દેશ-વિદેશ

‘મહિલાઓને કરેલો વાયદો પૂરો કરીશું, કોઈ રોકી નહીં શકે’… મહિલા અનામત મુદ્દે PM મોદીનો હુંકાર, સીમાંકન માટે સરકારની નવી તૈયારી

28 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
‘મહિલાઓને કરેલો વાયદો પૂરો કરીશું, કોઈ રોકી નહીં શકે’… મહિલા અનામત મુદ્દે PM મોદીનો હુંકાર, સીમાંકન માટે સરકારની નવી તૈયારી

PM Modi on Women’s Reservation: સંસદના આગામી વિશેષ સત્રના ગણતરીના દિવસો પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા અનામત અને સીમાંકનના મુદ્દે પોતાનો મક્કમ ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે. સોશિયલ મીડિયા પર એક ખાસ વીડિયો સંદેશ જાહેર કરીને તેમણે વિપક્ષી દળો પર સીધું નિશાન સાધ્યું છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, દેશની કરોડો માતાઓ અને બહેનોના આશીર્વાદ તેમની સાથે છે, તેથી મહિલા અનામતના માર્ગમાં આવતી દરેક અડચણને દૂર કરવામાં આવશે. સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓની ભાગીદારી વધારવાના આ ઐતિહાસિક પ્રયાસને કોઈ પણ રાજકીય પક્ષ રોકી શકશે નહીં તેવો હુંકાર પણ તેમણે ભર્યો હતો.

'વક્ત કા ઈન્તઝાર હૈ': નારી શક્તિ પ્રત્યે વ્યક્ત કરી પ્રતિબદ્ધતા
પોતાના વીડિયો સંદેશમાં વડાપ્રધાને ભાવુક અને મક્કમ અંદાજમાં કહ્યું કે, મહિલા અનામત માટેની લડાઈ દાયકાઓથી ચાલી રહી છે અને તેઓ પોતે પણ લાંબા સમયથી આ દિશામાં સતત પ્રયત્નશીલ છે. દેશભરમાંથી મહિલાઓ પત્રો લખીને અને રૂબરૂ મળીને આ મુદ્દે પોતાની લાગણી વ્યક્ત કરતી રહી છે. મોદીએ દેશની 100 ટકા નારી શક્તિને વિશ્વાસ અપાવતા કહ્યું કે, સરકારનો હોંસલો બુલંદ છે, હિંમત અતૂટ છે અને ઈરાદો એકદમ અડગ છે. વિપક્ષને આડેહાથ લેતા તેમણે અંતમાં સૂચક અંદાજમાં કહ્યું હતું કે, 'વક્ત કા ઈન્તઝાર હૈ'

શા માટે અટવાયો હતો મહિલા અનામત કાયદાનો અમલ?
સપ્ટેમ્બર 2023માં સંસદે 'નારી શક્તિ વંદન અધિનિયમ' પસાર કરીને લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરી હતી, જેમાં SC અને ST મહિલાઓ માટેના ક્વોટાનો પણ સમાવેશ થાય છે. જોકે, આ કાયદાના અમલને આગામી વસ્તી ગણતરી અને ત્યારબાદ થનારા સીમાંકન સાથે જોડવામાં આવ્યો હોવાથી તે તાત્કાલિક લાગુ થઈ શક્યો ન હતો. અગાઉ એપ્રિલ 2026માં પણ સરકારે વિશેષ સત્ર બોલાવીને બંધારણીય સુધારા દ્વારા આ પ્રક્રિયા ઝડપી બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકસભામાં જરૂરી બે-તૃતીયાંશ બહુમતી ન મળવાને કારણે તે પ્રસ્તાવ પસાર થઈ શક્યો ન હતો.

વિપક્ષની ચિંતા દૂર કરવા સરકારનો નવો માસ્ટરપ્લાન
અગાઉના પ્રયાસમાં વિપક્ષી પાર્ટીઓએ મહિલા અનામતનો નહીં, પરંતુ સીમાંકનને કારણે રાજ્યો વચ્ચે બેઠકોનું સંતુલન બગડવાની આશંકા વ્યક્ત કરીને વિરોધ કર્યો હતો. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે 27 નવેમ્બરે કેન્દ્રીય મંત્રીમંડળે એક નવા બંધારણીય સુધારા પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ નવી યોજના મુજબ, લોકસભાની મહત્તમ બેઠકો વધારીને 850 અને રાજ્ય વિધાનસભાઓની મહત્તમ બેઠકો 650 સુધી કરવાનો પ્રસ્તાવ છે. આ અંતર્ગત દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની વર્તમાન બેઠકોમાં 50 ટકાનો વધારો કરાશે, જેની સીમાઓ 2011ની વસ્તી ગણતરીના આધારે નક્કી થશે. ખાસ વાત એ છે કે રાજ્યોના પ્રતિનિધિત્વનો વર્તમાન ગુણોત્તર વર્ષ 2051 સુધી યથાવત રાખવાની ખાતરી આપીને વિપક્ષની ચિંતા દૂર કરવાનો પ્રયાસ કરાયો છે.

30 નવેમ્બરથી સંસદમાં ફરી જામશે રાજકીય જંગ
કેન્દ્ર સરકારનું મુખ્ય લક્ષ્ય આગામી 2029ની લોકસભા ચૂંટણીથી દેશમાં મહિલા અનામત લાગુ કરવાનું છે. સંસદમાંથી નવું બિલ પસાર થતાની સાથે જ સીમાંકન આયોગની રચના અને બેઠકોના પુનર્ગઠનની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. આ મહત્વપૂર્ણ કાયદાકીય કામકાજને આગળ વધારવા માટે 30 નવેમ્બરથી લોકસભા અને 2 ડિસેમ્બરથી રાજ્યસભાની વિશેષ બેઠક મળવા જઈ રહી છે, જે 3 ડિસેમ્બર સુધી ચાલશે. આ સત્રમાં સરકાર અને વિપક્ષ વચ્ચે સીમાંકન તથા મહિલા અનામત બિલ મુદ્દે ભારે રસાકસી જોવા મળે તેવી પૂરી શક્યતા છે.

Tags:
Modi's PromisePolitical UpdateGovernment PolicyCensus 2021Lok Sabha Seats
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026