દેશ-વિદેશ

'ઓમાન કોરિડોરનો ઉપયોગ ન કરો...' ઈરાનની કડક ચેતવણી, ભારતીય તેલ ટેન્કરને પાછું કાઢ્યું

8 જુલાઈ, 2026•
GVGujaratvandan team
'ઓમાન કોરિડોરનો ઉપયોગ ન કરો...' ઈરાનની કડક ચેતવણી, ભારતીય તેલ ટેન્કરને પાછું કાઢ્યું

No entry for Indian tankers in Hormuz: મિડલ ઈસ્ટના હોર્મુઝ જળમાર્ગમાં ફરી એકવાર ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષની વચ્ચે ઈરાને એક ભારતીય તેલ ટેન્કરને દરિયાના મધ્યમાંથી જ પાછું મોકલી દીધું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર અને ઊર્જા પુરવઠાને લઈને નવી ચિંતા ઊભી કરી છે.

ઓમાન કોરિડોરથી પસાર થઈ રહેલા ટેન્કરને રોકાયું
ઈરાનની સરકારી સમાચાર એજન્સી ફાર્સના અહેવાલ અનુસાર, હોર્મુઝ જળમાર્ગમાં ઓમાન કોરિડોરનો ઉપયોગ કરીને આગળ વધી રહેલા ભારતીય તેલ ટેન્કરને ઈરાની સેનાએ રોકીને પાછું વળવાનો આદેશ આપ્યો હતો. હોર્મુઝ જળમાર્ગમાં યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે વેપારી જહાજોની સુરક્ષા માટે સંયુક્ત રાષ્ટ્ર અને ઓમાને જૂન મહિનામાં કામચલાઉ ઓમાન કોરિડોર તૈયાર કર્યો હતો, જેના પર અમેરિકાની દેખરેખ હોવાનું માનવામાં આવે છે.

ઈરાનની કડક ચેતવણી
ફાર્સના જણાવ્યા મુજબ, ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા રેડિયો સંદેશાઓ મારફતે તમામ વેપારી જહાજોને ચેતવણી આપવામાં આવી રહી છે કે તેઓ ઓમાન કોરિડોરનો ઉપયોગ ન કરે અને માત્ર ઈરાન દ્વારા નક્કી કરાયેલા દરિયાઈ માર્ગનો જ ઉપયોગ કરે.

ગુજરાત આવી રહેલા જહાજ પર ડ્રોન હુમલો
આ ઘટનાથી એક દિવસ અગાઉ કતારથી LNG ગેસ લઈને ભારત આવી રહેલા એક મોટા વેપારી જહાજ પર હોર્મુઝ નજીક ડ્રોન હુમલો થયો હતો. ગુજરાત તરફ આવી રહેલા આ જહાજના એન્જિન રૂમમાં આગ લાગી હતી. જહાજમાં ચાર ભારતીય સહિત કુલ 29 ક્રૂ સભ્યો સવાર હતા અને તમામ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત સાઉદી અરેબિયાના 'વાડિયાન' નામના અન્ય એક તેલ ટેન્કર પર પણ હુમલો થયો હતો. જોકે કંપનીએ જણાવ્યું હતું કે જહાજનો કાર્ગો સુરક્ષિત છે અને જહાજ હજુ પણ દરિયામાં આગળ વધવા માટે સક્ષમ છે.

અમેરિકાનો વળતો પ્રહાર
વેપારી જહાજો પર થયેલા હુમલાઓના જવાબમાં અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા ઈરાનના અનેક લશ્કરી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. CENTCOMના જણાવ્યા મુજબ અમેરિકી સેનાએ સચોટ હુમલાઓ કરીને ઈરાનના 80થી વધુ સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ઈરાનની 60થી વધુ સ્પીડ બોટ પણ નષ્ટ કરવામાં આવી હોવાનું અમેરિકા દાવો કરી રહ્યું છે. બીજી તરફ ઈરાને પણ વળતા જવાબરૂપે કુવૈત અને બહેરીન પર હુમલા કર્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. હોર્મુઝ જળમાર્ગમાં વધી રહેલા આ તણાવને કારણે વૈશ્વિક તેલ પુરવઠા અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર પર ગંભીર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Tags:
Energy SupplyTrade RoutesGlobal Politics#આંતરરાષ્ટ્રીયસમાચાર#ભારતઇરાન
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026