દેશ-વિદેશ

ન જમીન, ન મકાન! છતાં PM મોદીની સંપત્તિ ₹4.02 કરોડ, જાણો ક્યાં કેટલા રૂપિયા અને કેટલું સોનું

17 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ન જમીન, ન મકાન! છતાં PM મોદીની સંપત્તિ ₹4.02 કરોડ, જાણો ક્યાં કેટલા રૂપિયા અને કેટલું સોનું

PM Modi Assets: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 17 સપ્ટેમ્બરે 76મો જન્મદિવસ છે. આ પ્રસંગે તેમના જીવન સાથે જોડાયેલી અનેક બાબતોની ચર્ચા થઈ રહી છે, જેમાં તેમની સંપત્તિનો પણ સમાવેશ થાય છે. PMOની વેબસાઇટ પર ઉપલબ્ધ 31 માર્ચ 2026 સુધીની સત્તાવાર સંપત્તિ ઘોષણા અનુસાર, નરેન્દ્ર મોદીની કુલ જાહેર કરાયેલી સંપત્તિ 4,01,60,999 રૂપિયા એટલે કે આશરે 4.02 કરોડ રૂપિયા છે. આ સંપત્તિમાં જંગમ સંપત્તિનો સમાવેશ થાય છે.

PM મોદીની મોટાભાગની સંપત્તિ બેંક FDમાં
સત્તાવાર દસ્તાવેજ મુજબ, PM મોદીની સંપત્તિમાં સૌથી મોટો હિસ્સો બેંકમાં જમા રકમ અને FD/MODનો છે. SBIની ગાંધીનગર NSC શાખામાં તેમનું બેંક બેલેન્સ 3,562 રૂપિયા નોંધાયું છે, જ્યારે બેંક FDR અને MODની રકમ 3,79,76,101 રૂપિયા છે. આ ઉપરાંત, તેમના નામે કોઈ બોન્ડ, શેર, મ્યુચ્યુઅલ ફંડ અથવા અન્ય કંપની આધારિત રોકાણ નોંધાયેલું નથી.

રોકડ, NSC અને સોનાની કેટલી કિંમત?
31 માર્ચ 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે 34,429 રૂપિયા રોકડ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. તેમના નામે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)માં 10,24,724 રૂપિયાનું રોકાણ છે. સોનાની વાત કરીએ તો તેમની પાસે ચાર સોનાની વીંટીઓ છે, જેનું કુલ વજન આશરે 45 ગ્રામ છે અને તેની અંદાજિત કિંમત 4,58,864 રૂપિયા દર્શાવવામાં આવી છે. દસ્તાવેજમાં TDSમાંથી પગારની 4,14,210 રૂપિયા અને બેંક FDના વ્યાજની 2,49,099 રૂપિયા સહિત અન્ય સંપત્તિ તરીકે કુલ 6,63,309 રૂપિયા પણ દર્શાવવામાં આવ્યા છે.

PM મોદીના નામે કોઈ ખેતર કે મકાન નથી
PMOની સત્તાવાર ઘોષણા અનુસાર, 31 માર્ચ 2026 સુધી નરેન્દ્ર મોદીના નામે કોઈ સ્થાવર સંપત્તિ નોંધાયેલી નથી. તેમાં ખેતીની જમીન, બિનખેતીની જમીન, કોમર્શિયલ બિલ્ડિંગ અથવા એપાર્ટમેન્ટ અને રહેણાંક મકાન કે ફ્લેટનો સમાવેશ થાય છે. આ તમામ કેટેગરીમાં તેમની સંપત્તિ ‘Nil’ દર્શાવવામાં આવી છે અને સ્થાવર સંપત્તિની કુલ બજાર કિંમત પણ શૂન્ય દર્શાવવામાં આવી છે.

કુલ સંપત્તિ કેટલી છે?
સત્તાવાર સંપત્તિ ઘોષણામાં નરેન્દ્ર મોદીની કુલ જાહેર કરાયેલી સંપત્તિ 4,01,60,999 રૂપિયા દર્શાવવામાં આવી છે. એટલે કે 31 માર્ચ 2026 સુધી તેમની જાહેર કરાયેલી કુલ સંપત્તિ આશરે 4.02 કરોડ રૂપિયા છે. PMOની વેબસાઇટ પર ઉપલબ્ધ દસ્તાવેજમાં આ આંકડા જંગમ અને સ્થાવર સંપત્તિની અલગ-અલગ વિગતો સાથે રજૂ કરવામાં આવ્યા છે.

Tags:
પ્રધાનમંત્રી મોદી#NarendraModi#PMModiAssetsGujaratગુજરાત
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026