દેશ-વિદેશ

પહેલા કપલની છેડતી કરી, પછી ચંપલ અને દંડાથી હુમલો; મુંબઈમાં સગીરોની બેફામ ગુંડાગર્દી

21 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
પહેલા કપલની છેડતી કરી, પછી ચંપલ અને દંડાથી હુમલો; મુંબઈમાં સગીરોની બેફામ ગુંડાગર્દી

Mumbai Park Couple Viral Video: મુંબઈના કુર્લા વિસ્તારમાં યુવક-યુવતી સાથે છેડતી અને મારામારીની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ફીનિક્સ મોલ નજીક આવેલા મહાનગરપાલિકાના ઉદ્યાનમાં કપલ ફોટો પડાવી રહ્યું હતું, ત્યારે 8થી 10 સગીર છોકરાઓએ તેમની સાથે અભદ્ર વર્તન શરૂ કર્યું હતું. કપલે વિરોધ કરતાં સગીરોએ બંને પર હુમલો કર્યો હતો. ઘટનાના સંબંધમાં પોલીસે 8 સગીરોને કસ્ટડીમાં લીધા છે અને તેમની સામે ગુનો નોંધ્યો છે.

વાઈરલ વીડિયોમાં શું જોવા મળ્યું?
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં કપલ ગાર્ડનમાં ફોટો પડાવતું જોવા મળે છે. આ દરમિયાન ત્યાં હાજર 7થી 8 છોકરાઓ બંને સામે અશ્લીલ ટિપ્પણીઓ કરવા લાગે છે. યુવક-યુવતીએ તેનો વિરોધ કરતાં છોકરાઓએ તેમની સાથે ઝઘડો શરૂ કર્યો હતો. વીડિયોમાં એક સગીર ચંપલ જેવી વસ્તુથી યુવકને મારતો જોવા મળે છે, જ્યારે બીજો સગીર યુવતીના માથા પર દંડાથી પ્રહાર કરતો દેખાય છે. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. ત્યાં હાજર લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.

8 સગીરોને કસ્ટડીમાં લઈ ગુનો નોંધાયો
પીડિતોની ફરિયાદના આધારે ઘાટકોપર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને આ મામલે 8 સગીરોને કસ્ટડીમાં લીધા હતા. પોલીસ ઉપાયુક્ત ગણેશ શિંદેના જણાવ્યા અનુસાર, આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 189(2), 189(4), 118(1), 352 અને 351(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તમામ સગીરોને કિશોર ન્યાય બોર્ડ (Juvenile Justice Board) સમક્ષ રજૂ કરવામાં આવશે. પોલીસે આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ભાજપ અને શિવસેના (UBT)એ ઘટનાની નિંદા કરી
આ ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ રાજકીય વર્તુળોમાંથી પણ પ્રતિક્રિયાઓ સામે આવી છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ઘટનાની નિંદા કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે પાંચ સગીરોના માતા-પિતાને નોટિસ પાઠવવામાં આવી છે. બીજી તરફ, શિવસેના (UBT)એ પણ આ ઘટનાની સખત નિંદા કરી છે. પક્ષના નેતા ઈંતેખવાબ ફારૂકીએ જણાવ્યું હતું કે આવી ઘટનાઓ અત્યંત નિંદનીય છે. મુંબઈના જાહેર ઉદ્યાનમાં બનેલી આ ઘટનાએ મહિલાઓની સુરક્ષા અને જાહેર સ્થળોએ સગીરોના વર્તન અંગે ફરી ચર્ચા જગાવી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

Tags:
GujaratVandanGhatkopar PoliceMumbai Crime NewsMinors Assault CoupleKurla Park Incident
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026