દેશ-વિદેશ

રાત્રે વાહન ચલાવનારાઓ માટે મોટા સમાચાર, હેડલાઈટના નિયમોમાં થઈ શકે ધરખમ ફેરફાર

26 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
રાત્રે વાહન ચલાવનારાઓ માટે મોટા સમાચાર, હેડલાઈટના નિયમોમાં થઈ શકે ધરખમ ફેરફાર

High beam glare reduction India: રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે સામેથી આવતા વાહનોની તેજ હેડલાઈટ આંખોમાં પડતાં થોડા સમય માટે રસ્તો દેખાતો બંધ થઈ જાય છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે હાઈ-બીમની ચમક અકસ્માતનું જોખમ વધારી શકે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારનું રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય વાહનોની હેડલાઈટ, હાઈ-બીમના ઉપયોગ અને ભારે વાહનોની વિઝિબિલિટી અંગેના મોટર વ્હીકલ નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને વિવિધ સ્ટેકહોલ્ડર્સ પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે.

હેડલાઈટની મહત્તમ તીવ્રતા ઘટાડવાની તૈયારી
પ્રસ્તાવિત નિયમોમાં વાહનોની હેડલાઈટની મહત્તમ તીવ્રતા ઘટાડવાની જોગવાઈ કરવામાં આવી શકે છે. ટુ-વ્હીલર માટે હાલની 1.5 લાખ કેન્ડેલાની મર્યાદાને ઘટાડીને 1 લાખ કેન્ડેલા કરવાની વિચારણા છે. જ્યારે ફોર-વ્હીલર માટે હાલની 2.25 લાખ કેન્ડેલાની મર્યાદાને ઘટાડીને 1.5 લાખ કેન્ડેલા કરવાની દરખાસ્ત છે. આ ઉપરાંત, શહેરોમાં બિનજરૂરી હાઈ-બીમનો ઉપયોગ રોકવા માટે વાહનમાં જ ઓડિયો એલર્ટ આપવાની વ્યવસ્થા પણ સૂચવાઈ છે. જોકે, 60 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે હાઈવે પર વાહન ચલાવતી વખતે આ એલર્ટ ન વાગે તેવી જોગવાઈ વિચારવામાં આવી છે.

સફેદ-વાદળી LED લાઈટ પર પણ નિયંત્રણ
આફ્ટરમાર્કેટમાં લગાવવામાં આવતી અત્યંત તેજ સફેદ અને વાદળી રંગની LED હેડલાઈટ્સથી અન્ય વાહનચાલકોને મુશ્કેલી પડતી હોવાની ફરિયાદો વચ્ચે તેના કલર ટેમ્પરેચર પર પણ મર્યાદા મૂકવાનો પ્રસ્તાવ છે. સૂચિત નિયમ મુજબ હેડલાઈટનું કલર ટેમ્પરેચર મહત્તમ 6500 Kelvin સુધી રાખવામાં આવી શકે છે. નવા દ્વિચક્રી વાહનોમાં ઓટોમેટિક હેડલેમ્પ માત્ર લો-બીમ પર જ કાર્ય કરે તેવી જોગવાઈ પણ લાગુ થઈ શકે છે. જોકે, આ નિયમ હાલ રસ્તા પર દોડી રહેલા જૂના વાહનો માટે લાગુ નહીં થાય.

બસ-ટ્રકમાં રિફ્લેક્ટિવ ટેપ ફરજિયાત બનશે
ધુમ્મસ, વરસાદ, અંધારું અથવા ખરાબ હવામાન દરમિયાન મોટા વાહનો દૂરથી દેખાય તે માટે બસો અને ભારે કોમર્શિયલ વાહનો પર સ્ટાન્ડર્ડ રિફ્લેક્ટિવ ટેપ લગાવવાનું ફરજિયાત કરવાની દરખાસ્ત છે. આ ટેપના કારણે પાછળથી અથવા બાજુમાંથી આવતા વાહનચાલકોને મોટા વાહનોની હાજરી વહેલી તકે જાણી શકાશે અને અકસ્માતનું જોખમ ઘટાડી શકાય તેવી આશા છે. નવા નિયમો અંગે પરિવહન મંત્રાલયે 30 દિવસમાં વાંધા-સૂચનો મંગાવ્યા છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી એપ્રિલથી નવા નિયમો દેશભરમાં તબક્કાવાર લાગુ કરવાની યોજના હોવાનું જણાવાયું છે.

Tags:
ગુજરાત વંદનGujarat Vandan#DrivingSafety#India#Gujarat
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026