દેશ-વિદેશ

ચૂંટણીના ખર્ચમાં 50 ગણો વધારો જોઈ ચોંકી ગયો, 'ભારત આર્થિક સંકટની અણીએ' : રાહુલ ગાંધી

18 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
ચૂંટણીના ખર્ચમાં 50 ગણો વધારો જોઈ ચોંકી ગયો, 'ભારત આર્થિક સંકટની અણીએ' : રાહુલ ગાંધી

Rahul Gandhi Columbia University Speech: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન કોલંબિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતાં તેમણે ભારતની આર્થિક સ્થિતિ, બેરોજગારી અને શિક્ષણ વ્યવસ્થાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ભારત એક મોટી આર્થિક આપત્તિના આરે ઊભું છે. સાથે જ તેમણે ચૂંટણી પ્રચારમાં થતા ખર્ચ અને ચૂંટણી પરિણામો અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.

'ભારત આર્થિક આપત્તિના આરે ઊભું છે'
કોલંબિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "સીધી વાત એ છે કે ભારત આર્થિક આપત્તિની કગાર પર છે, પછી ભલે તમે તેને નજરઅંદાજ કરો. દેશમાં બેરોજગારીની એક બહુ મોટી સમસ્યા છે અને અહીંની શિક્ષણ વ્યવસ્થામાં પણ ઘણી મુશ્કેલીઓ રહેલી છે." તેમણે ભારતની આર્થિક સ્થિતિ સાથે બેરોજગારી અને શિક્ષણ ક્ષેત્રના પડકારોને જોડીને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.

'યુવાનોને નોકરી નથી મળી રહી'
રાહુલ ગાંધીએ પોતાના 'છાત્રોં કી ગૂંજ' કાર્યક્રમનો ઉલ્લેખ કરતાં દેશમાં યુવાનોને રોજગારી ન મળતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમમાં આશરે 50થી 70 હજાર વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓના મનમાં અભ્યાસ પૂર્ણ થયા પછીના ભવિષ્યને લઈને એક જ સવાલ હતો કે તેઓ આગળ શું કરશે અને ક્યાં જશે. વિદ્યાર્થીઓની ચિંતાનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, "વિદ્યાર્થીઓ મને પૂછી રહ્યા હતા કે હવે અમે શું કરીએ અને અહીંથી ક્યાં જઈએ? તેમની વાતો સાંભળીને મારું હૃદય દ્રવી ઉઠ્યું હતું."

ચૂંટણી પ્રચારના ખર્ચમાં 20થી 50 ગણો વધારો?
કોલંબિયા યુનિવર્સિટીના સંવાદ દરમિયાન રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારમાં થતા ખર્ચ અંગે પણ સવાલો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે અગાઉની સરખામણીએ ચૂંટણી પ્રચારમાં 20થી 50 ગણો વધુ ખર્ચ થઈ રહ્યો છે. રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો હતો કે આટલી મોટી રકમ ક્યાંથી આવી રહી છે. તેમણે કેટલીક મોટી અને રસાકસીભરી બેઠકો પર અચાનક પાંચ લાખ મતોના તફાવતથી મળેલી જીત અંગે પણ આશંકા વ્યક્ત કરી હતી. તેમના મતે, આવી સ્થિતિ સમજવી મુશ્કેલ છે.

ચૂંટણી પ્રક્રિયા અંગે પણ ઉઠાવ્યા સવાલ
રાહુલ ગાંધીએ ચૂંટણીમાં ગેરરીતિની આશંકા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી સમગ્ર વિપક્ષ આ પરિસ્થિતિને જોઈને આશ્ચર્યમાં હતો અને તેને સમજવામાં સમય લાગ્યો હતો. આ નિવેદનો દ્વારા તેમણે ચૂંટણી પ્રચારના ખર્ચ, ચૂંટણી પરિણામો અને સમગ્ર પ્રક્રિયા અંગે પોતાના સવાલો રજૂ કર્યા હતા.

શિકાગો યુનિવર્સિટીમાં પણ સંવાદ કરશે રાહુલ ગાંધી
અમેરિકા પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીનો આગામી કાર્યક્રમ શિકાગો યુનિવર્સિટીમાં યોજાવાનો છે. ત્યાં તેઓ ભૂ-રાજકીય પરિસ્થિતિ અને ઈરાન સંઘર્ષ વચ્ચે ભારતની વિદેશ નીતિ સામે ઊભા થઈ રહેલા પડકારો અંગે ચર્ચા કરવાના છે. આ ઉપરાંત, ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના સભ્યો સાથે પણ તેમની બેઠક યોજાવાની છે. કોલંબિયા યુનિવર્સિટીમાં ભારતની આર્થિક સ્થિતિ અને ચૂંટણી ખર્ચ અંગેના નિવેદનો બાદ હવે શિકાગોમાં તેઓ કયા મુદ્દાઓ રજૂ કરે છે તેના પર ધ્યાન રહેશે.

Tags:
GujaratVandanChicago UniversityElection Campaign SpendingUnemployment in IndiaIndia Economic Crisis
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026