દેશ-વિદેશ

દિવાળી પહેલા દિલ્હીની હવા બની ઝેરી: AQI 364ને પાર, 18 વિસ્તારોમાં શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ

7 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
દિવાળી પહેલા દિલ્હીની હવા બની ઝેરી: AQI 364ને પાર, 18 વિસ્તારોમાં શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ

Delhi air pollution 2026: દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ફરી એકવાર ભયજનક અને જીવલેણ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. શહેરમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે, જેના કારણે સામાન્ય નાગરિકોને શ્વાસ લેવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે. દિવાળીના પવિત્ર તહેવારના બરાબર એક દિવસ પહેલા, શનિવાર સવારે દિલ્હીનું વાતાવરણ અત્યંત ધૂંધળું અને હવા ફરી એકવાર 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં નોંધવામાં આવી હતી.

સવારમાં ગાઢ સ્મોગની ચાદર અને AQI 364ને પાર
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, દિલ્હીનો કુલ એર ક્વોલિટી ઈન્ડેક્સ 364 નોંધાયો છે. હવામાં ફેલાયેલા આ ઝેરીલા પ્રદૂષકોના ખતરનાક સ્તરને કારણે સવારના સમયે રાજધાનીના મોટાભાગના વિસ્તારોમાં ધુમાડો અને ધુમ્મસનું મિશ્રણની ગાઢ ચાદર છવાયેલી જોવા મળી હતી, જેનાથી વિઝિબિલિટી પણ ઘણી ઘટી ગઈ હતી.

પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક
રાજધાનીના કેટલાક ભીડભાડવાળા વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર 'ગંભીર' શ્રેણીની તદ્દન નજીક પહોંચી ગયું છે. હવાની ધીમી ગતિ અને બદલાતા હવામાનને કારણે વાતાવરણમાં રહેલા રજકણો અને ઝેરી વાયુઓ નીચલા સ્તરે જ જમા થઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં વહેલા સુધારાની કોઈ જ આશા દેખાતી નથી. આ ગંભીર સ્થિતિને જોતા સ્વાસ્થ્ય નિષ્ણાતોએ સગર્ભા મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને અસ્થમા કે શ્વાસની બીમારીથી પીડાતા લોકોને સવારે વોકિંગ માટે બહાર ન નીકળવાની કડક સલાહ આપી છે.

દિવાળીના દિવસે જ AQI 'ગંભીર' શ્રેણીમાં જવાની આશંકા
CPCBના ડેટા પ્રમાણે શનિવારે સવારે 9 વાગ્યે AQI 364 (ખૂબ જ ખરાબ) હતો. આ પહેલા શુક્રવારે સાંજે 4 વાગ્યે 24 કલાકનો સરેરાશ AQI 382 નોંધાયો હતો. 'એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ ફોર દિલ્હી'ની આગાહી મુજબ, ફટાકડા અને અન્ય પ્રવૃત્તિઓના કારણે શનિવારે એટલે કે દિવાળીના દિવસે જ AQI 401થી 500ની 'ગંભીર' શ્રેણીમાં પહોંચી જવાની પૂરેપૂરી સંભાવના છે.

દિલ્હીના 18 સ્ટેશનો પર સ્થિતિ 'ખતરનાક' સ્તરે
દિલ્હીમાં હવાની ગુણવત્તા માપવા માટે કુલ 59 મોનિટરિંગ સ્ટેશનો લગાવવામાં આવ્યા છે, જેમાંથી 18 સ્ટેશનો પર શનિવાર સવારે હવાનું સ્તર 'ગંભીર' કેટેગરીમાં હોવાનું નોંધાયું છે. CPCBના ધારાધોરણો મુજબ, 0-50 વચ્ચેનો AQI 'સારો', 51-100 'સંતોષકારક', 101-200 'મધ્યમ', 201-300 'ખરાબ', 301-400 'ખૂબ જ ખરાબ' અને 401 થી 500 વચ્ચેનો AQI 'ગંભીર' માનવામાં આવે છે.

તાપમાનમાં ઘટાડો છતાં પ્રદૂષણમાં વધારો
પ્રદૂષણની સાથે સાથે હવે દિલ્હીમાં શિયાળાની પણ સત્તાવાર દસ્તક થઈ ગઈ છે. હવામાન વિભાગ (IMD) ના સફદરજંગ કેન્દ્રમાં લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 1.9 ડિગ્રી અને શુક્રવાર કરતા 1 ડિગ્રી ઓછું છે. સામાન્ય રીતે ઠંડી વધવા સાથે હવાની ગતિ ઘટે છે, જેને 'ટેમ્પરેચર ઈન્વર્ઝન' કહેવાય છે. આ પ્રક્રિયાના કારણે પંજાબ અને હરિયાણા તરફથી આવતો પરાળીનો ધુમાડો અને દિલ્હીનું સ્થાનિક પ્રદૂષણ વાતાવરણમાં ઉપર જવાને બદલે નીચેના સ્તરમાં જ કેદ થઈ જાય છે. આગામી દિવસોમાં આકાશ મુખ્યત્વે સાફ રહેવાની આગાહી છે, પરંતુ પવનની ગતિ ન વધે ત્યાં સુધી દિલ્હીવાસીઓને આ દમઘોટૂ હવામાંથી કોઈ જ રાહત મળવાની શક્યતા નથી. દિલ્હી સરકારે પ્રદૂષણ ડામવા ગ્રેપના કડક નિયમો પણ લાગૂ કર્યા છે.

Tags:
Winter PollutionHealth AdvisoryAir Quality AlertDelhi SmogNCR Pollution
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026