દેશ-વિદેશ

પુતિન ફરી ભારત આવશે, PM મોદી સાથે બેઠકમાં વેપારથી સંરક્ષણ સુધીના મુદ્દે થશે ચર્ચા

8 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
પુતિન ફરી ભારત આવશે, PM મોદી સાથે બેઠકમાં વેપારથી સંરક્ષણ સુધીના મુદ્દે થશે ચર્ચા

Putin Modi BRICS summit meeting: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન BRICS શિખર સંમેલનમાં ભાગ લેવા ભારત આવશે. 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી સમિટ પહેલાં 11 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાવાની છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પુતિનની મુલાકાતની પુષ્ટિ કરતાં કહ્યું છે કે રશિયા ભારતને વ્યૂહાત્મક ભાગીદાર માને છે અને બંને દેશોના સંબંધોને ખૂબ મહત્વ આપે છે. બંને દેશો વચ્ચે મોટાભાગની ચૂકવણી હવે સ્થાનિક કરન્સીમાં થઈ રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

Su-57 5th જનરેશનનું સ્ટીલ્થ ફાઈટર જેટ વેચવા અંગે વાતચીત
મોદી-પુતિન મુલાકાત દરમિયાન વેપાર, આર્થિક સહયોગ, પરિવહન અને બંને દેશોની કંપનીઓ માટે નવી તકો જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત રશિયા-યુક્રેન યુદ્ધ અને ફારસની ખાડીમાં ચાલી રહેલા તણાવની વૈશ્વિક અર્થતંત્ર પર થતી અસર પણ બેઠકમાં ચર્ચાનો વિષય બની શકે છે. સંરક્ષણ ક્ષેત્રે પણ રશિયા ભારતને પોતાનું Su-57 5th જનરેશનનું સ્ટીલ્થ ફાઈટર જેટ વેચવા અંગે વાતચીત કરવા માંગે છે. સાથે જ 100થી વધુ સુખોઈ-30MKI વિમાનોને રશિયન ટેકનોલોજીથી અપગ્રેડ કરીને એન્જિન, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ અને હથિયાર ક્ષમતા વધારવાના પ્રસ્તાવ પર પણ ચર્ચા થઈ શકે છે.

નેતાઓ એક જ કારમાં વડાપ્રધાન આવાસ પહોંચ્યા હતા
પુતિનની આ 9 મહિનામાં બીજી ભારત યાત્રા હશે. તેઓ અગાઉ 4 ડિસેમ્બર 2025ના રોજ ભારત આવ્યા હતા અને રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદનો તેમનો પ્રથમ ભારત પ્રવાસ હતો. તે સમયે વડાપ્રધાન મોદીએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું અને બંને નેતાઓ એક જ કારમાં વડાપ્રધાન આવાસ પહોંચ્યા હતા, જ્યાં મોદીએ પુતિન માટે ખાનગી ડિનરનું આયોજન કર્યું હતું. બીજા દિવસે યોજાયેલી વાર્ષિક શિખર બેઠકમાં સંરક્ષણ, ઊર્જા, વેપાર અને આર્થિક સહયોગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. હાલમાં ભારત 63 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 84 સુખોઈ-30MKIને ‘સુપર સુખોઈ’માં અપગ્રેડ કરી રહ્યું છે.

ભારત 2026માં સંગઠનની અધ્યક્ષતા કરી રહ્યું છે
આ વખતે ભારત 14 વર્ષ બાદ BRICS સમિટની યજમાની કરી રહ્યું છે. BRICSમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, UAE, સાઉદી અરેબિયા અને ઇન્ડોનેશિયા સહિત 11 દેશો સામેલ છે. ભારત 2026માં સંગઠનની અધ્યક્ષતા કરી રહ્યું છે અને 18મું BRICS શિખર સંમેલન દિલ્હીમાં યોજાશે. સમિટને ધ્યાનમાં રાખીને રાજધાનીમાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા પણ કડક કરવામાં આવી રહી છે અને અનેક માર્ગો પર નિયંત્રણ તથા ડાયવર્ઝન લાગુ થવાની શક્યતા છે.

Tags:
Gujarat Vandanગુજરાત વંદનfighter jet technologygeopolitical newsinternational relations
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026