દેશ-વિદેશ

બેંકમાં ઘૂસી કર્મચારીઓની આંખમાં મરચું છાંટી લાખોની લૂંટ, નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલની ઘટના

11 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
બેંકમાં ઘૂસી કર્મચારીઓની આંખમાં મરચું છાંટી લાખોની લૂંટ, નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલની ઘટના

Nagpur Bank Robbery Video: મહારાષ્ટ્રના નાગપુરમાં બેંક લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સક્કરદરા વિસ્તારમાં આવેલી SBI બેંકમાં એક લૂંટારૂ ફિલ્મી સ્ટાઈલમાં ઘૂસી આવ્યો હતો. તેણે બેંકના કર્મચારીઓની આંખમાં મરચાનો પાઉડર છાંટવાનો પ્રયાસ કર્યો અને આશરે 4 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

પોલીસે અડધા કલાકમાં આરોપીને દબોચ્યો
બેંકમાં લૂંટની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. CCTV ફૂટેજની મદદથી પોલીસે આરોપીને માત્ર અડધા કલાકમાં જ ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી લૂંટની રકમ પણ કબજે કરી લીધી છે. હવે પોલીસ આરોપીએ આ ઘટનાને કયા ઈરાદાથી અંજામ આપ્યો હતો તેની તપાસ કરી રહી છે.

કર્મચારીઓની આંખમાં મરચું છાંટવાનો પ્રયાસ
આરોપીએ બેંકમાં ઘૂસ્યા બાદ ફિલ્મી સ્ટાઈલમાં કર્મચારીઓને નિશાન બનાવ્યા હતા. તેણે એક પછી એક કર્મચારીઓની આંખમાં મરચાનો પાઉડર છાંટવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં લૂંટારૂની હરકતો સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ઘટનાને કારણે બેંકમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Tags:
Robbery VideoBank TheftPolice InvestigationFinancial CrimePublic Safety
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026