દેશ-વિદેશ

દિલ્હીમાં દેશવિરોધી સૂત્રો લખનાર SFJ મોડ્યુલનો પર્દાફાશ, મુખ્ય માસ્ટરમાઇન્ડ સહિત 3 શખસોની ધરપકડ

12 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
દિલ્હીમાં દેશવિરોધી સૂત્રો લખનાર SFJ મોડ્યુલનો પર્દાફાશ, મુખ્ય માસ્ટરમાઇન્ડ સહિત 3 શખસોની ધરપકડ

Delhi BRICS Summit 2026: રાજધાની દિલ્હીમાં યોજાઈ રહેલી ૧૮મી બ્રિક્સ (BRICS) શિખર પરિષદ પહેલાં સુરક્ષા એજન્સીઓએ મોટું ષડયંત્ર નાકામ બનાવ્યું છે. દિલ્હીના સિંધુ બોર્ડર વિસ્તારમાં દીવાલો પર દેશવિરોધી તથા બ્રિક્સ વિરોધી સૂત્રો અને ગ્રેફિટી ચીતરવાના મામલે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય માસ્ટરમાઇન્ડ સહિત કુલ ત્રણ આરોપીઓની પંજાબથી ધરપકડ કરી છે. પોલીસ તપાસ દરમિયાન દેશવિરોધી પ્રવૃત્તિઓમાં વપરાયેલી કાર પણ જપ્ત કરવામાં આવી છે.

વિદેશી હેન્ડલર્સ અને ફંડિંગનું નેટવર્ક
પોલીસ દ્વારા હાથ ધરાયેલી પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, ધરપકડ કરાયેલો માસ્ટરમાઇન્ડ વિદેશમાં બેઠેલા આકાઓ સાથે સીધા સંપર્કમાં હતો. તે ભારતમાં પ્રતિબંધિત સંગઠન 'સિખ્સ ફોર જસ્ટિસ' (SFJ) અને તેના વડા ગુરપતવંત સિંહ પન્નુના નિર્દેશો હેઠળ પ્રવૃત્તિઓ ચલાવતો હતો. આ ગેરકાયદે કામગીરી અને દેશવિરોધી પ્રચાર પ્રસાર માટે તેને વિદેશમાંથી સતત ફંડિંગ પણ મળતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

CCTVથી આરોપીઓની ઓળખ થતાં એફઆઈઆર નોંધાઈ
આ ઘટના દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ સ્ટેશનમાં નોંધાયેલી FIR સંખ્યા 206/26 હેઠળ તપાસવામાં આવી રહી છે. સિંધુ બોર્ડર પર 6 સપ્ટેમ્બરના રોજ દીવાલો પર આપત્તિજનક ગ્રેફિટી જોવા મળ્યા બાદ પોલીસે આસપાસના CCTV તપાસ્યા હતા. સીસીટીવી કેમેરાના આધારે શંકાસ્પદ વાહન અને આરોપીઓની ઓળખ કરીને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેમને દબોચી લેવામાં આવ્યા હતા.

દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક અને વધારાની માહિતી
12 અને 13 સપ્ટેમ્બરે દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલી 18મી બ્રિક્સ સમિટને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર છે. આ સમિટમાં વિશ્વના 11 સભ્ય દેશોના પ્રમુખો અને પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમની સુરક્ષા માટે દિલ્હી પોલીસના 15,000થી વધુ જવાનો અને પેરામિલિટ્રી ફોર્સ (CAPF)ની લગભગ 200 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. પોલીસ હવે આ કેસમાં અન્ય સ્થાનિક મદદગારો અને પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠનો સાથેના સંભવિત સંબંધો અંગે પણ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે.

Tags:
#TerrorPlot#SFJNews#AntiIndia#BreakingNews#FIR
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026