દેશ-વિદેશ

મુંબઈમાં PM મોદીએ ગ્લોબલ ફિનટેક ફેસ્ટનું ઉદ્ઘાટન કર્યું, UPIના વૈશ્વિક વિસ્તરણ પર ભાર મૂક્યો

8 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
મુંબઈમાં PM મોદીએ ગ્લોબલ ફિનટેક ફેસ્ટનું ઉદ્ઘાટન કર્યું, UPIના વૈશ્વિક વિસ્તરણ પર ભાર મૂક્યો

Global fintech fest in mumbai: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મુંબઈમાં ‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટ’ (GFF)નું ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમને સંબોધતા તેમણે ભારતના ઝડપથી વિસ્તરી રહેલા ડિજિટલ પેમેન્ટ અને ફિનટેક ક્ષેત્રની ચર્ચા કરી હતી. મોદીએ જણાવ્યું કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) હવે માત્ર ભારતની ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ તેની પહોંચ 11 દેશો સુધી વિસ્તરી છે. તેમણે ફિનટેક ક્ષેત્રને વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું હતું.

યુવાનોની સંખ્યા, ઊર્જા અને નવી ક્ષમતાઓમાં વધારો
ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં સતત ત્રીજી વખત હાજરી આપવા બદલ વડાપ્રધાને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે દરેક વર્ષે આ કાર્યક્રમમાં યુવાનોની સંખ્યા, ઊર્જા અને નવી ક્ષમતાઓમાં વધારો જોવા મળે છે. યુવાનોમાં જોખમ લેવાની ક્ષમતા અને મોટા સપના સાકાર કરવાની મહત્વાકાંક્ષા વધી રહી છે, જે ભારતના ભવિષ્ય માટે સકારાત્મક સંકેત છે. મોદીએ ભાર મૂક્યો કે ફિનટેક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની ભૂમિકા ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં મહત્વપૂર્ણ રહેશે.

બંને દેશો વચ્ચે નાણાકીય વ્યવહાર વધુ સરળ બન્યો
મોદીએ UPIની સફળતા બાદ હવે વિવિધ દેશોની પેમેન્ટ સિસ્ટમને એકબીજા સાથે સીધી રીતે જોડવાનું આગામી લક્ષ્ય હોવું જોઈએ તેમ જણાવ્યું હતું. ભારત-સિંગાપોર પેમેન્ટ સિસ્ટમ ઈન્ટિગ્રેશનનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે નાણાકીય વ્યવહાર વધુ સરળ બન્યો છે. વિદેશમાં રહેતા ભારતીયો જ્યારે પરિવારને નાણાં મોકલે છે ત્યારે લાગતી પ્રોસેસિંગ ફી અને ટ્રાન્ઝેક્શન ખર્ચ ઘટાડવામાં પણ આવા વૈશ્વિક પેમેન્ટ કનેક્શન મહત્વપૂર્ણ બની શકે છે.

યોગ્ય ફાઇનાન્સિયલ મોડલ તૈયાર કરવા જરૂરી
વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે ફિનટેકનું ભવિષ્ય માત્ર ડિજિટલ પેમેન્ટ સુધી મર્યાદિત ન રહેવું જોઈએ. ટેકનોલોજીની મદદથી નાના વેપારીઓ અને કામદારોની આર્થિક જરૂરિયાતોને સમજીને તેમના માટે યોગ્ય ફાઇનાન્સિયલ મોડલ તૈયાર કરવા જરૂરી છે. ડિલિવરી પાર્ટનર્સ અને અન્ય નાના કામદારો માટે બચત, પેન્શન અને લોન જેવી સેવાઓ પણ QR કોડથી પેમેન્ટ કરવા જેટલી સરળ બનાવવાની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી હતી. તેમના મતે, ફિનટેકનો આગામી તબક્કો નાણાકીય સમાવેશને વધુ સરળ, ઝડપી અને વ્યાપક બનાવવાનો હોવો જોઈએ.

Tags:
Gujarat Vandanગુજરાત વંદન#FutureOfFintech#ઇન્ટરનેશનલન્યૂઝ#MaharashtraNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026