દેશ-વિદેશ

અમેરિકામાં ઓરી (રુબેઓલા)નો કહેર! ન્યૂયોર્કમાં હેલ્થ ઈમર્જન્સી, 1991 બાદ સૌથી ખરાબ સ્થિતિ

6 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
અમેરિકામાં ઓરી (રુબેઓલા)નો કહેર! ન્યૂયોર્કમાં હેલ્થ ઈમર્જન્સી, 1991 બાદ સૌથી ખરાબ સ્થિતિ

Measles Outbreak: અમેરિકામાં ઓરી એટલે કે Measlesનો પ્રકોપ ફરી ગંભીર બની રહ્યો છે. વધતા કેસોને ધ્યાનમાં રાખીને ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે 5 ઓક્ટોબરે સમગ્ર રાજ્યમાં Disaster Emergency જાહેર કરી છે. 2025થી ઓરીના કેસોમાં થઈ રહેલા વધારા બાદ અમેરિકાના કોઈ રાજ્ય દ્વારા આવી કટોકટી જાહેર કરવામાં આવી હોય તેવી આ પહેલી ઘટના છે. ન્યૂયોર્કમાં આ વર્ષે 3 ઓક્ટોબર સુધીમાં 108 કેસ નોંધાયા છે. તેમાંથી 15 જુલાઈ બાદ 18 કાઉન્ટીના ઓછા રસીકરણવાળા ગ્રામીણ વિસ્તારોમાં 92 કેસ નોંધાયા છે. રાજ્યમાં ઓરીના વધતા પ્રકોપને રોકવા માટે હવે રસીકરણ અને ટેસ્ટિંગની પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી છે.

ન્યૂયોર્કમાં 108 કેસ, 1,000થી વધુ રસીના ડોઝ અપાયા
ન્યૂયોર્કમાં નોંધાયેલા 108 કેસમાંથી 7 કેસ ન્યૂયોર્ક સિટીમાં અને 101 કેસ રાજ્યના અન્ય વિસ્તારોમાં નોંધાયા છે. અસરગ્રસ્ત ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક આરોગ્ય વિભાગો દ્વારા 15 જુલાઈથી અત્યાર સુધીમાં 1,000થી વધુ MMR રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગવર્નર હોચુલે કહ્યું છે કે રસીથી રોકી શકાય તેવા રોગના કારણે કોઈ વ્યક્તિ ગંભીર રીતે બીમાર ન પડે કે તેનું મૃત્યુ ન થાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.

સમગ્ર અમેરિકામાં લગભગ 3,900 કેસ
ન્યૂયોર્કનો પ્રકોપ સમગ્ર અમેરિકામાં ચાલી રહેલા મોટા ઓરીના પ્રકોપનો એક ભાગ છે. CDCના 1 ઓક્ટોબર સુધીના ડેટા અનુસાર અમેરિકામાં 3,887 કન્ફર્મ્ડ ઓરી કેસ નોંધાયા હતા. CDCના જણાવ્યા મુજબ 2026માં અમેરિકામાં ઓરીના કેસો છેલ્લા દાયકાઓની સરખામણીમાં અસાધારણ રીતે ઊંચા છે. પાડોશી રાજ્ય પેન્સિલવેનિયામાં પણ સ્થિતિ ગંભીર છે. તાજેતરના અહેવાલો અનુસાર ત્યાં કેસોની સંખ્યા 1,000ને પાર પહોંચી ગઈ છે અને પાંચ મૃત્યુ નોંધાયા છે.

ઇમર્જન્સી ઓર્ડરમાં શું બદલાયું?
ન્યૂયોર્કના નવા ઇમર્જન્સી ઓર્ડર હેઠળ આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલા વધુ વ્યાવસાયિકોને ઓરી સામેની કાર્યવાહી માટે સત્તા આપવામાં આવી છે.

  • રજિસ્ટર્ડ નર્સો શંકાસ્પદ ઓરીના ટેસ્ટ માટે ઓર્ડર આપી શકશે.

  • ફાર્માસિસ્ટ હવે બે વર્ષ અને તેનાથી વધુ ઉંમરના બાળકોને MMR રસી આપી શકશે.

  • તમામ MMR રસીકરણની માહિતી 72 કલાકની અંદર રાજ્ય અથવા ન્યૂયોર્ક સિટીની ઇમ્યુનાઇઝેશન રજિસ્ટ્રીમાં મોકલવી પડશે.

  • ઈમર્જન્સી ઓર્ડર તાત્કાલિક અમલમાં આવ્યો છે અને 4 નવેમ્બર 2026 સુધી અમલમાં રહેશે.

ઓરી અત્યંત ચેપી રોગ છે અને રસીકરણ તેના ફેલાવાને રોકવાનું મુખ્ય માધ્યમ છે. CDC મુજબ 95%થી વધુ વસ્તીમાં રસીકરણનું કવરેજ હોય ત્યારે સમુદાયમાં સુરક્ષા એટલે કે હર્ડ ઇમ્યુનિટી મજબૂત રહે છે.

Tags:
અમેરિકા સમાચારન્યૂયોર્ક સમાચાર1991 Outbreakવૈશ્વિક મહામારીHealth Alert
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026