દેશ-વિદેશ

'આપણી પાસે એક દિવસનું પણ પેટ્રોલ નથી, ભારતની સ્થિતિ ઘણી સારી છે', પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ

29 એપ્રિલ, 2026•
GVGujaratvandan team
'આપણી પાસે એક દિવસનું પણ પેટ્રોલ નથી, ભારતની સ્થિતિ ઘણી સારી છે', પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ

Pakistan fuel crisis: પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી અલી પરવેજ મલિકે દેશમાં ગંભીર ઇંધણ સંકટ હોવાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે, પાકિસ્તાન પાસે એક દિવસ માટે પણ પેટ્રોલિયમ ભંડાર ઉપલબ્ધ નથી.

પાકિસ્તાનમાં ઇંધણની કટોકટી જેવી સ્થિતિ
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે પાકિસ્તાનમાં ઇંધણની કટોકટી જેવી સ્થિતિ ઊભી થઈ છે. પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી અલી પરવેજ મલિકે કહ્યું કે, દેશ પાસે એક દિવસ માટે પણ વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર નથી. પાકિસ્તાનની એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં મલિકે આ સંકટની ગંભીરતા પર પ્રકાશ પાડ્યો અને દુઃખ વ્યક્ત કર્યું કે દેશ પાસે ફક્ત 5થી 7 દિવસ પૂરતું વ્યાપારી કાચા તેલનો જ ભંડાર છે. જ્યારે ભારતની સ્થિતિ તેની સરખામણીએ ઘણી સારી છે.

પાકના પેટ્રોલિયમ મંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ
મલિકે કહ્યું, "આપણી પાસે કોઈ વ્યૂહાત્મક તેલ ભંડાર નથી, આપણી પાસે માત્ર કમર્શિયલ સ્ટોક છે. તેમાં પણ આપણી પાસે ફક્ત પાંચથી સાત દિવસ પૂરતું કાચું તેલ છે, અને તેલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) પાસે રહેલા રિફાઇન્ડ પ્રોડક્ટ્સ માત્ર 20-21 દિવસ સુધી ચાલી શકે છે. આપણે ભારત જેવા નથી, જ્યાં 60-70 દિવસનો ભંડાર છે અને જેને માત્ર એક સહીથી જ બહાર કાઢી શકાય છે."

યુદ્ધે તેલ ભંડારની ખામીઓ બહાર પાડી
મલિકે આગળ કહ્યું કે, આ યુદ્ધના કારણે પાકિસ્તાનમાં ભંડાર ક્ષમતાને મજબૂત બનાવવાની અને લાંબા ગાળાની ઊર્જા તૈયારી સુધારવાની જરૂરિયાત સ્પષ્ટ થઈ છે. આ મુદ્દે એક વિગતવાર રિપોર્ટ પણ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં વ્યૂહાત્મક ભંડાર કેવી રીતે શરૂ કરી શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. મંત્રીએ જણાવ્યું ,કે આ રિપોર્ટ પર હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કારણ કે આવા ભંડાર ઉભા કરવા માટે ખૂબ મોટો ખર્ચ આવશે, જે કરોડો ડોલર સુધી પહોંચી શકે છે. મલિકે તે પણ કહ્યું કે, ઇતિહાસમાં દુબઈના કાચા તેલના ભાવ ક્યારેય 170 ડોલર સુધી પહોંચ્યા નથી. આ પરિસ્થિતિ વૈશ્વિક બજારોમાં ભારે અસ્થિરતા દર્શાવે છે. તેમણે કહ્યું કે, શહબાજ શરીફની સરકાર લોકોની મુશ્કેલીઓ ઘટાડવાનો પ્રયત્ન કરી રહી છે અને જ્યાં શક્ય હોય ત્યાં સબસિડી આપવાનો પ્રયાસ કરી રહી છે.

ભારતની સરખામણીએ પાકિસ્તાન ઘણું પાછળ
જણાવી દઈએ કે ભારતના વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર (SPR)ની કુલ ક્ષમતા 5.33 મિલિયન મેટ્રિક ટન (MMT) છે, જે લગભગ 36.92 મિલિયન બેરલ બરાબર છે. બીજી તરફ, પાકિસ્તાન પાસે કોઈ સમર્પિત વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર નથી અને તેના પાસે માત્ર મર્યાદિત વ્યાપારી ભંડાર છે. હોર્મુઝ સ્ટ્રેટ સાથે જોડાયેલા જોખમોને ધ્યાનમાં રાખીને ઇસ્લામાબાદે 90 દિવસ સુધીના ભંડાર રાખવાની યોજનાઓ જાહેર કરી છે.

Tags:
#GujaratNews#PakistanEconomy#EnergyCrisisPakistan#IndiaPakistanRelations#PakistanFuelCrisis
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026