ઘાયલ

17 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત! બસ ખાડામાં ખાબકતાં 8નાં મોત, અનેક ઘાયલ

Rajasthan Bus Accident: રાજસ્થાનના કોટા જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કરાડિયા નજીક ગંભીર બસ અકસ્માત સર્જાયો છે. દિલ્હીથી મુંબઈ તરફ જઈ રહેલી મુસાફર બસ ચાલકે કાબૂ ગુમાવતાં રસ્તાની બાજુમાં આવેલા ઊંડા ખાડામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 8 મુસાફરોના મોત થયાં હોવાના અહેવાલ છે, જ્યારે છથી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

કરાડિયા નજીક બસ કાબૂ બહાર જઈ ખાડામાં પલટી
પ્રાપ્ત અહેવાલો અનુસાર, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પરથી પસાર થઈ રહેલી બસ કરાડિયા નજીક પહોંચી ત્યારે અચાનક ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે બસ રસ્તાની બાજુમાં આવેલા ઊંડા ખાડામાં પલટી મારી ગઈ હતી. અકસ્માનને પગલે બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. કેટલાક મુસાફરો બસમાં ફસાઈ ગયા હતા, જેને બહાર કાઢવા માટે તાત્કાલિક મદદની જરૂર પડી હતી.

પોલીસ અને સ્થાનિક લોકોએ હાથ ધરી બચાવ કામગીરી
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ અને એસએચઓ નંદ સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ તથા સ્થાનિક લોકોએ મળીને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. અહેવાલો અનુસાર, અકસ્માતમાં ચાર મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે છથી વધુ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મૃતકોનાં પોસ્ટમોર્ટમ, અકસ્માતની તપાસ શરૂ
એસએચઓ નંદ સિંહે ચાર મુસાફરોના મોત થયાની માહિતી આપી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. પોલીસે મૃતકોનાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. બસ કયા કારણોસર અનિયંત્રિત થઈ હતી, ચાલકે કાબૂ કેમ ગુમાવ્યો અને અકસ્માત સમયે બસની ઝડપ કેટલી હતી, તે તપાસ બાદ સ્પષ્ટ થશે. હાલ અકસ્માતને પગલે અસરગ્રસ્ત મુસાફરોની સ્થિતિ અને દુર્ઘટનાની વિગતો અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

Tags:
#GujaratVandan.#IndiaNews#BreakingNewsIndia Road Accident NewsKota Police Investigation
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026