દેશ-વિદેશ

Toll પાર કરતા જ આવશે SMS, જો ધ્યાન ન આપ્યું તો કપાશે 10,000 રૂ.નું ચલણ, NHAI એ નવી સિસ્ટમ કરી શરૂ

18 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
Toll પાર કરતા જ આવશે SMS, જો ધ્યાન ન આપ્યું તો કપાશે 10,000 રૂ.નું ચલણ, NHAI એ નવી સિસ્ટમ કરી શરૂ

NHAI new toll system SMS alert: રસ્તા પર ગાડી દોડી રહી છે, ટોલ પ્લાઝા આવ્યું અને તમે રોકાયા વિના જ ટોલ ટેક્સ ચૂકવી દીધો. પરંતુ, હવે ટોલ પસાર કરતા સમયે તમારા મોબાઇલ પર એક મેસેજ આવી શકે છે, જે તમારી ગાડીના વીમા સાથે જોડાયેલો હશે. જો તમારા વાહનનો થર્ડ પાર્ટી વીમો પૂરો થઈ ગયો છે અથવા તમે વીમો નથી કરાવ્યો તો તેની જાણકારી તમને SMS દ્વારા મળશે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI- National Highways Authority of India) એ આના માટે નવી સિસ્ટમ શરૂ કરી છે. હાલ તેનો પાયલટ પ્રોજેક્ટ દિલ્હીના ટોલ પ્લાઝા પર શરૂ કરી દેવાયો છે. આવનારા સમયમાં તેને દેશભરના નેશનલ હાઇવે પર લાગુ કરવાની તૈયારી છે.

શું છે આ સિસ્ટમનો હેતુ?
એક અહેવાલ અનુસાર, NHAI એ દિલ્હીમાં અર્બન એક્સટેંશન રોડ-II (UER-II) પર બનેલા મુંડલા ટોલ પ્લાઝા પર આ સિસ્ટમનું પાયલટ ટ્રાયલ શરૂ કર્યું છે. હાલ આ સિસ્ટમની ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે, જેથી તેને સંપૂર્ણ રીતે સ્ટેબલ અને બહેતર બનાવી શકાય. તેનો હેતુ વાહન માલિકોને સમયસર ઇન્શ્યોરન્સ રિન્યૂ કરાવવા માટે જાગૃત કરવાનો છે.

કેવી રીતે કામ કરશે આ નવી સિસ્ટમ?
આ આખી પ્રોસેસમાં ટોલ પ્લાઝા અને વાહન પોર્ટલની વચ્ચે ડેટા શેર કરવામાં આવશે. જેવું કોઈ વાહન ટોલ પ્લાઝાથી પસાર થશે, તેની જાણકારી નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર(NIC) ના વાહન (Vahan) ડેટાબેઝને મોકલવામાં આવશે. ત્યારબાદ સિસ્ટમ પોતાની રીતે વાહનના વીમાની વેલિડિટીની તપાસ કરશે. જો આ તપાસમાં એવી જાણ થાય છે કે, વાહનનો થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પૂરો થઈ ગયો છે અને હાલ કોઈ વેલિડ ઇન્શ્યોરન્સ નથી, તો વાહન માલિકના મોબાઇલમાં તુરંત SMS મોકલવામાં આવશે. આ મેસેજમાં ગાડીનો રજિસ્ટ્રેશન નંબર, ટોલ પ્લાઝા પાર કરવાનો સમય અને ઇન્શ્યોરન્સની એક્સપાયરી સાથે જોડાયેલી જાણકારી હશે. આ સાથે જ વાહન માલિકને વીમો રિન્યૂ કરાવવાની પણ સલાહ આપવામાં આવશે. આ મેસેજ દ્વારા વાહન માલિકોને મોટર વ્હીકલ એક્ટ હેઠળ થતા દંડથી બચવા માટે રિમાઇન્ડર નોટિફિકેશનની જેમ કામ કરશે.

કેટલો થશે દંડ?
ભારતમાં થર્ડ પાર્ટી મોટર ઇન્શ્યોરન્સ કરાવવું ફરજિયાત છે. તેમ છતાં મોટી સંખ્યામાં એવા વાહન રસ્તા પર ચાલે છે, જેનો ઇન્શ્યોરન્સ વેલિડ નથી હોતો. માર્ગ અકસ્માતની સ્થિતિમાં આવા વાહન પીડિતોને વળતર મેળવવામાં મુશ્કેલી વધી જાય છે. આવી સમસ્યાઓને ધ્યાને રાખીને NHAI નું આ પગલું મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે. હાલના નિયમ મુજબ. વેલિડ ઇન્સ્યોરનસ વિના વાહન ચલાવનાર જો પહેલીવાર પકડાય તો તેમને બેઝ ઇન્શ્યોરન્સ પ્રીમિયમના ત્રણ ગણા અથવા 5000 રૂપિયા અથવા બંનેમાંથી એક દંડ રૂપે ભોગવવું પડે છે. વળી, જો કોઈ બીજીવાર આ નિયમનું ઉલ્લંઘન કરે છે તો બેઝ પ્રીમિયમના પાંચ ગણા અથવા 10,000 રૂપિયા અથવા બંનેમાંથી એક જે વધુ હોય તે દંડ તરીકે ભોગવવું પડી શકે છે.

દેશભરના હાઇવે પર લાગુ થશે આ સિસ્ટમ
હાલ આ વ્યવસ્થા ટ્રાયલ સ્વરૂપે છે. શરૂઆતી ટેસ્ટ બાદ આ સિસ્ટમને બહેતર બનાવવા અને તેની ખામીઓને દૂર કરવા પર કામ કરવામાં આવશે. જો તે સફળ રહેશે તો દેશના અન્ય નેશનલ હાઇવેના ટોલ પ્લાઝા પર પણ તેને લાગુ કરવામાં આવી શકે છે. જેનાથી કોઈ વેલિ઼ડ થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ વિનાના વાહનોની ઓળખ કરવી પણ સરળ બની શકે છે.

Tags:
traffic challan for toll violationIndian toll plaza updatesMinistry of Road Transport and HighwaysFASTag balance SMS notificationhighway toll gate fine system
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026