દેશ-વિદેશ

રાજસ્થાનમાં ગોઝારો અકસ્માત: કાર-ટ્રકની ભીષણ ટક્કરમાં એક જ પરિવારના 5 સભ્યો સહિત 6નાં મોત

24 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
રાજસ્થાનમાં ગોઝારો અકસ્માત: કાર-ટ્રકની ભીષણ ટક્કરમાં એક જ પરિવારના 5 સભ્યો સહિત 6નાં મોત

Rajasthan Churu road accident: રાજસ્થાનના ચુરુ જિલ્લામાં શનિવારે સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સાદુલપુર નજીક દાદરેવા-તારાનગર રોડ પર કાર અને ટ્રક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં એક જ પરિવારના પાંચ સભ્યો સહિત કુલ છ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલી એક નાની બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ઘટના બાદ સોમસીસર ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.

મંદિરે દર્શન કરવા જતો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો
પ્રાથમિક માહિતી અનુસાર, તારાનગર તાલુકાના સોમસીસર ગામનો એક પરિવાર કારમાં સવાર થઈને મંદિરે દર્શન કરવા જઈ રહ્યો હતો. કારમાં કુલ સાત લોકો સવાર હતા. પરિવાર પોતાના ગંતવ્ય સુધી પહોંચે તે પહેલાં જ દાદરેવા-તારાનગર માર્ગ પર કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસમાત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ ટ્રક નીચે ઘૂસી ગયો હતો અને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ટક્કર બાદ કારમાં સવાર લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

મૃતકોમાં બે પુરુષ, ત્રણ મહિલા અને એક બાળકનો સમાવેશ
પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં કુલ છ લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં બે પુરુષ, ત્રણ મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. એક બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે, જેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તબીબોની ટીમ તેની સારવાર કરી રહી છે. એક જ પરિવારના પાંચ સભ્યોનાં એકસાથે મોત થતાં પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનાથી સોમસીસર ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ દુઃખ વ્યક્ત કર્યું
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સાદુલપુરમાં થયેલા આ ગમખ્વાર અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની પોસ્ટમાં તેમણે અકસ્માતમાં થયેલી જાનહાનિને હૃદયદ્રાવક ગણાવી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રને ઘાયલ બાળકીને તાત્કાલિક અને યોગ્ય તબીબી સારવાર મળે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. સાથે જ તેમણે દિવંગત આત્માઓને શાંતિ મળે અને શોકગ્રસ્ત પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી.

અકસ્માતનું કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
અકસ્મત બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. કાર અને ટ્રક વચ્ચે ટક્કર કયા સંજોગોમાં થઈ અને અકસ્માત માટે કોણ જવાબદાર છે તે જાણવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની દિશામાં પણ તપાસ ચાલી રહી છે. હાલમાં ઘાયલ બાળકીની સારવાર ચાલી રહી છે, જ્યારે અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો શોકમાં ડૂબી ગયા છે. મંદિરે દર્શન કરવા નીકળેલા પરિવાર માટે આ સફર કાળ બનીને આવી હતી.

Tags:
મોટો અકસ્માતસાવચેતીટ્રાફિક નિયમોપોલીસ તપાસઈજા
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026