દેશ-વિદેશ

"અડધી રાત્રે સર્કિટ હાઉસમાંથી હાંકી કાઢ્યા!" - મહુઆ મોઇત્રા વહીવટી તંત્ર વિરુદ્ધ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ

24 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
"અડધી રાત્રે સર્કિટ હાઉસમાંથી હાંકી કાઢ્યા!" -  મહુઆ મોઇત્રા વહીવટી તંત્ર વિરુદ્ધ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ

Nadia Circuit House eviction: તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રાએ પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લા વહીવટીતંત્ર પર કોર્ટના આદેશોના ઉલ્લંઘનનો આરોપ લગાવતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, હાઇકોર્ટના રક્ષણાત્મક આદેશો હોવા છતાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તેમને અડધી રાત્રે 11 વાગ્યે સર્કિટ હાઉસ ખાતેના તેમના સત્તાવાર મતક્ષેત્રના આવાસમાંથી બળજબરીથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યા કાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની પીઠ સમક્ષ આ મામલાને ઉઠાવીને આ કેસમાં તાકીદની સુનાવણી અને એક સ્વતંત્ર તપાસ સમિતિની માગ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટમાં કાનૂની દલીલો
મહુઆ મોઇત્રાના વકીલે આર્ટિકલ 32 હેઠળ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરતા જજ સાહેબ સમક્ષ રજૂઆત કરી હતી કે, "શું હું એક મહિલા સાંસદ દ્વારા દાખલ કરાયેલી આર્ટિકલ 32ની અરજીનો ઉલ્લેખ કરી શકું છું, જેમને સ્થાનિક અધિકારીઓ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (ADM) અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (DM) દ્વારા રાત્રે 11 વાગ્યે તેમના મતક્ષેત્રના સત્તાવાર નિવાસસ્થાનેથી કાઢી મૂકવામાં આવ્યા હતા? અમારી નમ્ર વિનંતી છે કે, આ મામલે વ્યાપક માર્ગદર્શિકા જરૂરી છે કારણ કે, તેમાં સંઘવાદ (Federalism) સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ બંધારણીય મુદ્દાઓ સમાવિષ્ટ છે. આ ઘટના હાઇકોર્ટ દ્વારા અગાઉ જ પ્રોટેક્ટિવ આદેશ જારી કર્યા હોવા છતાં બની છે, માટે આ કેસની વહેલી તકે સુનાવણી હાથ ધરવામાં આવે."દલીલો સાંભળ્યા બાદ મુખ્ય ન્યાયાધીશની પીઠે જણાવ્યું હતું કે તેઓ અરજીની સુનાવણી અંગે યોગ્ય નિર્ણય લેશે.

શું છે સમગ્ર વિવાદ?
ઘટનાની વિગતો મુજબ, કૃષ્ણનગરના સાંસદ મહુઆ મોઇત્રા સાંજે 6:30 વાગ્યે નદિયા જિલ્લા હેડક્વાર્ટરના સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમને સામાન્ય રીતે આપવામાં આવતો રુમ ફાળવવામાં આવ્યો હતો. સાંજે 7:00 વાગ્યે ચા અને રાત્રે 9:20 વાગ્યે રૂમમાં જમવાનું પીરસવામાં આવ્યું હતું પરંતુ, રાત્રે 9:47 વાગ્યે વહીવટીતંત્ર તરફથી કોલ આવ્યો અને ઓચિંતો રૂમ ખાલી કરવા જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ રાત્રે 10:52 વાગ્યે વોટ્સએપ પર એક નોટિસ મોકલવામાં આવી, જેમાં જણાવાયું હતું કે મેઇન્ટેનન્સના કારણે સર્કિટ હાઉસ બંધ રહેશે. મોઇત્રાએ દાવો કર્યો હતો કે બહાર 'જય શ્રી રામ'ના નારા લગાવતી ભીડ જમા થઈ ગઈ હતી અને તેમને હેરાન કરવાના હેતુથી અડધી રાત્રે આ જબરદસ્તી કરવામાં આવી હતી.

લોકસભા સ્પીકરને મોકલાયેલી પ્રિવિલેજ નોટિસ
સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા પહેલા, મહુઆ મોઇત્રાએ લોકસભા સ્પીકર ઓમ બિરલા સમક્ષ સંસદીય નિયમ 222 (Rule 222) હેઠળ પ્રિવિલેજ મોશન (Privilege Notice) પણ દાખલ કરી છે.

  • અધિકારીઓ સામે કાર્યવાહીની માગ: તેમણે નદિયાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ શ્રીકાંત પલ્લી, એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ નૃપેન્દ્ર સિંહ અને નાઝરેથ ડેપ્યુટી કલેક્ટર અનામિકા બેરા સામે સાંસદના અધિકારો અને પ્રોટોકોલના ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

  • પ્રોટોકોલ નિયમોનું ઉલ્લંઘન: ગૃહ મંત્રાલયના ઓર્ડર ઓફ પ્રિસીડન્સ (Order of Precedence) મુજબ સાંસદને 21મા ક્રમે રાખવામાં આવ્યા છે. પોતાના વિસ્તારની મુલાકાત દરમિયાન સાંસદ સર્કિટ હાઉસના આવાસ માટે હકદાર હોય છે અને જો તેનાથી ઉચ્ચ રેન્કના કોઈ અધિકારી હાજર ન હોય તો તેમને હાંકી કાઢી શકાય નહીં.

  • વિપક્ષનો સહયોગ: CPI(M)ના સાંસદ કે. રાધાકૃષ્ણન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂર સહિત અન્ય વિપક્ષી નેતાઓએ પણ મોઇત્રાના સમર્થનમાં આવીને મહિલા સાંસદની સુરક્ષા અને સાંસદોના સન્માન બાબતે લોકસભા સ્પીકરને પત્ર લખી તપાસની માંગ કરી છે. હાલમાં સુપ્રીમ કોર્ટ આ કેસને લિસ્ટ કરીને ક્યારે સુનાવણી પર લે છે, તેના પર તમામ કાનૂની અને રાજકીય વર્તુળોની નજર છે.

Tags:
#TMCMP#NadiaCircuitHouse#SupremeCourt#MahuaMoitraJudicial Review
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026