દેશ-વિદેશ

મુરલી મનોહર જોશીના મોદી સરકારની શિક્ષણ નીતિ પર સવાલ, પેપર લીકથી બજેટ સુધી તીખી ટિપ્પણી

29 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
મુરલી મનોહર જોશીના મોદી સરકારની શિક્ષણ નીતિ પર સવાલ, પેપર લીકથી બજેટ સુધી તીખી ટિપ્પણી

Murli Manohar Joshi targets Modi govt: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા, પૂર્વ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી અને પાર્ટીના સ્થાપકોમાંના એક ડૉ. મુરલી મનોહર જોશીએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની શિક્ષણ નીતિ, બજેટની પ્રાથમિકતાઓ અને વહીવટી વ્યવસ્થા અંગે અનેક સવાલો ઉઠાવ્યા છે. એક ખાનગી ઈન્ટરવ્યૂમાં તેમણે પેપર લીક, શિક્ષણનું વ્યાપારીકરણ, શિક્ષણ અને આરોગ્યના બજેટ સહિત 'વિકસિત ભારત'ના વિઝન પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

'દરેક ક્ષેત્રમાં પૈસાની બોલબાલા છે'
પેપર લીકની ઘટનાઓ અંગે ડૉ. જોશીએ તેને માત્ર પરીક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા તરીકે જોવાને બદલે સમાજમાં વધતા ભ્રષ્ટાચાર સાથે જોડ્યું. તેમના જણાવ્યા મુજબ, જ્યારે વિદ્યાર્થીઓને એવું જોવા મળે કે શિક્ષકોની ભરતીમાં પણ પૈસાની લેવડદેવડ થઈ રહી છે અને સમાજના અનેક ક્ષેત્રોમાં પૈસાનું પ્રભુત્વ વધી રહ્યું છે, ત્યારે તેની અસર વિદ્યાર્થીઓની માનસિકતા પર પણ પડે છે. વાજપેયી સરકારના સમય સાથે સરખામણી કરતાં તેમણે સવાલ કર્યો કે, 'વાજપેયીજીના સમયમાં પેપર લીક કેમ નહોતા થતા?' તેમણે કહ્યું કે બેન્કિંગ અને વેપાર સહિતના ક્ષેત્રોમાં કૌભાંડો અને ભ્રષ્ટાચારની ઘટનાઓની અસર શિક્ષણ વ્યવસ્થા અને વિદ્યાર્થીઓ પર પણ પડે છે.

'એવું લાગે છે જાણે પરીક્ષા નહીં, યુદ્ધ હોય!'
પેપર લીક રોકવા માટે સુરક્ષા એજન્સીઓ સહિત વિવિધ સ્તરે કરવામાં આવતી વ્યવસ્થાઓ અંગે પણ ડૉ. જોશીએ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે પરીક્ષાની સુરક્ષા માટે કરવામાં આવતી તૈયારીઓ જોઈને એવું લાગે છે કે જાણે પરીક્ષા નહીં પરંતુ કોઈ યુદ્ધ ચાલી રહ્યું હોય. તેમણે સરકારની બજેટ પ્રાથમિકતાઓ પર પણ સવાલ ઉઠાવ્યા. તેમના જણાવ્યા પ્રમાણે, પ્રાથમિક શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોને પૂરતું મહત્વ મળવું જોઈએ, જ્યારે માત્ર રસ્તાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધારવો એ વિકાસનું સંપૂર્ણ માપદંડ ન હોઈ શકે.

'રસ્તા બનાવવા એ જ વિકાસ નથી'
ડૉ. જોશીએ રોજગારી અને શિક્ષણ વચ્ચેના સંબંધ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે રસ્તાઓ બનાવવા માટે એન્જિનિયર, ટેકનિકલ નિષ્ણાતો અને કુશળ માનવબળની જરૂર પડે છે અને આ માટે મજબૂત શિક્ષણ વ્યવસ્થા જરૂરી છે. તેમણે શિક્ષણને માત્ર નફો કમાવવાનું સાધન બનાવવાનો પણ વિરોધ કર્યો. તેમના જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં ઉચ્ચ શિક્ષણ મેળવેલા M.A., Ph.D. અને B.Ed. ડિગ્રીધારકો પણ સફાઈ કર્મચારી અથવા કોન્ટ્રાક્ટ આધારિત નોકરી કરવા મજબૂર બને છે, તો આ સ્થિતિ રોજગાર અને શિક્ષણ વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. તેમણે કહ્યું કે શિક્ષણ અને આરોગ્ય બંને ક્ષેત્રો માત્ર નફો કમાવવાના સાધન ન બનવા જોઈએ. ખાનગી ક્ષેત્રની ભાગીદારીનું સ્વાગત છે, પરંતુ ખાનગી સંસ્થાઓએ પોતાની આવકનો એક હિસ્સો ફરીથી શિક્ષણના વિકાસમાં રોકવો જોઈએ.

'વિકસિત ભારત'નો અર્થ માત્ર આર્થિક વિકાસ નહીં
'વિકસિત ભારત'ના વિઝન અંગે પણ ડૉ. જોશીએ પોતાનો અલગ અભિગમ રજૂ કર્યો. તેમના જણાવ્યા પ્રમાણે, વિકાસને માત્ર આધુનિક માપદંડો અને આર્થિક પ્રગતિથી ન માપવો જોઈએ, પરંતુ માનવીય જીવન મૂલ્યો અને પ્રકૃતિ સાથેના સંતુલનને પણ મહત્વ આપવું જોઈએ. તેમણે આદિવાસી સમુદાયનું ઉદાહરણ આપતાં કહ્યું કે પ્રકૃતિ સાથે સુમેળમાં જીવન જીવતા લોકો પણ પોતાની જીવનશૈલીના દૃષ્ટિકોણથી વિકસિત કહી શકાય.

NEP 2020 અને નીતિ આયોગની ભૂમિકા પર સવાલ
નવી શિક્ષણ નીતિ અંગે ડૉ. જોશીએ પોતાના વાજપેયી સરકારના સમયના અનુભવનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે તે સમયે પણ શિક્ષણ નીતિમાં ફેરફાર કરવાની ચર્ચા થઈ હતી, પરંતુ જૂની નીતિનો અભ્યાસ કર્યા બાદ તેમને લાગ્યું કે માત્ર એ કારણસર નીતિ બદલવી યોગ્ય નથી કે તે અગાઉની સરકારના સમયમાં બનાવવામાં આવી હતી. તેમણે NEP 2020ની રચનામાં નીતિ આયોગની ભૂમિકા અંગે પણ સવાલ ઉઠાવ્યો. તેમના જણાવ્યા મુજબ, તેમના કાર્યકાળ દરમિયાન યોજના આયોગનું કામ મુખ્યત્વે દેશની શ્રમ અને રોજગારની જરૂરિયાતોનું આકલન કરવાનું હતું અને શિક્ષણના નીતિગત મામલાઓમાં તેની સીધી દખલગીરી નહોતી.

'નેબરહૂડ સ્કૂલ સિસ્ટમ'ની હિમાયત
ડૉ. જોશીએ શરૂઆતના તબક્કામાં તમામ બાળકોને સમાન તક મળે તે માટે 'નેબરહૂડ સ્કૂલ સિસ્ટમ'ની હિમાયત કરી. તેમના મતે અમીર હોય કે ગરીબ, તમામ બાળકોને નજીકની શાળામાં સમાન અને મફત શિક્ષણ મળવું જોઈએ. તેમણે શિક્ષણ વ્યવસ્થામાં સમાનતા, ગુણવત્તા અને સામાજિક જવાબદારી પર ભાર મૂક્યો. તેમના આ નિવેદનોથી શિક્ષણ નીતિ, બજેટની પ્રાથમિકતાઓ અને દેશમાં ચાલી રહેલી પરીક્ષા વ્યવસ્થા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. ડૉ. મુરલી મનોહર જોશી લાંબા સમયથી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા રહ્યા છે અને કેન્દ્રમાં માનવ સંસાધન વિકાસ મંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે. તેથી તેમના તાજેતરના નિવેદનોને ભાજપના વરિષ્ઠ નેતાના શિક્ષણ અંગેના મહત્વપૂર્ણ અભિપ્રાય તરીકે જોવામાં આવી રહ્યા છે.

Tags:
ગુજરાત વંદનGujarat VandanCurrentAffairsBreakingNewsEducationCrisis
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026