દેશ-વિદેશ

સાઉદી અરેબિયાના સૌથી વયસ્ક વ્યક્તિનું 142 વર્ષની વયે નિધન, 110 વર્ષની ઉંમરે પિતા બન્યા

15 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
સાઉદી અરેબિયાના સૌથી વયસ્ક વ્યક્તિનું 142 વર્ષની વયે નિધન, 110 વર્ષની ઉંમરે પિતા બન્યા

Oldest man in Saudi Arabia dies: આજના સમયમાં સામાન્ય માણસ માટે સરેરાશ આયુષ્ય સુધી પહોંચવું પણ મુશ્કેલ બનતું જાય છે, ત્યારે 142 વર્ષથી વધુ સમય જીવવું આશ્ચર્યનો વિષય છે. સાઉદી અરેબિયામાં દેશના સૌથી વયસ્ક વ્યક્તિ તરીકે ઓળખવામાં આવતા નાસિર બિન રદાન અલ રાશિદ અલ વદાઈનું અવસાન થયું છે. અહેવાલ મુજબ તેમનું નિધન 8 જાન્યુઆરીએ રાજધાની રિયાધમાં થયું હતું.

જનાઝામાં 7,000થી વધુ લોકો હાજર રહ્યા
આહેવાલ મુજબ, તેમના જનાઝાની નમાજ ધાહરાન અલ જુનૂબમાં અદા કરવામાં આવી હતી, જેમાં 7,000થી વધુ લોકો હાજર રહ્યા હતા. ત્યારબાદ તેમને તેમના પિતૃક ગામ અલ રાશિદમાં દફનાવવામાં આવ્યા. કહેવાય છે કે, અલ વદાઈ પોતાના પાછળ 134 સંતાન અને પૌત્ર-પૌત્રીઓને છોડી ગયા છે. સાઉદી મીડિયાનું કહેવું છે કે, અલ વદાઈનો જન્મ વર્ષ 1884માં થયો હતો. આ એ જ વર્ષ હતું જ્યારે અમેરિકા ખાતે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના નિર્માણની શરૂઆત થઈ હતી. તે સમય સુધી સાઉદી અરેબિયાનું એકીકરણ પણ થયું ન હતું.

અનેક રાજાઓના શાસન અને ઐતિહાસિક પરિવર્તનો જોયા
પરિવારજનોના જણાવ્યા મુજબ, અલ વદાઈએ દેશના સ્થાપક કિંગ અબ્દુલ અઝીઝથી લઈને હાલના શાસક કિંગ સલમાન સુધીનો સમય જાતે જોયો હતો. તેમણે અનેક રાજાઓના શાસન, પેઢીઓના ફેરફાર અને ઐતિહાસિક પરિવર્તનો પોતાની નજરે જોયા હતા.

110 વર્ષની ઉંમરે નિકાહ, 40થી વધુ વખત હજ
અલ વદાઈના જીવનને વિશેષ બનાવતી બાબતો પણ ઘણી રહી. પરિવાર કહે છે કે, તેમણે 110 વર્ષની વયે છેલ્લી વખત નિકાહ કર્યો હતો અને ત્યારબાદ તેમના ઘરે એક દીકરીનો જન્મ પણ થયો હતો. ધાર્મિક આસ્થાના મામલે પણ તેઓ ખૂબ જ સમર્પિત હતા. કહેવાય છે કે, તેમણે પોતાના જીવન દરમિયાન 40થી વધુ વખત હજ યાત્રા પૂર્ણ કરી હતી.

142 વર્ષની ઉંમર અંગે ઉઠેલા પ્રશ્નો
જોકે, તેમની ઉંમરને લઈને કેટલાક નિષ્ણાતોએ શંકા વ્યક્ત કરી છે. બ્રિટન મીડિયા રિપોર્ટ્સ મુજબ, એક ઇન્ટરવ્યૂમાં બ્રિટિશ સોસાયટી ફોર રિસર્ચ ઓન એજિંગના ચેરમેન ડેવિડ વીનકોએ જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિનું 142 વર્ષ સુધી જીવિત રહેવું અત્યંત અશક્ય લાગે છે. તેમના કહેવા મુજબ, 100 વર્ષની ઉંમર પછી દરેક વધારાનું વર્ષ જીવવું એ સિક્કો ઉછાળવા જેવું છે. એટલે કે શક્યતા તો હોય છે, પરંતુ ખૂબ ઓછી. તેમણે કહ્યું કે, 142 વર્ષની ઉંમર સુધી પહોંચવું એ એવું છે જાણે 40 વખત સિક્કો ઉછાળવામાં આવે અને દરેક વખત એક જ બાજુ આવે.

દુનિયામાં સૌથી વધુ આયુષ્ય ધરાવનારા લોકો
અત્યાર સુધીના પ્રમાણિત રેકોર્ડ મુજબ, દુનિયામાં સૌથી વધુ આયુષ્ય ધરાવનારી મહિલા જીન કેલમેન્ટહતી, જેમણે 122 વર્ષનું જીવન જીવ્યું હતું. ત્યારબાદ કાને તાનાકા જેવી વ્યક્તિઓના નામ પણ આવે છે.

Tags:
LongevitySaudi Arabiaવૃદ્ધનું નિધનલાંબુ આયુષ્યસાઉદી સમાચાર
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026